1 વર્ષમાં વિરાટ કોહલીની આવકમાં થયો એટલો વધારો કે ફોર્બ્સની યાદીમાં નોંધાયું આ નંબરે નામ

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં સ્થાન પામનાર એકમાત્ર ક્રિકેટર છે.

image source

તેમની વાર્ષિક આવક 26 મિલિયન ડોલર એટલે કે 196 કરોડ રુપિયા છે. ભારતીય કેપ્ટનને આ યાદીમાં જોરદાર છલાંગ લગાવી છે. ગત વર્ષે તે આ યાદીમાં 100માં ક્રમે હતા પરંતુ આ વર્ષે તે 66માં સ્થાને છે.

31 વર્ષીય વિરાટ કોહલીએ 12 મહિનામાં પોતાની કુલ કમાણી 26 મિલિયન ડોલરમાં બ્રાંડ એંડોર્સમેન્ટથી 24 મિલિયન ડોલર વધાર્યા છે. જ્યારે પગાર અને મેચ જીતવા પર મળેલી રકમ 2 મિલિયન ડોલર છે. ગત વર્ષમાં વિરાટ કોહલીએ કુલ 25 મિલિયન ડોલરની કમાણી કરી હતી.

image source

ફોર્બ્સની સર્વાધિક કમાણી કરનાર ખેલાડીઓની યાદીની વાત કરીએ તો વિરાટ કોહલી 2018માં 83માં સ્થાને હતા. પરંતુ 2019માં તેઓ 100માં ક્રમે પહોંચ્યા હતા. જ્યારે હવે 2020માં તે 66માં સ્થાને આવી ગયા છે. એટલે કે તેમની કમાણીમાં જબ્બર ઉછાળો નોંધાયો છે.

આ વર્ષની ફોર્બ્સની યાદીમાં ટેનિસ ખેલાડી રોજર ફેડરર દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની ગયા છે. ફોર્બ્સએ આ યાદી તાજેતરમાં જ જાહેર કરી છે જેમાં સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી શીર્ષએ ત્રીજા સ્થાને છે.

રેકોર્ડ 20 ગ્રેંડ સ્લેમ એકલ પુરસ્કાર મેળવનાર સ્વિસ સ્ટાર ફેડરરએ 12 મહિનામાં 106.3 મિલિયન ડોલર એટલે કે અંદાજે 802 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં 100 મિલિયન ડોલર બ્રાંડ એંડોર્સમેંટથી મેળવ્યા છે. સાથે જ 38 વર્ષના ફેડરરે ફોર્બ્સની યાદીમાં ચાર સ્થાનની છલાંગ લગાવી છે. ટેનિસની વાત કરીએ તો સર્વાધિક કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં તે ટોચ પર રહેનાર ખેલાડી બન્યા છે.

ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 105 મિલિયન ડોલર, મેસી 104 મિલિયન ડોલર, નેમાર 95.5 મિલિયન ડોલર અને અમેરિકી બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સ 88.2 મિલિયન ડોલર સાથે પાંચમા સ્થાને છે.

સર્વાધિક કમાણી કરતાં ટોપ 10 ખેલાડીઓ

1. રોજર ફેડરર (ટેનિસ) 106.3 મિલિયન ડોલર

image source

2. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ( ફૂટબોલ) 105 મિલિયન ડોલર

3. લિયોનલ મેસ્સી ( ફૂટબોલ) 104 મિલિયન ડોલર

4. નેમાર ( ફૂટબોલ) 95 મિલિયન ડોલર

5. લેબ્રન જેમ્સ (બાસ્કેટબોલ) 88.2 મિલિયન ડૉલર

image source

6. સ્ટીફન કરી (બાસ્કેટબોલ) 74.4 મિલિયન ડોલર

7. કેવિન ડુરંટ (બાસ્કેટબોલ) 63.9 મિલિયન ડોલર

8. ટાઇગર વૂડ્સ (ગોલ્ફ) 63.3 મિલિયન ડોલર

image source

9. કિર્ક કિઝીંસ (ફૂટબોલ) 60.5 મિલિયન ડોલર

10. કાર્સન વેન્ટઝ (ફૂટબોલ) 59.1 મિલિયન ડોલર

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત