Site icon News Gujarat

જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકો વિલંબમાં પડેલા કામ ઉકેલી શકશો

*તારીખ-૦૭-૧૧-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વાક્ બારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિના જાતકોને શુભેચ્છા*

*મેષ રાશિ*

સંતાનના અભ્યાસ વિવાહની વિચારણાની શક્યતા.આર્થિક સાનુકૂળતા બનતી જણાય. વ્યવસાયમાં આરામ જણાય. સામાજિક કામમાં સાવધાની વર્તવી.

*વૃષભ રાશી*

ચિંતા ઉલજન થી યુક્ત દિવસ રહે.માનસિક સ્વસ્થતા જાળવવી. મતમતાંતર ટાળવા.જવાબદારી વધતી જણાય.

*મિથુન રાશિ*

દાંપત્યજીવન આનંદીત બને. સ્નેહી ની મુલાકાત થાય.જૂના સંબંધ સ્મરણ તાજા થાય. મહત્ત્વની મુલાકાત થાય.

*કર્ક રાશિ*

ધાર્મિક યાત્રા ની સંભાવના. હકારાત્મકતા સાનુકૂળતા બનાવે. વિલંબમાં પડેલા કામ કાજ ઉકેલી શકો.સ્નેહી મિત્રો ની મુલાકાત થાય.

*સિંહ રાશી*

ધારણા પ્રમાણે સફળતા માટે પ્રયત્ન એટલા જ જરૂરી.સંપત્તિના કામમાં પ્રગતિ.રોજિંદા કામમાં વ્યસ્તતા.નિરાશાના વાદળ વિખરતા જણાય.હરીફ થી સાવધ રહેવું.

*કન્યા રાશિ*

પારિવારિક ક્ષેત્રે ચિંતા રહે.પ્રવાસ/યાત્રા ની સંભાવના. સંતાન અંગે ચિંતા રહે.નોકરી/ વ્યવસાય અર્થે ચિંતા જણાય.

*તુલા રાશિ*

કૌટુંબિક સાનુકૂળતા બને.પ્રવાસનું આયોજન શક્ય રહે.નાણાભીડમાં રાહત રહે.આરોગ્ય અંગે સાવચેત રહેવું.

*વૃશ્ચિક રાશિ* :-

વ્યવસાય ચિંતા દૂર થાય.આવક વધતી જણાય.તણાવમાં રાહત રહે.માનસિક અજંપો દૂર થાય.

*ધનરાશિ*

ધાર્મિક યાત્રા ના સંજોગ.કૌટુંબિક પ્રશ્નો હલ થાય.પરિસ્થિતિ સુધરે. સંતાન અંગે ચિંતા દૂર થાય. સ્નેહિ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.

*મકર રાશિ*

પારિવારિક ચિંતા હોય તો દૂર થાય.ઉલજન દૂર થાય.મુસાફરી જણાય.કાર્યક્ષેત્રે અકસ્માત આગજની અંગે સાવચેત રહેવું. વિવાદિત સંજોગ થી દૂર રહેવું.

*કુંભરાશિ*

વિચાર સકારાત્મક રાખવા. કાર્યક્ષેત્ર ફેરફારની સંભાવના પ્રબળ બને.માંગલિક કાર્ય અંગે ચર્ચા-વિચારણા ચાલે.વ્યવસાયિક લાભ પ્રાપ્ત થઈ શકે.

*મીન રાશિ*

પારિવારિક વાતાવરણ આનંદિત જણાઈ.આવક ખુલતી જણાય. ચિંતા દૂર થાય.તણાવ દૂર કરવા આધ્યાત્મિક ઉપાય કરવો.

Exit mobile version