વાહ…7 વર્ષના નાનકડાં ટેણીયાએ 5 કિમી ઉંચો આફ્રિકાનો કિલિમંજારો પર્વત સર કર્યો..

૭ વર્ષની ઉમર ધરાવતા વિરાટએ આફ્રિકાના સૌથી ઊંચા પર્વતની ચોટી કીલીમંજારો પર લેહરાવ્યો તિરંગો જોઈએ તેના ફોટોસ.

હૈદરાબાદ (Hyderabad) શહેરના એક નાના બાળકએ નવો કીતિમાન નોંધાવીને દેશનું નામ રોશન કર્યું છે. હૈદરાબાદના સાત વર્ષની ઉમર ધરાવતા વિરાટ ચંદ્રા (Virat Chandra)એ આફ્રિકાના સૌથી ઊંચા પર્વતની ચોટી કીલીમંજારો (Mount Kilimanjaro) પર ચઢાઈ કરી.

image source

હૈદરાબાદ (Hyderabad) શહેરના એક નાના બાળકએ નવા કીર્તિમાન નોંધાવીને દેશનું નામ રોશન કર્યું છે. હૈદરાબાદ શહેરના સાત વર્ષની ઉમર ધરાવતા બાળક વિરાટ ચંદ્રા (Virat Chandra) એ આફ્રિકાના સૌથી ઊંચા પર્વતની ચોટી (the highest mountain in Africa) કીલીમંજારો (Mount Kilimanjaro) પર ચઢાઈ કરી છે. વિરાટ ચંદ્રાએ કીલીમંજારો પર ચઢાઈ કરીને ત્યાં ભારત દેશના તિરંગાને લહેરાવ્યો છે, જે ભારત દેશ અને દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ રહ્યા છે.

image source

વિરાટ ચંદ્રાના અભિયાનનું નેતૃત્વ કરી લીધેલ કોચ ભારત (Bharat) એ જણાવ્યું છે કે, અમે તમામ સાવધાનીનું ધ્યાન રાખ્યું અને નિર્ણય કર્યો હતો કે, જો વિરાટ ચંદ્રા અસહજ અનુભવ કરશે તો અમે પાછા આવી જઈશું પરંતુ વિરાટ ચંદ્રાએ અમને ગર્વનો અનુભવ કરાવ્યો.’

આપને જણાવી દઈએ કે, વિરાટ ચંદ્રા કીલીમંજારો માઉન્ટ પર ચઢનાર સૌથી ઓછી ઉમર ધરાવતા વ્યક્તિઓ માંથી એક વ્યક્તિ છે. તા. ૬ માર્ચ, ૨૦૨૧ ના દિવસે ૭૫ દિવસની સખ્ત ટ્રેનીંગ પછી, વિરાટ ચંદ્રા પોતાના કોચ ભરત થમ્મીનની (Bharath Thammineni) ની સાથે આફ્રિકા દેશના પર્વતના શિખર પર પહોચ્યા.

વિરાટ ચંદ્રાના કોચ ભારતએ આગળ જણાવતા કહ્યું છે કે, મેં લોકોને પાછળ હટતા જોયા છે, જયારે અમે તેમને સખ્ત પ્રશિક્ષણ કરાવતા હોઈએ છીએ. એટલા માટે મેં એક મહિના માટે વિરાટ ચંદ્રાને પ્રશિક્ષિત કરવા અને વિરાટ ચંદ્રાની ક્ષમતાની તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો.

image source

પરંતુ વિરાટ ચંદ્રાએ પાછળ હટ્યો હતો નહી, સાત વર્ષના વિરાટ ચંદ્રાની સખ્ત ટ્રેનિંગમાં દરરોજ નિયમિત રીતે ૬ કિલોમીટર દોડવાનું, પહાડો પર ચઢવાનું અને યોગા કરવાનું સામેલ હોતું હતું. હૈદ્રાબાદના નિવાસી વિરાટ ચંદ્રાએ સાત વર્ષની નાનકડી ઉમરમાં જ આફ્રિકાદેશમાં આવેલ સૌથી ઊંચા પર્વતની ચોટી પર સફળતાપૂર્વક ચઢાઈ કરીને દેશના ગૌરવમાં વધારો કર્યો છે અને નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!