CM રૂપાણીની મોટી જાહેરાત: ગુજરાતમાં રાત્રિ કફર્યુ અને મર્યાદિત પ્રતિબંધો લંબાવાયા, જાણી લો હજુ કેટલા દિવસ રહેશે બંધ

ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ કહ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. આ સાથે જ જે રીતે ચાલી રહ્યું છે તે રીતે 36 શહેરોમાં નિયંત્રણો લાગૂ રહેશે. તાઉ- તે વાવાઝોડાની પરિસ્થિતિને જોતા નિયંત્રણોને 3 દિવસ સુધી લંબાવવાની સીએમ રૂપાણીએ આદેશ આપ્યા છે. ખરેખર તો નિયંત્રણ અને નિયમો આવતીકાલે પૂર્ણ થઈ રહ્યા હતા પંરતુ તાઉ-તે વાવાઝોડાની હોનારતને ધ્યાનમાં રાખીને મંગળ, બુધ અને ગુરુવાર સુધી આ નિયંત્રણોને કાયમ રાખવામાં આવશે તેમ સીએમ રૂપાણીએ કહ્યું છે.

image source

તાઉ -તે વાવાઝોડાને લઈને સીએમ રૂપાણીએ કહી ખાસ વાત

ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ તાઉ -તે વાવાઝોડાને લઈને કહ્યું કે સંપૂર્ણ વાવાઝોડું ટકરાતા હજુ 2 કલાકનો સમય લાગશે. રાતે 1 વાગ્યા સુધી વાવાઝોડાની અસર કાયમ રહી શેક છે. આ સાથે 4 જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળશે. આ 4 જિલ્લામાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વધુ અસર જોવા મળી શકે છે. આ જગ્યાઓએ 150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

મુંબઈમાં ફ્લાઈટ્સને લઈને લેવાયા ખાસ નિર્ણયો

ચક્રવાત તાઉ-તેએ મુંબઈમાં કહેર મચાવ્યો છે.બોમ્બેમાં નૌસેના બચાવ કાર્યમાં જોડાઈ છે. અનેક ફ્લાઈટ્સ રદ્દ કરાઈ છે અને સાથે જ અનેક ફ્લાઈટ્સને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. આ ચક્રાવાત તાઉ- તેએ 75-80 કિમી/કલાકની ઝડપે જોર આંધી અને તોફાનની સાથે મુંબઈમાં તબાહી મચાવી છે. તેનાથી અનેક ઝાડને નુકસાન થયું છે અને સાથે જ સડક પર ટ્રાફિક પમ જામ થઈ રહ્યો છે.

અન્ય ઘટનાક્રમમાં ભારતીય નૌસેનાએ અને ઓએનજીસીના લગભગ 273 કર્મીઓને બચાવવા માટે 2 જહાજ મોકલ્યા છે. મુંબઈથી 175 કીમી દૂર બોમ્બે હાઈ ફીલ્ડ્સની પાસે વહેતી નાવમાં ફસાયા છે. આ પછી ચક્રાવાત ગુજરાતના તટ સુધી પહોંચી ચૂક્યું છે. અહીં આવનારા 2 કલાક ભારે હોઈ શકે છે.

image source

2 લોકોના થઈ ચૂક્યા છે મોત

ચક્રાવાત તાઉ- તેથી ઓછામાં ઓછા 2 લોકોના મોતના સમાચાર મળ્યા છે. નવી મુંબઈમાં એક યુવક અને રાયગઢમાં એક અન્ય મહિલાનું મોત થયું છે પરંતુ અધિકારીઓએ તેની પુષ્ટિ કરી નથી. એક અધિકારીએ કહ્યું કે હવામાન વિભાગે મુંબઈને માટે અત્યાધિક ભારે વરસાદની ચેતવણી અને ભારે હવાઓની સાથે 120 કિમી/કલાક સુધી વધારવા માટે અપગ્રેડ કરાશે.

ખૂબ જ ગંભીર ચક્રાવાતી કોફાનનો પ્રભાવ રવિવાર-સોમવારની રાતથી જોવા મળી રહી છે. અનેક ક્ષેત્રોમા ભારે વરસાદની સ્થિતિ પણ જોવા મળી રહી છે. કેટલાક સ્થાનો પર વીજળી અને ગર્જના સાથે વરસાદની સ્થિતિ પણ જોવા મળી રહી છે. આ પછી સિંધુદુર્ગથી ઉત્તરની તરફ વાવાઝોડું વળ્યું છે. રત્નાગિરી રાયગઢ- મુંબઈની તરફથી ગુજરાત તટના રસ્તાથી પ્રવેશ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!