અમિતાભની પૌત્રીના સેલિબ્રેશનનો વિડિયો થયો વાયરલ, શું જોયો તમે?

અમિતાભની પૌત્રી થઈ ગ્રેજ્યુએટ – સેલિબ્રેશનનો વિડિયો થયો વાયરલ

image source

નવ્યા નવેલી નંદા – અમિતાભની પૌત્રીએ પોતાનું ગ્રેજ્યુએશન કર્યું આ રીતે સેલીબ્રેટ

હાલ કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનના કારણે લોકોને ઘરમાં રહેવાનો વારો આવ્યો છે જેમાંથી બોલીવૂડ સ્ટાર્સ પણ બાકાત નથી. તેમના માટે સારી વાત એ છે કે તેઓ ઘણા સમય બાદ પોતાના કુટુંબીજનો સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ટ કરી રહ્યા છે. જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે.

image source

હાલ અમિતાભ પોતાના દીકરા-વહુ, પૌત્ર-પૌત્રીઓ તેમજ પોતાની દીકરી સાથે ખૂબ સમય પસાર કરી રહ્યા છે. જો કે તેમના પત્ની જયા બચ્ચન લોકડાઉનના કારણે દીલ્લીમાં ફસાયેલા છે. પણ અમિતાભ પોતાના પૌત્ર – પૌત્રીઓ સાથે ખૂબ સમય પસાર કરી રહ્યા છે.

તાજેતરમાં અમિતાભની પૌત્રી એટલે કે તેમની દીકરી શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા નવેલી નંદાએ પોતાનું ગ્રેજ્યુએશન પુરું કર્યું છે. જે વિષે અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા જાણકારી આપી છે, અને તેમના ફેન્સ પણ આ સમાચારને લઈને ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચને ટ્વીટર તેમજ ફેસબુક પર પોતાની પૌત્રી નવ્યા નવેલી નંદાની કેટલીક તસ્વીરો અને સ્લોમોશન વિડિયો શેર કરી છે અને સાથે સાથે જણાવ્યું કે તેમની પૌત્રીએ પોતાની કોલેજ પુરી કરી લીધી છે. આ તસ્વીરો તેમજ વિડિયોઝમાં નવ્યા કોન્વોકેશન ડ્રેસ અને કેપમાં જોઈ શકાય છે.

નવ્યા નવેલીની તસ્વીરો તેમજ વિડિયો શેર કરતાં તેમણે લખ્યું છે, ‘મારી પૌત્રી નવ્યા નવેલીનો ગ્રેજ્યુએશન ડે… નવ્યા ન્યૂયોર્કની કોલેજથી ગ્રેજ્યુએટ થઈ છે. કોરોના વાયરસ લોકડાઉનના કારણે ટ્રાવેલ તેમજ સેરેમની કેન્સલ થઈ ગયા છે. પણ નવ્યાને ગાઉન અને કેપ પહેરવા હતા. તો સ્ટાફે ગાઉન તેમજ કેપ તૈયાર કરી આપ્યા. અને ત્યાર બાદ ઘરે જ આ અવસરને સેલિબ્રેટ કરવામાં આવ્યો અને તસ્વીરો લેવામાં આવી. પોઝીટીવ એન્ડ હેપ્પી એટિટ્યૂડ.’

અમિતાભે પૌત્રી નવ્યા નવેલીના ગ્રેજ્યુએશનની જે તસ્વીરો શેર કરી છે, તેમાં તેણી ખુબ જ ખુશ જણાઈ રહી છે. આ તસ્વીરોમાં એકમાં નવ્યા સાથે તેની માતા શ્વેતા બચ્ચન નંદા પણ જોઈ શકાય છે. અને પોતાની દીકરીને ખુશ જોઈ તેણી પણ ખુબ ખુશ જણાઈ રહી છે. નવ્યાની આ તસ્વીરો બીગ બીના ફેન્સ તેમજ નવ્યાના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે અને લોકો તેણીને ગ્રેજ્યુએટ થવા પર કોંગ્રેચ્યુલેટ પણ કરી રહ્યા છે.

image source

નવ્યાએ પહેરેલો આ કોન્વોકેશન ગાઉન અમિતાભ બચ્ચનના બંગલાના સ્ટાફ દ્વારા સીવવામાં આવ્યો હતો. જેથી કરીને તેણી કોન્વોકેશનના માહોલમાં મુકાઈ શકે. અમિતાભે એવું પણ જણાવ્યું હતું કે તેઓ બધા જ નવ્યાના કોન્વોકેશનમાં જવાની ક્યારની રાહ જોઈ રહ્યા હતા પણ કોરોના વાયરસના કારણે બધું કેન્સલ થઈ ગયું.

image source

તમને જણાવી દઈએ કે તાજેતરમાં અમિતાભ બચ્ચને કોન બનેગા કરોડપતિની આવનારી સિઝન માટે એક પ્રોમો શૂટ કર્યો હતો જેને લઈને લોકો તેમને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. કે લોકડાઉનના નિયમોને અવગણીને તેઓ શૂટિંગ કરી રહ્યા છે. જેને લઈને તેમણે એક ટ્વીટ પણ કરીને બધા જ ટ્રોલર્સને ચૂપ કરી દીધા હતા. જોકે તમને જણાવી દઈએ કે તેમણે ઘરે રહીને જ આ પ્રોમો શૂટ કર્યો હતો અને લોકડાઉનના કોઈપણ નિયમનું ઉલ્લંઘન કરવામાં નહોતું આવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત