વિરાટ અને અનુષ્કા દીકરીનું આ નામ રાખે એવી ચર્ચાઓ પૂરજોશમાં, સાંભળીને તમે પણ કહેશો-આ તો સરસ છે

વિરાટ અને અનુષ્કાએ તેઓ માતા પિતા બનવાના છે તે વાતની જાણકારી ઓગસ્ટ 2020માં આપી હતી અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ હતું કે, “And then, we were three! Arriving Jan 2021.”

image source

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે દિકરીએ જન્મ લીધો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે સારા સમાચાર છે. તે પિતા બની ગયો છે. અનુષ્કા શર્માએ એક પુત્રીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટની પુત્રીનો જન્મ આજે બપોરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

કોહલી અને અનુષ્કાના લગ્ન 2018માં થયા હતા. 27 ઓગસ્ટે સોશ્યલ મિડીયા પર આ વાતની જાણકારી આપી હતી. વિરાટે સોશિયલ મીડિયા પર પુત્રીના આગમનની ઘોષણા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)


તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘અમે બંન્નેને જણાવતા આનંદ થાય છે કે આજે બપોરે અમારી પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભારી છીએ. અનુષ્કા અને પુત્રી બંને સ્વસ્થ છે. ”

image source

વિરાટે પોતાની વાત કરતાં આગળ લખ્યું હતું કે આ અમારુ સૌભાગ્ય છે કે અમને આ જીવનમાં આ ચેપ્ટરનો અનુભવ કરવા મળ્યો. અમે જાણીએ છીએ કે તમે તે જરૂર સમજશો કે આ સમયે અમને થોડી પ્રાઇવસીની જરૂર હશે.

image source

જણાવી દઇએ કે આ ખબરથી વિરુષ્કાના ફેન્સ વચ્ચે ખુશીની લહેર પ્રસરી ગઇ છે. જો કે જ્યારથી જ અનુષ્કા પ્રેગ્નેન્ટ હતી ત્યારથી ફેન્સ પણ એની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તે ઘડી આવી ચુકી છે જયારે વિરાટ અને અનુષ્કાના બાળકનો જન્મ થયો છે.

image source

ત્યારે આ સાથે જ લોકોએ દીકરીનું નામ રાખવાનું પણ શરૂ કરી દીધં છે અને હવે સોશિયલ મીડિયા પર અલગ અલગ નામો જાહેર થઈ રહ્યા છે.

image source

હાલમાં સુત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે બંન્ને આ બાળકનું નામ અન્વી રાખી શકે છે. કારણ કે ફેન્સ એવું માની રહ્યાં છે કે અનુષ્કામાંથી અન્ અને વિટારમાંથી વી લઈને અન્વી નામ રાખવામાં આવી શકે છે. ગુજરાતી સાહિત્ય પ્રમાણે વાત કરીએ તો અન્વીનો અર્થ દયાળું એવો પણ થાય છે.

image source

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે દીકરીનું નામ શું રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઇન્ડિયા કોમના જ્યોતિષ પંડિત જગન્નાથજી ગુરુજી સાથે વાત કરી અને એમણે કહ્યું હતું કે, વિરાટ અને અનુષ્કાના ઘરે નાની પરીનો જન્મ થશે.

image source

અનુષ્કા શર્મા પોતાની પ્રેગનેન્સી દરમિયાન પોતાનો ખૂબ જ ખ્યાલ રાખી રહી હતી અને યોગ તથા એક્સરસાઇઝ પણ કરતી હતી. અનુષ્કાએ તાજેતરમાં જ ટ્રેડમિલ પર એક્સરસાઇઝ કરતાં વીડિયો શેર કર્યો હતો.,

image source

પપ્પા બનતા જ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયાના મારફતે ખુશીના સમાચાર આપ્યા હતા અને તેના ચાહકો અને ક્રિકેટ જગતની તથા કેટલીય હસ્તીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત