આંતરડી કકળાવી નાંખનારો કિસ્સો, વિદાય સમયે જ બેભાન થઈ દુલ્હન, થોડી ક્ષણોમાં મોત, ખુશી માતમમાં છવાઈ

લગ્ન એ જીવનનો સૌથી અનેરો ઉત્સાહ છે. પણ લગ્ન કરવાનું બધાનું નસીબ પણ ક્યાં હોય છે. ઘણા લોકોને કન્યા ન મળવાના કારણે ખુબ હેરાન હોય છે, જો કે અમુક કિસ્સામાં કન્યા મળે તેમ છતાં લોકોના માઠા નસીબ અને કુદરતની કઠોરતાના કારણે લગ્ન જીવન નસીબ નથી થતું હોતું. ત્યારે કંઈક આવી જ દુખદ ઘટના સામે આવી છે કે જેની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. આ દુ: ખદ ઘટના બિકાનેરના સુભાષપુરાની છે, જ્યાં મહફુઝ અલીની 20 વર્ષની પુત્રી ફરઝાનાએ ખુશીથી લગ્ન કર્યાં હતાં.

image source

વાત એમ હતી કે, પુત્રીના લગ્ન અંગે પરિવારના સભ્યો ખૂબ ખુશ હતા, નિકાહ સમારોહ ખૂબ હાસ્ય સાથે સમાપ્ત થયો. ફરઝાના પણ તેના લગ્નજીવનથી ખૂબ ખુશ હતી. તે જ સમયે ફરઝાનાની સહેલીઓ કહે છે કે બહેનો પણ તેમની સાથે હસી મજાક કરી રહી હતી. તે દરમિયાન તે વિદાય સમયે અચાનક બેભાન થઈ ગઈ હતી. પિતા જે પુત્રીને ખુશીથી થોડા સમય પછી વિદાય આપવાના હતા એને હવે ખોળામાં ઉપાડીને દવાખાને લઈ જવી પડી રહી હતી.

image source

પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. વરરાજાના મોતના સમાચાર આવતા જ ઘરમાં અરાજકતા ફેલાઈ હતી. દુલ્હનના અચાનક મોત બાદ પરિવારના સભ્યો ખૂબ જ દુખી હાલતમાં છે, તેના પિતાની આંખોમાંથી આંસુ બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. જે પુત્રીની તેઓ ખુશીથી તેમના સાસરિયામાં રવાના કરવા માંગતા હતા, અચાનક તેમને કાયમ માટે વિદાય આપવાનો વારો આવ્યો. આ પહેલાં ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક લગ્નનો અવસર માતમમાં ફેરવાય ગયાનો કિસ્સો સામે આવ્યો હતો.

image source

લગ્ન સમયે જ ફિરોઝાબાદના એક પરિવારમાં 9 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. સંક્રમિતમાં દુલ્હન પણ સામેલ હતી. જ્યારે વરરાજાનું 4 ડિસેમ્બરે નિધન થઈ ગયું હતું. સંક્રમણના શિકાર લોકોની સારવાર કરવામાં આવી રહી હતી અને સૌથી મોટી વાત કે આ નવદંપત્તિના લગ્ન હજુ 12 દિવસ પહેલાં જ થયા હતા. મળતી માહિતી અનુસાર 4 ડિસેમ્બરે દુલ્હાનું મોત નિપજ્યું હતું, દુલ્હાને તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી.

image source

પરંતુ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. જે બાદ શંકા જતા પરિવારના લોકોની તપાસ કરવામાં આવી તો 9 લોકો સંક્રમિત સામે આવ્યા હતા. ફિરોઝાબાદના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. નીતા કુલશ્રેષ્ઠે જણાવ્યું કે યુવકના 25 નવેમ્બરનાં રોજ લગ્ન થયા હતા. લગ્ન પછી તરત જ યુવકનું સ્વાસ્થ્ય બગડ્યું અને 4 ડિસેમ્બરે તેનું મોત થયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત