વિરાટ-અનુષ્કાની આ તસવીરમાં થઇ છે જબરી છેડછાડ, જે જોઇને તમે પણ બોલી ઉઠશો સાવ આવું કરાય ખરું!

આઈપીએલ ૨૦૨૦ માં લોકોનું ધ્યાન ક્રિકેટમાં પણ છે અને ક્રિકેટર્સની પર્સનલ લાઈફ પર પણ. હોય પણ કેમ નહી ? આ સીઝન ઘણી બધી રીતે ખાસ છે. કેમ કે કોરોના વાયરસ મહામારીના કારણે પહેલી વાર આ ટુર્નામેન્ટ દેશની બહાર રમવામાં આવી રહી છે, આ સાથે જ કેટલાક ક્રિકેટર્સએ આ વખતે એનાથી દુર રહ્યા છે. ત્યાં જ કેટલાક ક્રિકેટર્સ પોતાની સગાઈ થયાના તરત પછી જ મેચ રમવા પહોચી જાય છે. વિરાટ કોહલી માટે આ સીઝન ખુબ જ મહત્વની છે. સીઝનની શરુઆતમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાના ગર્ભવતી હોવાની ઘોષણા કરી દીધી હતી. ત્યાર બાદ તેમના ફેંસ આવનાર મહેમાન માટે ખુબ ઉત્સાહિત છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનુષ્કા શર્મા પોતાની ગર્ભવસ્થાની ફોટોસ પણ શેર કરતી રહે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની એક ફોટો વાયરલ થઈ રહી છે. પરંતુ આપને જણાવી દઈએ કે, ફોટોમાં જે કઈપણ જોવા મળી રહ્યું છે તેવું બિલકુલ પણ નથી.

image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આ ફોટો ખુબ વાયરલ થઈ રહી છે. એમાં અનુષ્કા શર્માએ ફલોરલ ડ્રેસ પહેરી રાખી છે. સાથે ઉભા રહેલ તેમનું બેબી બંપ પકડેલ જોવા મળી રહ્યા છે તેમના ફેંસને આ ફોટો ખુબ પસંદ આવી રહી છે.

image source

પરંતુ આપને જણાવી દઈએ કે, આ ફોટો નકલી છે. એમાં ફોટોશોપની મદદથી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ચહેરાને જોડી દેવામાં આવ્યો છે. બંનેના ફેન પેજમાં આ ફોટો શેર કરવામાં આવી છે. એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, આ ફોટો એડિટેડ છે.

જ્યારથી બંનેએ પોતાની ગર્ભવસ્થાની જાહેરાત કરી છે, ત્યારથી તેમના કેટલાક ફેંસ પેજ સક્રિય થઈ ગયા છે. અહિયાં સુધી કે આવનાર બાળકના નામથી પણ કેટલાક સોશિયલ મીડિયા પેજ બની ગયા છે. એમાંથી એક પેજએ આ એડીટેડ ફોટોને પોસ્ટ કરવામાં આવી હતી. જ્યાંથી આ ફોટોને વાયરલ કરી દેવામાં આવી.

image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરાટ- અનુષ્કાની કેટલીક એડીટેડ ફોટોસ શેર કરવામાં આવી રહી છે. એમાંથી એક ફોટોમાં અનુષ્કા ‘મમ્મી ટુ બી’ લખેલ કપડાઓમાં તો વિરાટ કોહલી ‘ધિસ ગાય ગોઈંગ ટુ બી અ ડેડી’ લખેલ કપડામાં જોવા મળી રહ્યા છે. પરંતુ આ ફોટો પણ પૂરી રીતે ફેક છે.

image source

આવી પણ કેટલીક ફોટો છે, જેમાં બંનેની સાથે એક બાળક જોવા મળી રહ્યું છે. એને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહી છે. અનુષ્કાની ડ્યુ ડેટ જાન્યુઆરી મહિનાની છે આવામાં આ ફોટોસ અસલી નથી.

image source

અનુષ્કા શર્મા પોતાના ઓફીશીયલ એકાઉન્ટ પરથી પોતાની કેટલીક ફોટોસ જરૂર પોસ્ટ કરે છે. સૌથી પહેલા જયારે બંનેએ પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી ત્યારે એકસાથે જ બંનેએ એક જ ફોટો પોસ્ટ કરી હતી. આ તેમની અસલી ફોટો છે.

image source

ત્યાર બાદ અનુષ્કાએ સમુદ્રના કિનારે પોતાના બેબી બંપની સાથે એક ફોટો પોસ્ટ કરી હતી. આ ફોટો પણ અસલી હતી. ત્યાં જ કાળા સ્વિમસુટની તેમની ફોટોને પણ એડિટ કરવામાં આવી. ફોટોના જેવા કપડામાં એક બાળકીને બતાવવામાં આવી છે કે, આ અનુષ્કાની દીકરી છે. પરંતુ આ ફોટો ફેક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત