Site icon News Gujarat

VIDEO:નેહા કક્કર અને રોહનપ્રિત સિંહ અડધી રાત્રે પહોંચ્યા આવું કામ કરવાં, કેમેરામેનને જોતા જ….

બોલિવૂડની ફેમસ સિંગર નેહા કક્કર આ દિવસોમાં પોતાની મેરેજ લાઈફલ ખૂબ જ એન્જોય કરી રહી છે. નેહા કક્કર ઘણીવાર પતિ રોહનપ્રીત સિંહ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળે છે. તાજેતરમાં નેહાએ રોહનપ્રીત સાથે ‘ધ કપિલ શર્મા શો’માં પધારી હતી. જ્યાં બંનેએ તેમની લવ લાઈફને લઈને ઘણાં ખુલાસા કર્યા હતાં. નેહા અને રોહનપ્રીત ઘણીવાર મસ્તી કરતા જોવા મળે છે. ત્યારે ગઈકાલે રાત્રે નેહા અને રોહનપ્રીત મુંબઈના રસ્તા પર જોવા મળ્યાં હતાં. જ્યાં રસ્તામાં બંનેને કેમેરામેન પણ મળી ગયો હતો અને પછી જોવા જેવા સીન થયા હતા.

image source

ખરેખર બન્યું એવું કે ગઈકાલે રાત્રે નેહા કક્કર રોહનપ્રીત સિંહ સાથે ઢોસા ખાવા ગઈ હતી. ત્યારે બંનેને રસ્તામાં કેમેરામેન મળ્યો. આવી સ્થિતિમાં જ્યારે બંનેને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યાં જઇ રહ્યા છે ત્યારે નેહાએ કહ્યું કે અમે બંને ઢોસા ખાવા જઈ રહ્યા છીએ. નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને એકબીજા સાથે ખૂબ ખુશ લાગે છે.

image source

નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ એક બીજા સાથે કારમાં જોવા મળી રહ્યા છે. જ્યાં ફોટોગ્રાફરો પૂછે છે, બંને જણાવે છે કે તેઓ ઢોસા ખાવા જઇ રહ્યા છે. આ દરમિયાન બંને એકબીજાની પ્રશંસા કરતા પણ જોવા મળે છે.

આ પહેલાં નેહા કક્કર અને રોહનપ્રીતસિંહે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હનીમૂન ડાયરી શેર કરી હતી. નેહા કક્કરે ઇન્સ્ટાગ્રામ પર પોતાના હનીમૂન સમયની રોમેન્ટિક પળો શેર કરી હતી. આ તસવીરોમાં નવા પરિણીત દંપતી નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ ખૂબ આનંદમાં જોવા મળી રહ્યાં હતા અને આ ફોટામાં દુબઈનો જોરદાર નજારો પણ જોવા મળી રહ્યો છે. પરિવાર અને ચાહકો પણ આ ફોટો જોઈને જોરદાર ટિપ્પણી કરી રહ્યા છે.

image source

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના આ ફોટા પર પરિવારના સભ્યોએ પણ ટિપ્પણી કરી છે. નેહા કક્કરની બહેન સોનુ કક્કરે ક્યુટ લખ્યું છે, જ્યારે ટોની કક્કરે કોમેન્ટ લખી છે કે, ‘ઓયે હોયે કેટલી સુંદર …’ આ રીતે નેહા કક્કર અને તેના પતિ રોહનપ્રીત સિંહને ફેન્સનો પણ અઢળક પ્રેમ મળી રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version