વિરાટ કોહલીના આ 10 ઓફ ધ ફિલ્ડ સ્ટાઈલ ફંડા ખરેખર દરેક લોકોએ વાંચવા જ જોઇએ કારણકે..

આ છે વિરાટ કોહલીના 10 ઓફ ફિલ્ડ સ્ટાઇલ ફંડા.

image source

વિરાટ કોહલીને કોણ નથી ઓળખતું? ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી ફક્ત ક્રિકેટના મેદાન પર જ નહીં ઘણી બધી યુવતીઓના મન પર ઓન છવાયેલા છે. જેટલો એમના બેટમાં દમ છે ને એટલો જ એમનો સ્ટાઇલમાં પણ છે. આવા લાખો યુવતીઓના દિલની ધડકન બની ગયેલા વિરાટ કોહલીએ જણાવ્યા છે કેટલાલ સ્ટાઈલ સ્ટેટમેન્ટના નિયમો.

તો ચાલો જાણી લઈએ એ વિશે.

image source

1. હંમેશા સહજ રહો. આ મારો મંત્ર છે, તમે ગમે તે પહેરો અને ગમે તેવા દેખાતા હોવ પણ તમારી જાતને ક્યારેય ન ભૂલો, હંમેશા તેની સાથે વળગેલા રહો.

2. તમે જે કંઈ પણ પહેરો તેની સાથે કમ્ફર્ટેબલ રહો. તમારા વસ્ત્રોને વધારે ગંભીરતાથી ક્યારેય ન લો. તે ફક્ત તમેં સારા લાગો એ માટે જ હોય છે.

3. તમે જે પણ કઈ પહેરો તે અંગે વિશ્વાસ રાખો. જ્યારે સ્ટાઈલની વાત આવે ત્યારે આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વનો છે. તમે ભલે સૌથી સારા અને મોંઘા કપડાં પહેર્યા હશે પણ જો તમારામાં આત્મવિશ્વાસ નહીં હોય તો તમે સહેજ પણ પ્રભાવશાળી નહીં લાગી શકો.

image source

4. અન્ય લોકો તમારા વિશે શું વિચારે છે કે પછી શું વિચારશે એ વાત વિશે વધારે ન વિચારશો. તમે જે પહેરો છો તે તમને કમ્ફર્ટેબલ લાગતું હોય તો વધારે વિચારવાની જરૂર નથી.

5. સારા અને સ્ટાઈલિશ લાગવા માટે વધારે પ્રયત્ન ન કરો કારણ કે તેમ કરવાથી તમે કદાચ મજાકિયા પણ લાગી શકો છો. હાલમાં ચાલતા ટ્રેન્ડ સાથે અપડેટ રહો.

6. મારુ અંગત રીતે માનવું છે કે મને મારા શૂઝ સાથે વધારે અખતરા કરવા નથી ગમતા. મને સફેદ શૂઝ ગમે છે અને હું તે જ પહેરું છું. જો કે તમે અલગ અલગ પ્રસંગ અનુસાર અલગ અલગ બૂટ પહેરી શકો છો જેમ કે ફોર્મલ, કેઝ્યુઅલ અથવા પાર્ટીવેર.

image source

7. ઘડિયાળ અને સનગ્લાસમાં મને અલગ અલગ રંગ ગમે છે. માત્ર આ એવી એસેસરિઝ છે જેને પુરુષો પહેરી શકે છે. માટે તે બાબતે બની શકે તેટલી સ્ટાઈલિશ પસંદગી કરો.

8. કેઝ્યુઅલ વેરની વાત હોય તો હું શોર્ટ્સ અને સેંડો પસંદ કરું. મને લાગે છે કે પુરુષોએ શોર્ટ સાથે થોડા અખતરા કરવા જોઈએ જો તે શોર્ટસમાં સારા લાગતા હોય તો જ.

image source

9. ઔપચારિક પ્રસંગોમાં મને જીન્સની સાથે બ્લેક અથવા વ્હાઈટ શર્ટ પહેરવો ગમે છે. મને લાગે છે કે જ્યારે જીન્સને આવા બેસિક રંગના શર્ટ સાથે પહેરવામાં આવે ત્યારે તે બહુ જ સારા લાગે છે.

10. મારી સ્ટાઈલ એકદમ ચિલ્ડ આઉટ પ્રકારની અને સિમ્પલ છે. મને લાગે છે કે સિમ્પલિસિટી જ તમને વધુ સ્ટાઈલિશ બતાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત