વિધવા મહિલાની એકલતાનો લાભ લઈ 32 વર્ષના યુવકે બનાવી હવસનો શિકાર

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે એક માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે વડોદરાના સાવલી ખાતે. મળતી માહિતિ અનુસાર સાવલી વિસ્તારમાં રહેતી 55 વર્ષની વિધવા મહિલા પર 32 વર્ષના એક યુવકે દુષ્કર્મ આચર્યું છે. રાતના સમયે યુવકે એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્ય હતું. તો બીજી તરફ વિધવા મહિલાએ મદદ માટે 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. જેથી અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જ્યાં મહિલાની આપવીતી જાણ્યા બાદ સાંત્વના આપી હતી અને સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કહ્યું હતું.

image source

મહિલાને પરિવારમાં 2 પુત્ર છે

આ ઘટનાની પોલીસ ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સાવલી પાસે ગામમાં રહેતી 55 વર્ષની મહિલાના પતિનું 5 વર્ષ પહેલાં અવસાન થયું હતું. મહિલાને પરિવારમાં 2 પુત્ર છે અને તેઓ અન્ય સ્થળે ફેક્ટરીમાં કામ કરી ગુજરાન ચલાવે છે અને મહિલા અહીં મજૂરી કરે છે. તો બીજી તરફ ગુરુવારે ગામમાં લગ્નનું આયોજાન થયું હતું, જેમાં આ વિધવા મહિલા કામ કરવા ગયા હતા ત્યાર બાદ ઘરે પરત ફરી સૂતા હતા.

image source

મોઢામાં ડૂચો મારી દુષ્કર્મ આચર્યું

આ દરમિયાન પ્રવિણ (ચંપક પરમાર) નામનો વ્યક્તિ રાત્રીના અંધકારનો લાભ લઈ તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો. ત્યાર બાદ યુવકે વિધવાને પકડી લઇ મોઢામાં ડૂચો મારી દુષ્કર્મ આચર્યું હતું . ત્યાર બાદ આ વિધવા મહિલાએ સમગ્ર ઘટનાની જાણે પોતાની બહેનને કરી હતી.

image source

181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કર્યો

ત્યાર બાદ બંને બહેનોએ હિંમત કરી અભયમ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. જેથી અભયમ દ્વારા પોલીસ અને 108 એમ્બુલન્સને જાણ કરાઈ હતી. ત્યાર બાદ ટીમ મહિલા પાસે પહોંચી હતી અને તેને સાંત્વના આપી હતી અને સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા સાથે લઈ ગઈ.

image source

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

તો બીજી તરફ આવી એક ઘટના ઉતર ગુજરાતના ખેડબ્રહ્મા તાલુકામાં સામે આવી છે. જ્યાં અંતરિયાળ વિસ્તારની સગીરા શાળા બંધ હોઇ લૉકડાઉનમાં ઘરે હોઇ અન્ય લોકો સાથે ખેતીનું કામ કરવા જતી હતી. આ દરમિયાન ઇકોમાં જતાં ચાલકે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું અને તેને ગર્ભવતી બનાવી હતી. આ ઘટના જાણ થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ત્યાર બાદ ઘટનાની ગંભીરતાને લઈને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!