ખૂંખાર વિલનની છેલ્લા સમયમાં થઇ ગઇ હતી સાવ આવી હાલત, તસવીર જોઇને તમને પણ થશે દુખ

‘ભયંકર’ જેવો દેખાતો ખલનાયક, જે હીરોને તો ઠીક પરંતુ પ્રેક્ષકોને પણ ડરાવી દેતો, એ વિલનના અંતિમ દર્શન વિશે જાણી લો!

હોરરનું બીજું નામ, રામી રેડ્ડી, નેવુંના દાયકા દરમિયાનની ફિલ્મોમાં એક જાણીતો ચહેરો હતો. આવો વિલન, જે પોતે જ વિલન જેવો લાગતો હતો. જેની સ્ક્રીન પર માત્ર હાજરી એ લોકોના શ્વાસ અટકાવવા માટે પૂરતી હતી. તે તે જ વ્યક્તિ હતો જેણે સ્ક્રીનને ભારે ભયભીત કરી હતી, પરંતુ તેના છેલ્લા સમયમાં, જેમના દેખાવને ઓળખવું મુશ્કેલ હતું.બોલીવૂડમાં મોગેંબોથી માંડીને શાકાલ સુધી એવા અનેક વિલનની ભૂમિકા ભજવાય છે. જેને આજે પણ લોકો ભૂલી નથી શકતા.

image source

આવી દમદાર ભૂમિકા ભજવનાર વિલેનમાંથી એક કિરદાર છે રામી રેડ્ડી. જેનો ડર લોકોમાં આજે પણ કાયમ છે. રામી રેડ્ડીને લોકો તેના ક્રૂર કિરદાર માટે યાદ કરવામાં આવે છે. ફિલ્મ વક્ત હમારા હૈમાં કર્નલ ચિકારાનો રોલ, પ્રતિબંધમાં અન્નાની ભૂમિકા, તેમના યાદગાર કિરદાર છે. 250થી વધુ ફિલ્મમાં શાનદાર દમદાર ભૂમિકા ભજવનાર રામી રેડ્ડીને લિવરની બીમારીએ એવો અટેક કર્યો કે તેની સામે લડી ન શક્યા અને ફરી ક્યારેય ફિલ્મોમાં તેમની વાપસી ન થઇ શકી. વર્ષ ૨૦૧૧માં રામી રેડ્ડીએ અંતમ શ્વાસ લીધા હતાં.

image source

લીવરની બીમારીના કારણે રામી રેડ્ડી વધુમાં વધુ સમય ઘરે જ વિતાવતા હતા. બીમારીને કારણે ધીરે ધીરે તે સાર્વજનિક કાર્યક્રમમાં જવાનું પણ ટાળતાં હતા. હૃષ્ટપુષ્ટ કદાવર શરીર ધરાવતા રામી રેડ્ડી બીમારીને કારણે સુકલકડી બની ગયા હતા. જ્યારે તે એક તેલુગુ અવોર્ડ ફંકશનમાં પહોંચ્યાં તો લોકો તેમને જોઇને ઓળખી ન શક્યા. લોકો માટે માનવું મુસ્કેલ હતું કે આ સુકલકડી કાયા ધરાવનાર એ જ રામી રેડ્ડી છે જેના દમદાર રોલ આજે પણ લોકોની સ્મૃતિ પર જીવંત છે.

રામી રેડ્ડીને લિવર બાદ કિડનીની બીમારી થઇ. આ ભયંકર બીમારીના કારણે તે મોત પહેલા જાણે હાડપિંજર સમાન બની ગયા હતાં. આટલું જ નહીં કહેવાય છે કે, અંતિમ સમયે તેમને કેન્સર પણ થઇ ગયું હતું. બહુ લાંબા સમય ઇલાજ બાદ ૧૪ એપ્રિલ ૨૦૧૧માં સિંકદરાબાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં રામી રેડ્ડીએ અંતિમ શ્વાસ લીધા. તેલુગુ ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકો તેના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા.

image source

રામી રેડ્ડીએ બોલીવૂડી ૨૫૦થી વધુ ફિલ્મમાં કામ કર્યું. “વક્ત હમારા હૈ” “પ્રતિબંધ” “એલાન”, “ખુદ્દાર” અંગરક્ષક” ” આંદોલન” ” હકિકત” ” અંગારા” ” રંગબાઝ” “કાલિયા” “લોહા” “ચાંડાલા” “હત્યારા” “ગુંડા” ”દાદ” “જાનવર” કુરબાનિયા” “ક્રોધ” જેવી ફિલ્મો મુખ્ય છે. સંજય દત્ત અને ગોવિંદાની ફિલ્મ આંદોલનમાં નિભાવેલી ભૂમિકાને આજે પણ લોકો યાદ કરે છે. બાબા નાયકના કિરદારમાં રામારેડ્ડીએ જાણે જાન રેડી દીધી હતી. રામા રેડ્ડીનો વિલનનો એવી રીતે અદા કરતા કે રિયલ લાઇફમાં પણ લોકો તેનાથી ડરવા લાગ્યા હતાં.

image source

રામી રેડ્ડીનું પૂરું નામ ગંગાસાની રામી રેડ્ડી હતું. તેનો જન્મ આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલા વાલ્મીકીપુરમ ગામમાં થયો હતો. રામી રેડ્ડી એક શિક્ષિત માણસ હતો. તેણે હૈદરાબાદની પ્રખ્યાત ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. તેમણે જર્નાલિઝમની ડિગ્રી લીધી. એટલે કે, આ વ્યક્તિ, જે લોકોના જીવનને પડદા પર નર્ક બનાવે છે, તે ખરેખર એક પેન સૈનિક હતો તેમજ પત્રકાર હતો. તેમણે લાંબા સમય સુધી હૈદરાબાદના પ્રખ્યાત અખબાર મુનસિફ ડેઇલી માટે કામ કર્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત