જો તમને પણ બધાને વિડીયો કોલ કરવાની આદત હોય તો પહેલા વાંચી લો ‘આ’, નહિં તો હવે બીલ આવશે લાંબુ
દેશમાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી છે ત્યારે મોટાભાગની વ્યક્તિઓને વર્ક ફ્રોમ હોમ કરવાની ફરજ પડી રહી છે. ઉપરાંત શાળામાં અભ્યાસ કરી રહેલ નાના બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓને હાલમાં ચાલી રહેલ મહામારીના સમયમાં તેમનો અભ્યાસ પણ હવે ઓનલાઈન ક્લાસીસ મારફતે કરાવવામાં આવી રહ્યા છે.

ત્યારે આટલી બધી રીતે એકાએક વધી ગયેલ કોન્ફરન્સ વિડીયો કોલિંગની માંગને ધ્યાન રાખીને ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (TRAI) એ દરેક ઉપભોક્તા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારીના સમયે TRAIએ પોતાની એડવાઇઝરી જાહેર કરતા જણાવ્યું છે કે, આપે કોઇપણ પ્રકારના ઓડિયો કોન્ફરન્સ કોલ પ્લેટફોર્મ સાથે કનેક્ટ થતા સમયે સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે.
હાલમાં જ કેટલાક વ્યક્તિઓએ વિડીયો કોલિંગ અને ઓનલાઈન ઓડિયો કોલિંગના કારણે ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ કરતા તે વ્યક્તિઓ જણાવે છે કે ઓડિયો કોલિંગ કે પછી વિડીયો કોલિંગ કરી લીધા પછી તેઓને મોટી રકમની ચુકવણી કરવી પડી રહી છે. TRAI પાસે આવી જ કેટલીક ફરિયાદો આવ્યા પછી TRAIએ એક એડવાઇઝરી જાહેર કરતા જણાવે છે કે, કોઇપણ ઉપભોક્તાએ ઓનલાઈન વિડીયો કોલિંગ કે પછી ઓડિયો કોલિંગ સાથે જોડતા પહેલા તેની શરતો અને ચાર્જીસ વિષે જાણકારી મેળવી લેવી.

ઓડિયો કોન્ફરન્સ કોલમાં જોડતા પહેલા તેની શરતો અને ચાર્જિસ વિષે તપાસ કરી લો.:
વર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે લોકોને ફરજીયાતપણે ઘરમાં રહેવાનું હોવાથી લોકો એકબીજા સાથે રૂબરૂ નહી મળી શકાતુ હોવાથી લોકો એકબીજાને વિડીયો કોલની મદદથી એકબીજાને જોવાનો આનંદ માણે છે. ઉપરાંત મોટાભાગનું કામ પણ ઓનલાઈન થતું હોવાથી કોન્ફરન્સ કોલિંગ કરવું ખુબ જરૂરી બની જાય છે.
ત્યારે TRAI દ્વારા એક એડવાઇઝરી જાહેર કરતા જણાવે છે કે, ઉપભોક્તાઓએ ઓડિયો કોલિંગથી ઓનલાઈન કોન્ફરન્સીંગ કોલમાં જોઈન થતા પહેલા નંબર અને હેલ્પલાઈન નંબર પર કોલ કરીને આપે કોલિંગની શરતો અને તેના ચાર્જિસ વિષે જાણકારી મેળવી લેવી જોઈએ.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (TRAI)ના ધ્યાનમાં કેટલાક સમય પહેલા ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક ઉપભોક્તાઓને ફોન બીલની ઘણી મોટી રકમની ચુકવણી કરવી પડી હતી. જયારે કોઈ ઉપભોક્તા કોઈ જાણીતા ઓનલાઈન કોન્ફ્ર્સિંગ પ્લેટફોર્મ પર કનેક્ટ થાય છે ત્યારે તેઓ ભૂલથી ઇન્ટરનેશનલ ફોન નંબર કે પછી કોઈ પ્રીમીયમ નંબર પર ડાયલ થઈ ગયા હતા.
કોલ ટર્મિનેશન ચાર્જ ૩૫ થી ૬૫ પૈસા પ્રતિ મિનીટ.:

ગયા મહીને TRAI એ ઇન્ટરનેશનલ કોલ ચાર્જ (કોલ ટર્મિનેશન ચાર્જ) માં શુક્રવારના રોજ વધારો કરવાની મંજુરી આપી દેવામાં આવી છે. આની પહેલા આ ચાર્જ ૩૦ પૈસા પ્રતિ મિનીટ હતા જે હવે વધીને ૩૫ પૈસા થી ૬૫ પૈસા જેટલા વધારી દેવામાં આવ્યા છે.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત