Site icon News Gujarat

અરે બાપ રે…વીજળી પડી અને 4 લોકો ઉડી ગયા પત્તાની જેમ, હચમચાવી નાખતો આ વિડીયો જોઇને તમે પણ ક્યારે વરસાદમાં નહિં ઉભા રહો ઝાડ નીચે..

વરસાદમાં ઝાડ નીચે ઊભાં ન રહેતા,વીજળી પડી ને 4 લોકો પત્તાની જેમ પડી ગયા!

વરસાદ દરમિયાન વીજળી પડવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે પરંતુ ગુરૂગ્રામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂગ્રામ સ્થિત એક ઝાડ નીચે ઉભેલા લોકો પર વીજળી પડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

અચાનક ઝાડ પર પડી વીજળી

image source

આ ઘટના ગુરૂગ્રામના સેક્ટર-82ની વાટીકા સોસાયટીની છે, જ્યાં આકાશમાથી વીજળી પડતા મોટી હોનારત સર્જાઇ હતી અને 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ચારેય પૈકી 3 લોકો સિગ્નેચર બિલાજ સોસાયટીમાં કામ કરનાર કર્મચારીઓ હતા. જેમને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો એક સુપરવાઇઝર પર આ ઘટનામાં ઘાયલ થયો હતો.

સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં સોસાયટીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદથી બચવા માટે કેટલાક લોકો ઝાડ નીચે ઉભા છે. ત્યારે અચાનક આકાશમાંથી વીજળી પડી અને ઝાડ નીચે ઉભેલા લોકો પર પડી. આકાશમાં વીજળી પડતા જ હાજર તમામ લોકો ત્યાં પડી જાય છે.


હવામાન વિભાગે કરી છે આગાહી

આપને જણાવી દઇએ કે, દેશની રાજધાની, દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં શુક્રવારે સવારની શરૂઆત વરસાદ સાથે થઈ હતી. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. વાદળા અને વરસાદને કારણે સવારે અંધકાર છવાયો હતો, જેના કારણે લોકોને તેમના વાહનોની લાઇટ ચાલુ કરીને ઘરની બહાર નીકળવું પડ્યું હતું. ભારતીય હવામાન વિભાગે પણ 12 માર્ચે દિલ્હીમાં કરા પડવાની આગાહી કરી છે. આનો અર્થ એ થયો કે દિલ્હી-એનસીઆરમાં દિવસે વરસાદ થશે અને કેટલાક સ્થળોએ કરા કરા પડી શકે છે. તમને જણાવી દઇએ કે આઇએમડીએ પહેલાથી જ આગાહી કરી હતી કે ગરમીને કારણે 24 કલાકમાં પવનની ગતિમાં વધારો થતાં વરસાદ વધી શકે છે.

image source

ભારતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ આંધી અને વાવાઝોડાના સંજોગોમાં કેવી સાવચેતીઓ રાખવી જોઈએ એનાં દિશાનિર્દેશ જાહેર કર્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version