આ ૨૦ શહેરમાં રાત્રે ૮ વાગ્યાથી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુ લાદી દીધું, લગ્નમાં પણ આટલા લોકોની જ પરમિશન, જાણો નવા નિયમો

કોરોનાના વધતા કેસ અંગે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીદ્વારા નિર્યણ લેવામાં આવ્યો છે. નીચે મુજબના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી. તેમજ લગ્નમાં ૧૦૦ લોકોને પરમિશન આપવામા આવશે. સાથે જ ૩૦ એપ્રિલ સુધી બધા મોટા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવશે.

કંઈક આ રીતે અફવાઓ ઉડી રહી હતી

image source

કોરોનાના કેસો વધતાં ફરી લોકડાઉન લાગશે એવા ડરને કારણે શહેરીજનો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ભર બપોરે બજાર અને મોલમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોમાં લોકડાઉનને લઈને ડરનો માહોલ હતો. જેને પગલે શહેરના મોલ અને બજારમાં ખરીદી માટે લાઇનો લાગી હતી.

શાક માર્કેટમાં પણ લોકો શાકની એક સાથે વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યાં હોવાના સીન જોવા મળ્યા હતા. મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ ઉડતા જોવા મળી રહ્યાં હતા અને લોકોએ નિયમો નેવે મૂકી દીધા હતા. ત્યારે પહેલાથી જ રાજ્યમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાય એની કોઈને ભાન પણ ન હતી.

image source

બપોરે પત્રકાર પરિષદ કરીને વિજય રૂપાણીએ શું જાહેરાત કરી હતી

સીએમ રૂપાણીએ કહ્યું હતું કે હાલમાં દેશ અને ગુજરાતમાં કોરોનાનાં કેસ વધ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટોટલ કેસના 60 ટકા કેસ જોવા મળે છે. અન્ય જિલ્લાઓમાં પણ કેસ વધ્યા છે. છેલ્લા 1 વર્ષથી કોરોના સામે સંઘર્ષ કરતાં આવ્યા છીએ. હાલમાં કોરોનાનું વાતાવરણ જોતાં લાગે છે કે કેસ વધશે. પણ તેનાથી ડરવાની જરૂર નથી. પણ સાવચેતી રાખવાની જરૂર છે. અને એટલા માટે વેક્સિનેશન વધાર્યું છે. હાલ ગુજરાતમાં રોજ 4 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવે છે.

70 લાખ લોકોને રસી આપી દેવામાં આવી છે. ઝડપથી લોકોને વેક્સિન લાગવા મંડે અને બીજો રાઉન્ડ પણ પતે એ ઈલાજ આપણા હાથમાં આવ્યો છે. વર્ષ પહેલાં હથિયાર આપણી પાસે ન હતું. અને હવે રસી આપણા હાથમાં છે. એટલે લોકો રસી લગાવે તેમ વિનંતી કરું છું. 98 ટકા લોકો માસ્ક પહેરવાને કારણે બચી જાય છે. માસ્ક વ્યવસ્થિત પહેરે તેવી લોકોને અપીલ પણ કરવામાં આવી હતી.

image source

આજે હાઈકોર્ટે ગુજરાત સરકારને કંઈક આવા નિર્દેષ આપ્યા હતા

હાઈકોર્ટે સરકારને નિર્દેષ કર્યો હતો કે કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે. માત્ર હાઈકોર્ટ જ નહીં પણ ગુજરાતમાં મોટા ભાગના એસોસિયેશનો માની રહ્યાં હતા કે અગાઉના લોકડાઉનને કારણે વેપાર-ધંધા આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા હતા.

પરંતુ જો ગુજરાતમાં હાઈકોર્ટના નિર્ણય બાદ ગુજરાત સરકાર લોકડાઉન લાવશે તો ફરી વેપાર-ધંધા પર તેનો કેવો ફટકો પડશે તે વિચારવા માંડ્યા છે. વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી દીધી હતી કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ.

ગુજરાતમાં માતેલા સાંઢની જેમ વધતો કોરોના

રાજ્યમાં છેલ્લા 44 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતાં સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 3 લાખ 21 હજાર 598ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,581 થયો છે તેમજ અત્યારસુધીમાં 3 લાખ 765 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16252 એક્ટિવ કેસ છે, જેમાંથી 167 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 16,085 દર્દીની હાલત સ્થિર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *