ભારતીય નૌકાદળની શાન રહેલા INS વિરાટની વિદાઈ, અલંગ શીપબ્રેકિંગ યાર્ડ ખાતે આવશે તોડવામાં, અધધધ…કરોડની બોલાવામાં આવી હરાજી

ઇન્ડિયન નેવીની શાન INS વિરાટે કરી અંતિમ સફર – ભાવનગર અલંગમાં આવશે તોડવામાં, ઐતિહાસિક જહાજને તોડવા માટે બોલવામા આવી 38 કરોડની હરાજી

ભારતીય રક્ષા દળોની ત્રણ પાંખો એટલે કે થલ સેના, વાયુ સેના અને જળ સેના. આપણો દેશ ત્રણે દિશાએથી સમુદ્રથી ઘેરાયેલો છે. માટે આપણા માટે એ ખૂબ જરૂરી છે કે આપણા દેશની સમુદ્ર કિનારાની સરહદોને આપણે ઉત્તમ રીતે રક્ષીએ. અને તેના માટે જ ભારતીય નૌકાદળનું અસ્તિત્વ છે. અને ભારતીય નૌકાદળનુ અસ્તિત્વ છે માટે જ આપણે સમુદ્રકિનારેથી સુરક્ષિત છીએ.

image source

ભારતીય નેવીના મોટા મોટા જહાજો તેમજ હાઇટેક હથિયારો અને આપણા નેવી સોલ્જર્સ આપણી સમુદ્ર સાથે જોડાયેલી સરહદોની દિવસ રાત રક્ષા કરે છે. 2017માં ભારતીય નૌકાદળની શાન એવા આઈએનએસ વિરાટને સેવા નિવૃત્ત કરવામા આવ્યુ હતું. અને હવે તે પોતાની અંતિમ સફર કરી રહ્યું છે. અને હવે ભાવનગરના અલંગ ખાતે તેને તોડવામા આવશે.

તમને ખ્યાલ જ હશે ભાવનગરનું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. અને પોતાની અંતિમ સફર ખેડીને હવે INS વિરાટ અહીં આવવાનું છે. INS વિરાટે ભારતીય નૌકાદળમાં ત્રીસ વર્ષ સેવા આપી છે. 2017ની સાલમાં INS વિરાટને નિવૃત્તિ આપવામા આવી હતી. તમને જણાવી દઈએ કે INS વિરાટે યુનાઇટેડ કિંગડમ અને ભારતીય નૌકાદળની સેવા કરી છે.

image source

મુંબઈથી ભાવનગર લાવવામાં આવ્યું.

ભારતીય નૌકાદળની શાન રહેલું INS વિરાટ પોતાની અંતિમ સફર કરી રહ્યું છે અને તેને જોવા માટે લોકોમાં ભારે કુતુહલ જાગ્યું છે, ભારતીય સૈન્યનું આ એક ઐતિહાસિક જહાજ છે. અને હવે અલંગ ખાતે તેને તોડવામાં આવ્યા બાદ તે માત્ર નામશેષ રહી જશે. જો કે યુદ્ધને લગતી આંતરીક મશીનરીઓ તેમજ જહાજનું મશીન પહેલેથી જ કાઢી લેવામા આવ્યા છે માટે તેને મુંબઈથી ટો કરીને ભાવનગર ખાતે લવાઈ રહ્યું છે. ભાવનગરના બંદર ખાતેના એંકરેજ પેઇન્ટ પર તેને લાંગરવામાં આવશે.

INS વિરાટને તોડવા માટે બોલાઈ 38.54 કરોડની હરાજી

image source

શ્રી રામ ગૃપ દ્વારા આ ઐતિહાસિક જહાજ તોડવાની હરાજી જીતી લેવામાં આવી હતી. આ હરાજી 38.54 કરોડ પર રોકાઈ હતી. જો કે આ જહાજને તોડવા માટે કેટલીક કાયદેસરની પ્રક્રિયાઓ પૂરી કરવામા આવશે અને તેના માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કસ્ટમ વિભાગ અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પોતાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ત્યાર બાદ તેને તોડવા માટે સોંપવામા આવશે.

તમને જણાવી દઈએ કે INS વિરાટ એ મૂળે તો એક બ્રિટિશ જહાજ છે. 1959માં રોયલ નેવીમાં તેને ઉમેરવામા આવ્યું હતું. અને ત્યાર બાદ 1986માં ભારતે તેને ભારતીય નૌકાદળ માટે ખરીદ્યું હતું અને તેણે 30 વર્ષ સુધી ભારતની સેવા કરી હતી.

image source

ભાવનગર – ઘોઘા વચ્ચે આવેલા દરિયા કિનારા પર INS વિરાટનું કસ્ટમ ચેકિંગ તેમજ અન્ય સરકારી કામગીરી મંગળવારથી શરૂ કરવામા આવશે. તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલાં ભાવનગરના શિપબ્રેકરે મુંબઈ ખાતેથી વિક્રાંત જહાજની ખરીદી કરીને તેને પણ તોડ્યું હતું. INS વિરાટે શ્રીલંકા તેમજ કારગીલ સામેના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

image source

INS વિરાટની ખાસિયતો

ભારતીય નૌકાદળનું આ એક એરક્રાફ્ટ કેરિયર છે. રોયલ નેવીમાં જ્યારે તેને 1959માં ઉમેરવામા આવ્યુ હતું ત્યારે તેનું નામ HMS હર્મેસ હતું અને તેને રોયલ નેવીમાંથી 1984માં નિવૃત્ત કરવામા આવ્યું હતું. અને ત્યાર બાદ 12મી મેના રોજ 1987માં તેને ભારતીય નૌકાદળમાં ઉમેરવામા આવ્યું અને તેણે 30 વર્ષ સુધી ઇન્ડિયન નેવીની સેવા કરી.

image source

તમને જણાવી દઈએ કે INS વિરાટ એ દુનિયાનું સૌથી જુનું એરક્રાફ્ટ કેરિયર છે. 2016ની 23મી જુલાઈએ વિરાટે મુંબઈથી કોચીની છેલ્લી સફર કરી હતી. તેનો ઓર્ડર 1943માં આપવામા આવ્યો હતો. અને તેને બનાવવાની શરૂઆત 21મી જુન 1944માં વિકર્સ-આર્મસ્ટ્રોંગ દ્વારા કરવામા આવી હતી. અને તેને 16મી ફેબ્રુઆરી 1953ના રોજ લોન્ચ કરવામા આવ્યુ હતું અને 25મી નવેમ્બર 1959ના રોજ તેને રોયલ નેવીમાં સમાવવામા આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત