માર્કશીટમાં પ્રમોશન લખેલું હોય તો ભવિષ્યમાં આટલી તકલીફ પડશે, એક્સપર્ટ લોકોએ વિદ્યાર્થીઓને આપી સોનેરી સલાહ

હાલમાં છેલ્લા 3 દિવસથી એક જ વાત થઈ રહી છે કે વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાની વાત સારી છે કે ખરાબ, જો કે હવે આ જ બાબતે નિષ્ણાંતોને કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને એ જાણવાની કોશિશ કરી હતી કે માસ પ્રમોશન 10માં ધોરણ માટે કેટલું યોગ્ય ગણી શકાય. તો એ પ્રશ્નો કંઈક નીચે પ્રમાણે હતા.

સવાલ: હવે માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીને ધો. 11માં પ્રવેશ કેવી રીતે મળી શકશે?

જવાબ: સરકારે ધો. 11ના પ્રવેશ માટે હજુ ગાઇડલાઇન નક્કી કરી નથી.

image source

સવાલ: ITI અને ડિપ્લોમામાં મેરીટ લિસ્ટ કેવી રીતે નક્કી થશે?

જવાબ:તમામ નિર્ણય માટે કમિટી બનાવી છે, જેના રિપોર્ટના આધારે સ્પષ્ટ થશે. હાલમાં સરકારે માત્ર માસ પ્રમોશનનો નિર્ણય કર્યો છે એ જ ધ્યાનમાં રાખીએ.

સવાલ: એ મોટી મૂંજવણ છે કે વિદ્યાથીને ધોરણ 11માં હવે કંઇ ફિલ્ડમાં મુકવા જોઇએ?

જવાબ: જે-તે વિદ્યાર્થીના પાછલા 3 વર્ષના પરિણામનો સર્વે કરીને કઇ સ્ટ્રીમમાં પ્રવેશ મેળવવો તે બાબતે નિર્ણય કરી શકાય છે.

સવાલ: માર્કશીટમાં માસ પ્રમોશન લખેલું હોય તો કરિયરમાં કે આગળ જતાં નોકરીમાં તેની કોઈ અસર થશે?

જવાબ: સમગ્ર દેશમાં માસ પ્રમોશન આપે તો વાંધો નહીં આવે, વિદેશમાં અભ્યાસ માટે જવું હોય તો તકલીફ પડી શકે એવી શક્યતા છે

image source

સવાલ: રેગ્યુલગરનું તો થઈ ગયું પણ રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે કેમ?

જવાબ: હાલની સ્થિતિને જોતા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા મોડી લેવાઇ શકે છે. જોકે સરકારે હજુ નિર્ણય કર્યો નથી.

સવાલ: ધો.10ની માર્કશીટ કઈ કઈ પ્રવેશ પરીક્ષામાં માન્ય ગણાય છે?

જવાબ: જેઇઇ, નીટ, સીમેટ સહિતની તમામ એન્ટ્રસ્ટ ટેસ્ટમાં ફરજિયાત છે. તે સાથે દેશ વિદેશની શૈક્ષણિક સંસ્થામાં પણ ફરજિયાત છે.

સવાલ: ધો. 10માં ભરેલી પરીક્ષા ફી પરત મળશે?

જવાબ: સરકાર આ મમાલે યોગ્ય નિર્ણય કરશે. પરંતુ મહદઅંશે પરીક્ષા ફી પાછી મળે તેવી સંભાવના દેખાઈ રહી છે.

image source

સવાલ: ધો.10ની બોર્ડની પરીક્ષાનો અનુભવ નથી મળ્યો ત્યારે ધો.12ની બોર્ડની પરીક્ષા માટે શું કાળજી લઇ શકાય?

જવાબ: દરેક સ્કૂલે આ માટે પોતાની વ્યવસ્થા ઉભી કરવી પડશે અને ધો. 10ની જેમ જ ધો.11ની પરીક્ષા સ્કૂલ કક્ષાએ લેવી જોઇએ.

સવાલ: ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપમાં લેવાય કે બી ગ્રુપ?

જવાબ: ગણિતમાં સારા માર્ક્સ આવતા હોય તો એ ગ્રુપ અને અને વિજ્ઞાનમાં સારા માર્ક્સ હોય તો બી ગ્રુપમાં પ્રવેશ લઇ શકાય.

સવાલ: ધો.10ના માસ પ્રમોશનની માર્કશીટ હોય અને સરકારી નોકરી જોતી હોય તો કોઈ વાંધો આવે?

જવાબ: નવનિર્માણ સમયે માસ પ્રમોશન આપતા સરકારી નોકરીમાં તકલીફ પડી હતી. જેથી ફરી તે સ્થિતિ સર્જાય તેવી સંભાવના નકારી શકાય નહીં. પરંતુ આ માત્ર શક્યતા છે

image source

ત્યારે આ બધા પ્રશ્નો અને જવાબો જોઈને 10માં ધોરણામાં માસ પ્રમોશન આપવાના નિર્ણયની સ્કૂલો, વાલીઓ અને શિક્ષણ પર માઠી અસર પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. શિક્ષણ વિભાગના સૂત્રો મુજબ ધો. 10માં અંદાજે 79 હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થાય છે. આમાંથી સરેરાશ 11 હજાર જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે આઇટીઆઇ અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવે છે. જેની સામે ધો. 11 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં 59 હજાર જેટલી બેઠકો છે. આ સાથે જ નિષ્ણાંતોનું એવું પણ કહી રહ્યાં છે કે સ્કૂલોમાં 200થી વધુ વર્ગ વધારવા પડશે અને 400 શિક્ષકોની ભરતી પણ કરવી પડશે. ત્યારે હવે આગળ જોઈએ કે કઈ રીતે આ માસ પ્રમોશન કેટલું હિતાવહ સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!