વિરુષ્કાની દીકરી વામિકા જાણો કોના જેવી દેખાય છે, આ વ્યક્તિએ કહી મોટી વાત

અનુષ્કા શર્માની નણંદ ભાવના કોહલી ઢીંગરાએ પોતોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આસ્ક મી એનિથિંગ લાઈવ સેશન રાખ્યું. આ સમયે વિરાટ અને અનુષ્કાના ફેન્સે કપલ અને તેમની દીકરી સાથે જોડાયેલા અનેક સવાલો પૂછ્યા હતા.

image source

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની નાની પરી વામિકાની એક ઝલક માટે ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં વિરાટ કોહલીની બહેન ભાવના કોહલી ઢીંગરાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આસ્ક મી એનિથિંગ સેશન રાખ્યું હતું. આ સમયે વિરાટ અન અનુષ્કાના ફેન્સે કપલ અને તેમની દીકરી સાથેના અનેક સવાલો પૂછ્યા. એક યૂઝરે કહ્યું કે શું તમે વામિકાને મળ્યા છો, તે કોના જેવી દેખાય છે. તેના જવાબમાં ભાવના કોહલીએ લખ્યું છે કે હા, હું વામિકાને મળી છું. તે એક એન્જલ છે.

image source

અન્ય એક યૂઝરે કર્યો આ સવાલ

ઉપરના સવાલ બાદ અન્ય એક યૂઝરે ભાવના કોહલી ઢીંગરાને પૂછ્યું કે વામિકાનો અર્થ શું થાય છે. તો ભાવનાએ તેનો જવાબ આપ્યો કે દેવી દુર્ગાનું એક રૂપ છે જેને વામિકા કહેવાય છે. વિરાટ કોહલીએ હાલમાં લાઈ સેશનમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. આખરે કયા કારણે તેઓએ પોતાની દીકરી વામિકાને સોશ્યલ મીડિયાથી દૂર રાખી છે. વિરાટે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે અમારી દીકરીને સોશ્યલ મીડિયાથી ત્યાં સુધી દૂર રાખીશું જ્યાં સુધી તેને તેની સમજ નહીં આવે.

image source

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 જાન્યુઆરી 2021ના રોજ પહેલી દીકરીના પેરન્ટ્સ બન્યા છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પોતાની દીકરીનું નામ વામિકા કોહલી રાખ્યું છે. વામિકાથી સ્ષ્ટ છે કે આ નામ વિરાટના શરૂઆતનો અક્ષર વ અને અનુષ્કાના નામનો છેલ્લો અક્ષર કને જોડીને રાખવામાં આવ્યું છે.

શું છે અનુષ્કા શર્માનું વર્કફ્રંટ

વર્કફ્રંટની વાત કરીએ તો અનુષ્કાની છેલ્લી ફિલ્મ શાહરૂખ ખાન અને કૈટરિનાની સાથે ઝીરો રિલિઝ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!