વિશ્વની આંખો અંજાઈ જાય એવો વીડિયો, મુસાફરોની કાર પર સિંહ ચઢી ગયો અને હુમલો કરવાને બદલે બધાને ગળે લગાડ્યાં

વિશ્વના પ્રત્યેક જીવને પ્રેમની ભૂખ હોય છે, તે સમજવું જરૂરી છે કે તે ક્યારે તમારી પાસેથી લગાવની અપેક્ષા રાખે છે અને ક્યારે તે એવું ઇચ્છે છે કે મનુષ્ય તેનાથી દૂર રહે. જો કે, ઘણી વખત માણસો પ્રાણીઓની ઇચ્છાને સમજી શકતા નથી અને કાળના મુખમાં ધકેલાઈ જાય છે. જો તમે લાઇન ટાઇગર સફારીમાં ભટકતા હોવ તો સિંહ તમારી કાર પર ચઢી જાય તો ચોક્કસપણે તમારી હાલત ખરાબ થઈ જશે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક પ્રવાસીઓ ટાઈટગ સફારીમાં ફરતા જોવા મળે છે અને તેને કડવો અનુભવ થયો છે.

गाड़ी में बैठकर टाइगर सफारी घूम रहे थे पर्यटक, वीडियो में देखें पास पहुंचकर शेर ने किया क्या
image source

ઘણા પ્રવાસીઓ કારમાં બેસીને ટાઇગર સફારીમાં સફરની મજા લઇ રહ્યા છે. ત્યારે એક સિંહ તેમની તરફ દોડી આવ્યો અને કારમાં ચઢી ગયો. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે સિંહ કોઈનું નુકસાન ન કર્યું અને ઉલ્ટાનું પ્રવાસીઓને ગળે લગાડવા લાગ્યો. તે એ રીતે ગળે લગાવે છે કે જેમ છૂટા પડેલા મિત્રો ફરીવાર મળી રહ્યા હોય.

image source

તમે પણ આ વીડિયો જોયા પછી આશ્ચર્યચકિત થઈ જશો. ઉલ્લેખનીય છે કે આ વીડિયો રશિયાના ક્રિમીઆમાં લાઇન સફારીનો છે. આ સફારીનું નામ ટાઇગન સફારી પાર્ક છે, જે એક પ્રાઈવેટ લાયન પાર્ક છે.

image source

30 હેક્ટરમાં ફેલાયેલા આ પાર્કમાં આશરે 80 સિંહો અને 50 ચિત્તા રહે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સિંહ પ્રવાસીઓને ગળે લગાવે છે અને પ્રેમ કરે છે.

image source

આ વીડિયોને ભારતીય ફોરેસ્ટ સર્વિસ (આઈએફએસ) ના અધિકારી પ્રવીણ આંગુસામીએ તેના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે આ વીડિયો વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આ વિડિઓને અત્યાર સુધીમાં 1400 થી વધુ વાર જોવાઈ છે, તેની સાથે 155 લાઈક્સ છે અને 16 વાર આ વીડિયોને રીટવીટ પણ કરવામાં આવ્યો છે. હવે આ વીડિયો લોકો વચ્ચે ચર્ચાનું માધ્યમ બન્યો છે.

થોડા દિવસ પહેલાં જ એક ભયાનક ઘટના સામે આવી હતી. જુનાગઢ જિલ્લાના એક ગામમાં આવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સોમવારે રાત્રે બે સિંહે 17 વર્ષની છોકરી પર ક્રૂર હુમલો કર્યો હતો અને 15 મિનિટ સુધી તેના શરીરના અંગો ખાધા હતા. વન વિભાગના અધિકારીઓએ કહ્યું કે, લોકો સવારમાં ધાબળો ઓઢીને જાહેરમાં શૌચક્રિયા કરવા માટે જાય છે ત્યારે સિંહ તેમને અન્ય કોઈ પ્રાણી સમજી લેવાની ભૂલ કરે છે અને તેમના પર હુમલો કરે છે. વંથલી તાલુકાના ધણફુલીયા ગામની ભાવના બામણિયા અને તેની પિતરાઈ બહેન રેખા રાત્રે 9.30થી 10 કલાકની વચ્ચે ઘર બહાર શૌચક્રિયા માટે ગઈ હતી. કડકડતી ઠંડી પડી રહી હોવાથી છોકરીઓએ ધાબળો ઓઢ્યો હતો. અચાનકથી જ ત્રણથી ચાર વર્ષની ઉંમરના બે સિંહ ક્યાંકથી આવી ચડ્યા હતા અને ભાવના પર હુમલો કર્યો હતો. આઘાત પામી ગયેલી રેખા નજીકના તળાવમાં કૂદી પડી હતી જ્યારે સિંહે ભાવનાને માથાથી દબોચી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત