Site icon News Gujarat

ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ વિરાટ કોહલીને દીકરીના રેપની મળી રહી છે ધમકી, ઘણા યુઝર્સ ઉતર્યા વિરાટના સમર્થનમાં

એક તરફ ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક છે. આ કારણે ભારતીય ચાહકો સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાને જોરદાર રીતે ક્લાસ લઈ રહ્યા છે. પરંતુ આ ટીકાઓ વચ્ચે, કેટલાક અસામાજિક તત્વો છે જેઓ તેમની ‘ગંદી હરકતો’ કરતા અટકી રહ્યા નથી. પાકિસ્તાન સામે હાર્યા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે શુ હારી કે કેટલાક અસામાજિક તત્વોએ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પુત્રીને બળાત્કારની ધમકી આપી હતી.

image soucre

.
વિરાટ કોહલીની 10 મહિનાની પુત્રી વામિકા પર કેટલાક માથાના ફરેલા લોકોએ બળાત્કાર કરવાની ધમકી આપી ત્યારે લાખો ક્રિકેટ ચાહકોએ તેની સખત નિંદા કરી અને આવા વધુ લોકોને જેલમાં મોકલવાની માંગ કરી.

image source

વિરાટ કોહલીની પુત્રી વામિકા વિશે કરવામાં આવેલા આ ખૂબ જ વાંધાજનક ટ્વિટને લઈને સોશિયલ મીડિયા યુઝર્સમાં ઘણો ગુસ્સો છે. લોકો કહે છે કે મેચમાં હાર જીત થાય છે, પરંતુ આ રીતે તેમના પરિવારને ધમકાવવા અથવા અપશબ્દો બોલવા બિલકુલ યોગ્ય નથી. તો, કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે મોહમ્મદ શમીના સમર્થનમાં વિરાટ કોહલીના નિવેદનને કારણે વિરાટ કોહલીની પુત્રી વિશે આવું નિવેદન આપવામાં આવ્યું છે.

એક યુઝરે ટિપ્પણી કરી કે તેઓ 9 મહિનાની છોકરીને ધમકી આપી રહ્યા છે કારણ કે તેના પિતાએ તેના મુસ્લિમ પાર્ટનર શમી માટે સ્ટેન્ડ લીધો હતો! આ સમાજ સડેલો નહિ તો બીજું શું કહેશે?

image socure

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય ટીમની રમતની સમીક્ષા કરવાની સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું, ‘લોકોએ સમજવું જોઈએ કે આ એક રમત છે અને તેમાં જીત અને હાર પણ છે અને તમામ ટીમોએ તેનો સ્વાદ ચાખવો જ પડે છે.’

51 વર્ષીય ઈંઝમામે કહ્યું, ‘ખેલાડીઓ ભારતના હોય કે પાકિસ્તાનના હોય કે અન્ય કોઈ દેશના. આપણે બધા એક સમુદાયમાંથી આવીએ છીએ. પરંતુ કોઈને પણ આવી ધમકી આપવી એ ખોટું છે. કોઈને કોઈના પરિવારને નિશાન બનાવવાનો અધિકાર નથી

image socure

તેણે કહ્યું, ‘શમી સાથે જે થયું, તે હવે વિરાટ સાથે થઈ રહ્યું છે. તે શરમજનક છે. લોકોએ સારી ખેલદિલીની પ્રશંસા કરવી જોઈએ. ઈંઝમામ સિવાય અન્ય ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરોએ ધમકીઓ આપનારા આ લોકો પર નિશાન સાધ્યું છે.

Exit mobile version