Site icon News Gujarat

આ દુલ્હને તોડી વિદાઈ સમયની પરંપરા, લગ્નમાં હાજર સૌ લોકો જોતા જ રહી ગયા

લાલ રંગનો લહેંગો, ભારે આભૂષણ, હાથમાં લાલ બંગડીઓ અને આંખોમાં શરમ’, આ લૂકમાં નજર આવી રહેલી આ યુવતીને આપણ એક દુલ્હનની નજરેથી જોઈએ છીએ છે. અને કેમ ન જોઈએ આખરે આપણા રીતરિવાજ અને પરંપરા મુજબ ભારતીય નવવધૂઓ તેમના લગ્નમાં આ લૂકને અપનાવે છે. વર્ષોથી, એક પરંપરા છે કે છોકરીના સુહાગની નિશાની લાલ હોય છે, તેથી તેણે લાલ રંગના કપડા પહેરાવવામાં આવે છે, લગ્ન દરમિયાન તે ભારે આભૂષણ પહેરે છે, તેની આંખો જુકેલી અને તેના માથા પર પલ્લુ હોય છે, જેમ ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જે તેમા બંધબેસતી નથી, સમાજ તેમની જુદી જુદી વાતો કરે છે. જો કે હવે સમયની સાથે સાથે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે.

image source

હવે દુલ્હન તેના લગ્નમાં ફક્ત લાલ જ નહીં, પણ અન્ય રંગના રંગોના કપડાની પસંદગી કરી રહી છે, હવે તે શરમાવાની જગ્યાએ પોતાના લગ્નને ખુલ્લીને એન્જોય કરી રહી છે. આટલું જ નહીં, હવે તે ચાર લોકોની સામે પોતાના વર સાથે રોમાંસ પણ કરી રહી છે. આ બદલાતા ટ્રેન્ડ પાછળ મૂવીઝ, ટીવી શોનો મોટો હાથ છે. મહિલાઓ હવે તેમના ખાસ દિવસે જે કરવાનું છે તે કરે છે. તાજેતરમાં, એક વહુએ નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે, જેમા તેમની વિદાઈના સમયે વરરાજાના બદલે પોતા કાર ચલાવી હતી.

image source

એક દુલ્હનને પોતાની વિદાયના સમયે કાર ચલાવવાની કલ્પના પણ કોઈ નથી કરી શકતું, પરંતુ સ્નેહા સિંઘીએ (દુલ્હન) તેને હકિકતમાં કરી બતાવ્યું છે. સ્નેહાએ સાબિત કર્યું છે કે છોકરીઓ જે ઇચ્છે છે તે પ્રમાણે જીવે છે. તેની વિદાયમાં સ્નેહા સિંઘી(Sneha Singhi)નો કાર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સ્નેહાનું આ પગલું લાખો યુવતીઓને પ્રેરણા આપે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લાલ લહેંગામાં સ્નેહા તેના પતિ સૌગત ઉપાધ્યા(Saugat Upadhaya) સાથે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી છે. સોશિયલ મીડિયા પર તેના નિર્ણયની ભારે પ્રશંસા થઈ રહી છે.

image source

સ્નેહા વિશે વાત કરીએ તો તે કોલકાતામાં એક શેફ છે અને ત્યાં અનેક કાફે ચલાવે છે. સ્નેહાએ વિદાય સમારંભ દરમિયાન વાહન ચલાવવાના નિર્ણય વિશે મીડિયાએ જ્યારે તેમને પૂછ્યું કે તે પહેલેથી જ કોઈ યોજના હતી કે અચાનક મગજમાં આવ્યું. આ અંગે તેમણે કહ્યું, અમે આ વિશે અઠવાડિયા પહેલા વાત કરી હતી અને મેં સૌગાતને કહ્યું હતું કે હું આવુ કરીશ. તેમણે હસીને મને કહ્યું, હા, બેશક તે અદ્ભુત લાગશે. લગ્ન પછી હું તે વિશે સાવ ભૂલી ગઈ હતી અને હું કારમાં બેસવા માટે તૈયાર હતી. પરંતુ સૌગત એ મને ગાડી ચલાવવા કહ્યું. હું આ સાંભળીને ખૂબ જ શોક્ડ અને ઉત્સાહિત હતી.

image source

વિદાય વખતે ડ્રાઇવિંગ કરીને સ્નેહાએ સમાજમાં એક નવું સ્ટેન્ડર્ડ સ્થાપિત કર્યું છે, પરંતુ જો તેના પતિ સૌગતાએ તેને ટેકો ન આપ્યો હોત તો આ શક્ય ન બનત. આ તરફ સ્નેહાએ કહ્યું, મેં ખરેખર આ વિશે વિચાર્યું નહોતુ. સોગાત સાથે હોય ત્યારે હુ કાર ચલાવું છું. અહિયા સુધી કે અમારી પહેલી ડેટ સમયે પણ જ તેમને પોતાની કાર લઈને ઘરે છોડવા ગઈ હતી જો કે તેમની પાસે પોતાની કાર હતી. જ્યારે હું આ પ્રકારની બાબતો આવે છે ત્યારે હું સુપર આત્મનિર્ભર બની જાઉં છું અને તેઓએ હંમેશાં મનવે તે વ્યક્તિ બનવા દીધી અને જે હુ છું અને મને હંમેશાં આ પ્રકારની વસ્તુઓ કરવા માટે પ્રેરણા આપી.

આ ઉપરાંત જ્યારે સ્નેહાને તેની સાસુ-વહુની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, તે મારા કરતા વધારે ખુશ હતા. સૌગાતા વાહન ચલાવતો નથી અને તેઓ જાણે છે કે હું જ ડ્રાઇવ કરું છું. માર બ્રધર ઈન લો પાછળની સીટ પર બેસી ગયા અને મારા પતિએ મારા સાસરાને કહ્યું, ડેડી, તે મેનેજ કરી લેશે.’ તેને ફક્ત એટલા માટે ચિંતિત હતા કે હું બોનેટ પર ફૂલોના ગુલદસ્તા હોવાને કારણે કાર ચલાવી શકીશ કે નહીં.

image source

જ્યાં સ્નેહાએ પોતાને શાંત, રૂઢિવાદી તોડનાર વહુ હોવાનું સાબિત કર્યું છે, તો બીજી બાજુ તેણીએ તેના લગ્ન માટે પરંપરાગત લાલ કલરના કપડા પસંદ કર્યા છે, જેમાં રાજસ્થાની માથા, સફેદ બંગડીઓ અને કુંદનની માળા હતી, તેમણે શોપિંગ સ્ટોરી વિશે વાત કરતા સ્નેહાએ કહ્યું કે, જ્યારે અમે શોપિંગ માટે ગયા ત્યારે ગ્રાહકોને દુકાનમાં આવવાની મંજૂરી ન હતી. અમે જે પસંદ કર્યું હતું તેને જોવા માટે અમારે ફેસટાઈમ કરવામો હતો. અમે સ્ટોરની બહાર બેઠા હતા. તેથી અમે ફક્ત 6-7 લહેંગા જોયા અને મેં લાલ રંગનો લહેંગો પસંદ કર્યો.

સ્નેહા અને સૌગતની લવ સ્ટોરી

image source

સ્નેહા અને સૌગતની લવ સ્ટોરી કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી. બંનેએ એકબીજાને 8 વર્ષ ડેટ કર્યા પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતા સ્નેહાએ કહ્યું કે, સૌગત અને હું 8 વર્ષથી રિલેશનશિપમાં છીએ. આ પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. હું વ્યવસાયે એક શેફ છું અને કોલકાતામાં થોડા કાફે ચલાવું છું. એક દિવસ તે તેના મિત્રો સાથે મારા કેફે પર આવ્યો. પછી મેં સાંભળ્યું કે તે તેના મિત્રોને કહેતો હતો કે તે શાકાહારી ખાવાના મૂડમાં નથી. તેથી મેં નક્કી કર્યુ કે હુ તેનો ઓર્ડર લઉ જાતે રસોઇ બનાઉ. તેમને મેં બનાવેલું ભોજન પસંદ આવ્યું. આ પછી તે ઘણી વાર મારા કાફે આવવા લાગ્યો. આ રીતે, અમારી મિત્રતા થઈ અને હવે અમારા સંબંધોને 8 વર્ષ થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version