પતિના જીવતા હોવા છતાં પણ વિધવા જેવી જિંદગી જીવે છે આ સ્ત્રીઓ, જાણો આ પરંપરા વિશે

દુનિયાભરમાં એવા ઘણા દેશો અને અલગ અલગ સમુદાયના લોકો છે જે કોઈને કોઈ પરંપરાને અનુસરે છે જે જોવા અને સાંભળવામાં થોડી વિચિત્ર લાગે છે. ભારતમાં પણ વિવિધ પ્રકારની ધાર્મિક પરંપરાઓ અને રિવાજો જોવા મળે છે. આમાંથી કેટલીક પરંપરાઓ એટલી વિચિત્ર છે કે તેના વિશે સાંભળીને આશ્ચર્ય પણ થાય છે. તો ચાલો આજે જાણીએ આવી જ એક અનોખી પરંપરા વિશે, જેના વિશે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

image soucre

ભારતમાં અનેક સમુદાયના લોકો રહે છે અને દરેકના રિવાજો પણ અલગ-અલગ હોય છે. પરંતુ તમામ ધર્મો અને સમુદાયોના નિયમો અને રિવાજોનું પાલન મોટાભાગે મહિલાઓને જ કરવાનું હોય છે. બીજી તરફ હિંદુ ધર્મમાં લગ્ન પછી વિવાહિત મહિલાઓ માટે બિંદી, સિંદૂર, મહાવર જેવી વસ્તુઓથી શણગારવું જરૂરી માનવામાં આવે છે. બિંદી, સિંદૂર એ સુહાગન સ્ત્રીઓના પ્રતીક હોય છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે તેમના પતિના લાંબા આયુષ્ય માટે, સ્ત્રીઓ સોળ શણગાર કરે છે. સોળ શણગાર ન કરવો એ પણ અશુભ માનવામાં આવે છે. પણ આપણા દેશમાં જ એક એવો સમુદાય છે જ્યાં પત્નીઓ પતિની લાંબી ઉંમર માટે વિધવા જેવી જિંદગી જીવે છે. તો ચાલો જાણી લઈએ એ વિશે

અહીંયા વિધવાની જિંદગી જીવે છે સુહાગન સ્ત્રીઓ

image socure

ભારતમાં એક સમુદાય છે, ગછવાહા, જેમાં લોકો વિચિત્ર રીત-રિવાજોનું પાલન કરે છે. આ સમુદાયની મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે દર વર્ષે વિધવા જેવું જીવન જીવે છે. આ સમાજની મહિલાઓ પતિ જીવિત હોવા છતાં વર્ષમાં લગભગ 5 મહિના વિધવાઓની જેમ જીવે છે. આ સમુદાયની મહિલાઓ લાંબા સમયથી આ અનોખી પરંપરાનું પાલન કરી રહી છે. એટલું જ નહીં આ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે 5 મહિના સુધી ઉદાસ પણ રહે છે.

image socure

આ સમુદાયના લોકો પૂર્વ ઉત્તર પ્રદેશમાં રહે છે. તો આ સમુદાયના પુરુષો વર્ષમાં પાંચ મહિના ઝાડમાંથી તાડી કાઢવાનું કામ કરે છે. આ સમય દરમિયાન મહિલાઓ વિધવાઓ જેવું જીવન જીવે છે. આ સમુદાયની પરંપરા છે કે દર વર્ષે જ્યારે પુરુષો પાંચ મહિના સુધી ઝાડ પરથી તાડી કાઢવા જાય છે ત્યારે પરિણીત મહિલાઓ કપાળ પર સિંદૂર કે બિંદી લગાવશે નહીં. સાથે જ તે કોઈપણ પ્રકારનો શૃંગાર પણ કરતી નથી.

image soucre

મહિલાઓ 5 મહિના સુધી શણગાર કરતી નથી કારણ કે તાડના ઝાડ પર ચડીને તાડી ઉતારવી ખૂબ જ મુશ્કેલ કામ માનવામાં આવે છે. તાડના ઝાડ એકદમ ઊંચા અને સીધા હોય છે. આ દરમિયાન જો સહેજ પણ ભૂલ થાય તો વ્યક્તિ ઝાડ પરથી નીચે પડીને મૃત્યુ પામે છે. એટલા માટે તેમની પત્નીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કુળદેવીની પ્રાર્થના કરે છે અને માતાના મંદિરમાં તેમનો શ્રૃંગાર રાખે છે. ગચ્છવાહ સમુદાય તારકુલાહા દેવીને તેમની કુળદેવી માને છે અને તેમની પૂજા કરે છે. આ સમુદાયનું માનવું છે કે એવું કરવાથી કુળદેવી પ્રસન્ન થઈ જાય છે જેનાથી એમના પતિ 5 મહિનાના કામ પછી સકુશલ ઘરે પાછા ફરે છે