CM રૂપાણીની મદદ ના ભૂલ્યો આ નાનો ભૂલકો, અને ખબર અંતર પૂછવા પહોંચી ગયો હોસ્પિટલ, પણ….

14 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના સીએમ રૂપાણી વડોદરામાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે એક સભામાં સંબોધન કરી રહ્યા હતા. આ સમયે સીએમ રૂપાણીને ચાલુ સભામાં ચક્કર આવતા CM વિજય રૂપાણી ઢળી પડ્યા. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો. આ સમયે સ્ટેજ પર હાજર સિકયોરિટી સ્ટાફે સીએમને સંભાળ્યા હતા.

image source

જ્યારે સીએમ રૂપાણી મંચ પર સભાના સંબોધન સમયે ઢળી પડ્યા તેમને તાત્કાલિક સારવાર માટે યૂએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમના તમામ પ્રકારના ટેસ્ટ કરાવાયા. જે તમામ નોર્મલ હતા અને સાથે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં સીએમ રૂપાણીની તબિયત સ્થિર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પીએમ મોદી અને અમિત શાહથી લઈને અનેકે શુભકામનાઓ આપી છે આ સમયે આ નાનો બાળક જેનું નામ વિવેક છે તે પણ પોતાને રોકી શક્યો નહીં. તે સીએમ રૂપાણીની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચી ગયો હતો.

શા માટે બાળકે કર્યું આવું

image source

સીએમ રૂપાણીને મળવા કે ખબર પૂઠવા હોસ્પિટલ પહોંચેલા છોકરાનું નામ વિવેક દાસ છે. આ બાળક સીએમએ તેને કરેલી મદદને યાદ રાખીને વિવેક દાખવીને હોસ્પિટલ તેમની ખબર પૂછવા પહોંચ્યો હતો. ઘટનાની વિગત એવી છે કે જ્યારે વિવેકની બહેનને કેન્દ્રીય શાળામાં પ્રવેશ માટે સીએમને રજૂઆત કરાયેલી ત્યારે તેઓએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને વાત કરી અને તેની બહેનનું એડમિશન કેન્દ્રીય શાળામાં ફિક્સ થયું હતું. આ આભારને કારણે તે પણ સીએમની ખબર પૂછવા પહોંચી ગયો હતો. અહીં એમ પણ જાણવા મળી રહ્યું છે કે સીએમ રૂપાણી આ બાળક વિવેક દાસે છોટુ નામથી ઓળખે છે.

પીએમ મોદીએ પણ ફોન કરીને પૂછ્યા હતા સીએમ રૂપાણીના ખબર

image source

જ્યારે સીએમ રૂપાણીને ચક્કર આવવાના કારણે તેઓ અચાનક સ્ટેજ પર ભાષણ આપતાં ઢળી પડ્યા ત્યારે તેમની તબિયતની જાણ થતાં જ પીએમ મોદીએ તેમને ફોન કરીને તેમની ખબર પૂછી હતી. આ સાથે પત્ની અંજલીબેન રૂપાણી પણ રાતે જ રાજકોટના નિવાસસ્થાનેથી અમદાવાદની હોસ્પિટલ પહોંચવા નીકળી ગયા હતા. હાલમાં સીએમ રૂપાણીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને હોસ્પિટલના બુલેટિન અનુસાર તેમની તબિયત સ્થિર છે.

જ્યારે સીએમ રૂપાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ કરાવવાનું કહેવાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!