જો આ કમાન્ડો ના હોત તો CM રૂપાણી સીધા જ નીચે પટકાયા હોત, ચેતક કમાન્ડોમાંથી થાય છે પસંદગી

ગઈ કાલે વડોદરા ખાતે સભાને સંબંધોન કરતી વખતે સીએમ રૂપાણીને ચક્કર આવતા તે ઢળી પડ્યા હતા. આ સમયે તેમની બાજુમાં રહેલા કમાન્ડોએ ચપળતા દાખવી તેને પકડી લીધા હતા અને જમીન પર સુવડાવી દીધા હતા. જો આ સમયે કમાન્ડોએ સમયચૂકતા ન દાખવી હોત તો સીએમ રૂપાણી નીચે પટકાયા હોત.

image source

એવામાં તમને સવાલ થતો હશે કે તે કમાન્ડો કોણ છે જેમણે સીએમ રૂપાણીને તાત્કાલિક બચાવી લીધા. તમને જણાવી દઈએ કે આ સિક્યોરિટી જવાન મૂળ સાબરકાંઠાનો વતની છે અને તેમનું નામ ડી.એસ.ચૂડાવત છે અને HRPનો પીએસઆઇ છે. નોંધનિય છે કે, સીએમની સુરક્ષા માટે તેને ખાસ પ્રકારની કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી છે, જેને કારણે તે સીએમની સૌથી નજીક અને તેમના પ્રોટોકોલ પ્રમાણે વર્તન કરવાનું ચૂકતો નથી.

સીએમને ચક્કર આવ્યા ત્યારે તુરંત જ તેમણે ખભા પકડી લીધા

image source

નોંધનિય છે કે, ડી.એસ.ચૂડાવત ગઇકાલે વડોદરામાં ચાલી રહેલી સભા દરમિયાન મુખ્યમંત્રીના સિક્યોરિટીમાં હતા. જાહેર સભામાં સીએમ રૂપાણી જ્યારે સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તે તેમની પાછળ ઉભા હતા.

આ દરમિયાન સીએમ રૂપાણી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમની જીભ લથડવા લાગી અને તેનો ખબર આ કમાન્ડોને પડી ગઈ હતી અને આંખના પલકારમાં સીએમની નજીક આવી ગયો હતો જેવા સીએમ રૂપાણીને ચક્કર આવ્યા ત્યારે તુરંત જ તેમણે ખભા પકડી લીધા હતા અને સ્ટેજ પર સુવડાવી દીધા હતા.

ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે કમાન્ડોને

તમને જણાવી દઈએ કે જો આ કમાન્ડોએ સીએમ રૂપાણીના ખભા ના પકડી રાખ્યા હોત તો તેઓ સીધા જ નીચે પટકાયા હોત. જેથી તેમને ઇજાઓ પણ થઇ શકી હોત. તમને જણાવી દઈએ કે સીએમ વિજય રૂપાણી સાથે હાજર તમામ સિક્યોરિટી અધિકારીઓ સલામતી વિભાગ પોલીસ અને સીએમ સિક્યોરિટીના હોય છે.

નોંધનિય છે કે સીએમ સિક્યોરિટીમાં હાજર દરેક પોલીસકર્મીને ખાસ ટ્રેનિંગ અને પ્રોટોકોલની જાણ હોવી જરૂરી છે. આ માટે ખાસ ટ્રેનિંગ લીધેલા કમાન્ડો જ સીએમની સિક્યોરિટીમાં સામેલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, તેમની પાસે હાઇ સિક્યોરિટી અને ટેક્નિકલ નોલેજ પણ હોય છે.

image source

સીએમ વિજય રૂપાણીને Z પ્લસ સુરક્ષા મળે છે

આ સિક્યોરીટી ખાસિયત અંગે તમને જણાવી દઈએ કે, જ્યારે મુખ્યમંત્રી કોઇ જગ્યાએ જવાના હોય તેપહેલાં તેમની સિક્યોરિટી ટીમ પહેલા જઇને સુરક્ષાની તપાસ કરે છે અને તેમના આદેશ પ્રમાણે સુધારા વધારા પણ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે એક વખત સીએમ સિક્યોરિટીની લીલી ઝંડી મળે ત્યાર બાદ જ મુખ્યમંત્રી એ સ્થળ પર જાય છે.

image source

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડિયાને Z પ્લસ સિક્યોરિટી આપવામાં આવે છે. અને ત્યાર બાદ રાજ્યના ગૃમંત્રી પ્રદીપસિંહ જાડેજાને Z કેટેગરીની સિક્યોરિટી આપવામાં આવી છે અને ક્યાર બાદ રાજ્યના ડે.સીએમ નીતિન પટેલને Y કેટેગરીની સિક્યોરિટી મળે છે.

સીએમ રૂપાણીની તબિયત હાલમાં સ્થિર

સીએમ રૂપાણીની તબિયતને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ અંગે યુએન મહેતા હોસ્પિટલ ના ડોક્ટરો કહ્યું કે, સીએમ રૂપાણીના તબિયત હાલમાં સ્થિર છે. જોકે 24 કલાક તેમને આરામ પર રહેવાની સલાહ તબીબોએ આપી છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલે વડોદરાના નિઝામપુરામાં એક સભાને સંબોધન કરતી વખતે સીએમ રૂપાણીને ચક્કર આવી ગયા હતા અને તેમને તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના ખબર અંતર પુછ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!