વિમાનની જેમ હવામાં ઉડી મેટ્રો ટ્રેન, અને ‘વ્હેલ માછલી’એ આ રીતે બચાવ્યા લોકોના જીવ

નેધરલેન્ડમમાં ટ્રેન દુર્ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. આ ભયાનક દુર્ઘટના ખૂજ નાટકીય અંદાજ જોવા મળ્યો હતો. શહેરમાં એક મેટ્રો ટ્રેન પુરી સ્પીડથી સ્ટેશન તોડીને હવામાં પહોંચવા માટે તૈયાર થઈ ચૂકી હતી પરંતુ એક વ્હેલ માછલીની પૂંછડીએ ટ્રેનને રસ્તામાં જ રોકી દીધી હતી. આવો જાણીએ શું હતી સમગ્ર ઘટના.

આર્ટ પીસને 20 વર્ષ પહેલા બનાવ્યું હતું

image source

પ્રપ્ત માહિતી અનુસાર નેધરલેન્ડના રોટરડેમ શહેરમાં એક મેટ્રો ખબૂ જ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી. આમ સ્ટેશનને પાર કરીને ટ્રેન હવામાં પહોંચી ગઈ હતી. જેનાથી ખૂબ જ નુકસાન થઈ શકતું હતું. ડી એકેર્સ નામના સ્ટેશનને તોડીને ટ્રેન હવામાં પહોંચી ગઈ હતી. પરંતુ સૌભાગ્યથી ત્યાં એક વ્હેલની પૂંછડીની મૂર્તિકલા બનેલી હતી.

image source

જેણે ખૂબ જ અદભૂત અંદાજમાં સૌથી પહેલા આ મેટ્રોના ડબ્બાનો સંભાળી લીધા અને આ ટ્રેન લટકતી થઈ ગઈ. રિપોર્ટ પ્રમાણે આ આર્ટ પીસને મેટ્રોની પાસેના પાર્કમાં 20 વર્ષ પહેલા બનાવ્યું હતું. આ મૂર્તિકલામાં બે મોટી વ્હેલ માછલીઓની વિશાળકાય પૂંછને જોઈ શકાય છે. આ પૈકી એક પૂંછડીના કારણે મેટ્રો ટ્રેન બચી ગઈ હતી. જો આ માછલીની મૂર્તિકલા ન હોત તો મોટી દુર્ઘટના ઘટી હોત.

મેટ્રો ટ્રેનના ડ્રાઈવરનો જીવ સહેજ માટે બચી ગયો

image source

નોંધનિય છે કે આ મેટ્રો ટ્રેનના ડ્રાઈવરનો જીવ સહેજ માટે બચી ગયો હતો. ડ્રાઈવરને કોઈ ઈજા પહોંચી નથી. જોકે આ ડ્રાઈવરને ખૂબ જ આઘાત લાગ્યો હતો. ટ્રેનમાં ડ્રાઈવર એકલો જ હતો તેના સિવાય ટ્રેનમાં કોઈ જ હાજર ન હતું.

image source

ભલે વ્હેલની પૂંછડીના આર્ટપીસથી અદભૂત રીતે આ મેટ્રો ટ્રેન બચી ગઈ હતી. પરંતુ જ્યારે આને બનાવવામાં આવી હશે ત્યારે આર્કિટેક્સના મગજમાં આવો કોઈ વિચાર આવ્યો નહીં હોય. હાલમાં આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી

image source

આ ઘટના બાદ આર્કિટેક્સ, એન્જીનિયર્સ અને કેટલાક વિશેષજ્ઞ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઈમરજન્સી સર્વિસ કોશિશ કરી રહી છે કે કેવી રીતે ટ્રેનને સ્ટેશન ઉપર પાછી લાવી શકાય. પોલીસે આ મામલે ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે ઘટનામાં થોડું નુકસાન થયું છે પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી. આ મેટ્રો ટ્રેન આટલી આઉટ ઓફ કંટ્રોલ કેમ થઈ હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. ટેકનિકલ તપાસ બાદ જ ખબર પડશે આ કે આખરે આ ઘટના બની કઈ રીતે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત