આ ગામના લોકોની ઉદારતા તો જોવો, કોરોના મહામારીમાં આર્થિક મદદ માટે કર્યુ એક કરોડ રૂપિયાનુ દાન
વડાપ્રધાનની અપીલ પર હરિયાણાના આ ગામે દાન કર્યા એક કરોડ રૂપિયા
– જ્યારે આખી દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી છે અને ભારત પણ આ રોગની ચપેટમાંથી બહાર નથી. ભારતમાં પચ્ચીસ માર્ચથી લૉકડાઉન અમલી છે, વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આ મહામારીનનો સામનો કરવા માટે દેશવાસીઓને આર્થિક મદદ કરવા માટે આગળ આવવા માટે અપી કરી હતી. વડાપ્રધાનની આ અપીલને વધાવી લઈને અનેક મોટા ઉદ્યોગપતિઓથી લઈને નાનામાં નાનો માણસ પોતાની યથાશક્તિ પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન રાહત ફંડ અને રાજ્યસ્તરે મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન કરી રહ્યા છે.
આ સમયે હરિયાણા રાજ્યમાં એક પ્રેરણાદાયી કિસ્સો બહાર આવ્યો છે. હરિયાણા રાજ્યના ફરિદાબાદ જીલ્લાના મચ્છગર ગામની પંચાયતે કોરોના મહામારી સામે લડવા માટે વડાપ્રધાન રાહત ફંડમાં ગામ પંચાયત તરફથી એક કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું હતું. જી હા, આખા ગામના નાગરિકો તરફ વડાપ્રધાન રાહત ફંડમાં એક કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું.

શનિવારે ગામના સરપંચ નરેશકુમારે પૃથલા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને હરિયાણા ભંડારણ નિગમના ચેરમેન નયનપાલ રાવતને મુખ્યમંત્રી રાહત ફંડ માટે એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.
વિધાયક નયનપાલ રાવતે જણાવ્યું કે જીલ્લા ડેપ્યુટી કમિશ્નરના માધ્યમથી મુખ્યમંત્રી રાહત ફંડને આ ચેક મોકલી આપવામાં આવશે. અન્ય પંચાયતે પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ. આજે આખો દેશ કોરોના મહામારીથી લડી રહ્યો છે. એવામાં મચ્છગર ગામ દ્વારા નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. વિધાયક રાવતે આગળ કહ્યું કે પૃથલા વિધાનસભ વિસ્તારમાં લોકોએ લૉકડાઉનનું સંપૂર્ણ પાલન કર્યું છે. સોશીયલ ડિસ્ટેંસિંગ રાખીને દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવી છે.

આ જ કારણ છે કે આ વિસ્તારમાં એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી. આપત્તિના આ સમયે દેશ અને રાજ્યોની સરકારોને સહયોગ આપવા માટે સમાજસેવી સંસ્થાઓ,ગ્રામ પંચાયતો, સામાજીક લોક આગળ આવી રહ્યા છે. આ સરાહનીય કાર્ય છે અને આ રીતના સહયોગથી આપણે કોરોના મહામારીને માત આપી શકીએ છીએ. ફરિદાબાદની આ પહેલી એવી પંચાયત છે કે જેણે આટલી માતબર રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી છે. જેના કારણે પૂરા ક્ષેત્રનું નામ થયું છે.
વિધાયક રાવતે આગળ જણાવ્યું કે ગ્રામ પંચાયતે આ દાન પોતાના ફંડમાંથી આપ્યું છે. આ ગામની ઘણી જમીન ઇન્ડ્રિસ્ટ્રિયલ મોડેલ ટાઉનશીપમાં આવે છે. જેના કારણે આ ગ્રામ પંચાયત પાસે 68 કરોડનું ફંડ છે.ફરિદાબાદની હદમાં આવતું ગામ છે.

આ દાન સિવાય હરિયાણાના અનેક ખેડૂતોએ પણ સાથે મળીને સાત લાખ જેટલી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી છે. આ પહેલીવાર થઈ રહ્યું છે કે ગ્રામ પંચાયતો અને ખેડૂતો કોઈ રાહત ફંડમાં મસમોટી રકમ દાન કરી રહ્યા હોય. કોરોના મહામારીને કારણે આ શક્ય બન્યું છે.