વિરાટ-અનુષ્કાના આવનારા બાળકને લઇને આ જ્યોતિષે કરી જબરી ભવિષ્યવાણી, જાણો દિકરો આવશે કે દીકરી

વિરુષ્કાને શું આવશે દીકરો કે દીકરી ? આ જ્યોતિષે કરી ભવિષ્યવાણી

થોડા દિવસ પહેલાં જ બોલીવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના પતિ એટલે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કાની પ્રેગ્નન્સીના સમાચાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા આપ્યા હતા. અને આખાએ દેશમાં ખુશીની લહેર ઉછળી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli) on

તેમણે એ પણ જણાવ્યું હતું કે 2021ના જાન્યુઆરીમાં તેમનું સંતાન જન્મ લેશે. તો તે સાથે જ લોકોમાં તેમના સંતાનને લઈ કૂતુહલ જાગી ગયું છે અને લોકો અવનવી અટકળો તેમના સંતાનને લઈને કરી રહ્યા છે.

તો તાજેતરમાં જ એક જાણિતા જ્યોતષિએ આગાહી કરી છે કે તેમનું બાળક દીકરો હશે કે દીકરી. જો કે હવે ખાસ કરીને શહેરોમાં અને છોકરા-છોકરીઓ પ્રત્યે પહેલા જેટલો ભેદભાવ નથી કરવામાં આવતો માતાપિતા માટે દીકરો હોય કે દીકરી ભગવાનની ભેટ જ હોય છે.

image source

આજે સ્ત્રીઓ પણ પુરુષોની સમોવડી થઈ ગઈ છે અને ઘણા બધા ક્ષેત્રોમાં તેમનાથી આગળ પણ વધી રહી છે. આ જ્યોતિષે અનુષ્કા અને વિરાટના ચહેરાનું અવલોકન કરીને કેટલીક ગણતરીઓ કરી છે અને તે પ્રમાણે તેમને ત્યાં બેબી ગર્લનો જન્મ થશે તેવી આગાહી તેમણે કરી છે.

અનુષ્કા શર્માએ પોતાની પ્રેગ્નન્સી જાહેર કરતી તસ્વીરમાં બ્લેક પોલકાડોટ ડ્રેસ પહેર્યો હતો તે પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. અને તેને લઈને ઘણા બધા મીમ્સ પણ બન્યા હતા. તો વળી સોશયિલ મિડિયા પર તૈમુરની રડતી તસ્વીરો શેર કરીને હવે તેના કોઈ ભાવ નહીં પૂછે તેવા મીમ્સ પણ વહેતા થયા હતા.

image source

આવનાર 19મી સપ્ટેમ્બરથી આઈપીએલ શરૂ થવા જઈ રહી છે. અને અનુષ્કા અને વિરાટ પહેલેથી જ ત્યાં હાજર થઈ ગયા છે. થોડા દિવસ પહેલાં જ અનુષ્કા અને વિરાટે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાતના સેલિબ્રેશનમાં કેક કટીંગ કર્યું હતું. જેની પણ તસ્વીરો વાયરલ થઈ હતી. આ સાથે જ એક તસ્વીર બીજી વાયરલ થઈ રહી છે.

image source

જે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું એક જુનું ટ્વીટ છે. તેમણે 2015માં એક ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું 5મી જાન્યુઆરી. અને આ તારીખને લોકો અનુષ્કાની ડીલીવરી ડેટ ગણવા લાગ્યા છે. અને તે સાથે જ જોફ્રાને લોકો જ્યોતિષ પણ કહી રહ્યા છે.

image source

લોકડાઉન દરમિયાન હાર્દિક પંડ્યા પણ પિતા બની ગયો તો વળી થોડા દિવસો પહેલાં કરીના કપૂર ખાને પણ પોતાની પ્રેગ્નન્સી જાહેર કરી હતી. અને ત્યાર બાદ વિરુષ્કા પણ માતાપિતા બનવા જઈ રહ્યા છે ત્યારે સોશયિલે મિડિયા પર પણ લોકડાઉન અને પ્રેગ્નન્સીને લઈને ઘણા બધા મિમ્સ વયારલ થયા હતા. અનુષ્કા શર્મા છેલ્લે કેટરીના કૈફ અને શાહરુખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. ત્યાર પછી તેણીએ એક પણ ફિલ્મ સાઇન નથી કરી. જો કે તેનું પ્રોડક્સન હાઉસ એક પછી એક વેબસિરિઝ લોન્ચ કરી રહ્યું છે અને તેને સફળતા પણ મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત