Site icon News Gujarat

સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, કારણ અકબંધ, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

હાલમાં આપઘાતના કિસ્સા ખુબ સામે આવી રહ્યા છે. અફસોસની વાત તો એ છે કે નાના નાના બાળકો પણ જીવન ટૂંકાવી રહ્યા છે. કારણ કે હાલમાં જ જુનાગઢના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રહીને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. આપઘાતનું કારણ હાલ અકબંધ છે. મૃતક વિદ્યાર્થી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીપરિયા ગામનો વતની છે. આજના યુગનું ભણતર એટલી હદે ભારે થતું જાય છે કે વિદ્યાર્થીઓ આપઘાત પર ઉતરી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીએ પોતાના રૂમમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

image source

જો આ કિસ્સા વિશે મળતી માહિતી પ્રમાણે વિગતે વાત કરીએ તો આ વિદ્યાર્થી જે.પી. સ્વામી નીચે અભ્યાસ કરતો હોવાની માહિતી મળી રહી છે. આપઘાતના બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ કેસના કારણે વિશે જાણવા માટે વધારે તપાસ હાથ ધરી છે. આપઘાત કરી લેનાર વિદ્યાર્થી વિશે માહિતી મળી રહી છે કે તેમનું નામ ઉત્સવ ઠુમર છે. જો કે હજુ ઉત્સવે શા માટે આપઘાત કરી લીધો છે તેની માહિતી મળી નથી.

image source

જે.પી સ્વામીના કહેવા પ્રમાણે તેઓ રાત્રે 10 વાગ્યા સુધી ઉત્સવ સાથે હતા. ઉત્સવના મોઢા પર ચિંતા કે કોઈ એવા હાવભાવ ન હતા જેના પરથી લાગે કે તે આપઘાત કરી લેશે. પણ જ્યારે જે.પી સ્વામી જ્યારે મંગળા આરતી બાદ ઉત્સવના રૂમમાં ગયા ત્યારે તે ફાંસીએ લટકી રહ્યો હતો એવું કહેવામાં આવી રહ્યું છે.

image source

જેવી જ આ ઘટનાની જાણ થઈ કે તરત જ હંગામો મચી ગયો હતો અને તરત જ આ સમગ્ર કિસ્સા વિશે મંદિરના અન્ય સંતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં વિદ્યાર્થીના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. આ મામલે જે.પી. સ્વામીએ જણાવ્યું હતું કે, “ઉત્સવ બગસરાની બાજુમાં આવેલા પીપરિયા ગામના ઠુમર પરિવારમાંથી આવ્યો હતો. ઉત્સવ અહીં અભ્યાસ કરતો હતો.

image source

તે ખૂબ ધાર્મિક લાગણી ધરાવતો હતો. દિવાળી પછી વેકેશન માટે તેના ગામ જઈને આવ્યો હતો. ઉત્સવના દાદાની તબિયત નાદુરસ્ત હોવાથી તે ત્યાં રોકાયો હોવાની પણ માહિતી મળી હતી. જો કે દુખની વાત છે કે, આ દરમિયાન દાદા અને દાદીનું નિધન થયું હતું. ગયા શનિવારે જ તે જૂનાગઢ પરત મંદિરમાં આવ્યો હતો. ગઈ કાલની વાત કરતાં સ્વામીએ કહ્યું કે રાત્રે અમે 10 વાગ્યા સુધી હું સાથે હતો. તે ખુશ હતો.

image source

આગળની વાત કરતાં સ્વામી કહે છે કે સુવા સમયે મને ઉત્સવે એવું પણ કહ્યું હતુ કે મેં ઠાકોરજીને આજે એક કપડું ઓછું ઓઢાડ્યું છે. આજે ઠંડી ઓછી છે. એટલે ભગવાનને ગરમી ન થાય. નિત્યક્રમ પ્રમાણે મંગળા આરતીમાં ગયા બાદ મેં જોયું તો ઉત્સવના રૂમની લાઈટ ચાલુ હતી મને પણ અજીબ લાગ્યું કારણ કે ઉત્સવ મંગળા આરતીમાં આવ્યો ન હતો. મને ચિંતા થયાં બાદ તેની તબિયત સારી છે કે નહીં તે જોવા માટે હું ઉપર ગયો હતો. મેં રૂમમાં જોયું તો તો ફાંસીએ લટકી રહ્યો હતો.

image source

જો પરિવાર આ મામલે શું કહી રહ્યો છે એના વિશે વાત કરીએ તો ઉત્સવના મોટા પપ્પા અરવિંદભાઈ ઠુમરે જણાવ્યું હતું કે, “ઉત્સવ મારા નાનાભાઈનો દીકરો હતો. પાંચ વર્ષથી સ્વામી સાથે રહીને અભ્યાસ કરતો હતો. ઉત્સવ પર કોઈનું દબાણ હોય એવું લાગતું જ હતું. ઉત્સવને કોરોના પણ થયો હતો ત્યારે મને ફોન આવ્યો હતો કે મારી તબિયત સારી છે અને આ લોકો મને સારી રીતે સાચવે છે. પણ પછી અચાનક જ સવારે મને આપઘાત અંગેની જાણ થતા ભારે દુખ થયું છે. જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ છે. જો કે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version