70ના દશકના એક્ટર વિશાલ આનંદનું લાંબી બીમારી પછી નિધન, દેવ આનંદના ભત્રીજા હતા

બોલિવૂડ માટે 2020નું વર્ષ ખુબ ખરાબ છે. એક પછી એક સારા કલાકારો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. હજુ ગઈ કાલે જ એક સ્ટાર અભિનેત્રી મિષ્ટીનું અવસાન થયું હતું. ત્યારે આજે ફરીથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. 70ના દશકના એક્ટર વિશાલ આનંદનું લાંબી બીમારી પછી રવિવારે નિધન થયું છે. દેવ આનંદના ભત્રીજા એક્ટર વિશાલ આનંદનું મોત થતાં જ ફેન્સએ શોક વ્યક્ત કર્યો હતો.

‘કભી અલવિદા ના કહેના’થી ઘણા પોપ્યુલર થયા

image source

આનંદ બોલિવૂડના ફેમસ આનંદ પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા અને દેવ આનંદના ભત્રીજા હતા. આનંદ ખાસ તેમની ફિલ્મ ‘ચલતે ચલતે’ માટે જાણીતા છે જે 1976માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મના સોન્ગ ‘પ્યાર મેં કભી કભી’ અને ‘કભી અલવિદા ના કહેના’થી ઘણા પોપ્યુલર થયા હતા. આ ગીતો આજે પણ પણ લોકોના મોઢે સાંભળવા મળે છે.

કુલ 11 ફિલ્મોમાં જ કર્યું હતું કામ

image source

એક રિપોર્ટ અનુસાર વાત કરવામાં આવે તો વિશાલ આનંદ દિલ્હીમાં ભણ્યા અને ફિલ્મોમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવ્યા હતા. ડાયરેક્ટર દેવી શર્માએ ‘હમારા અધિકાર’ (1970)થી આનંદને બ્રેક આપ્યો હતો. આ ફિલ્મમાં તેની કો-સ્ટાર કુમુદ છુગાની હતી. જો કે, વિશાલને પોતાના કાકા દેવ આનંદની જેમ સફળતા ન મળી અને તેમનું કરિયર ટૂંક સમયમાં પૂરું થઇ ગયું. તે ત્યારબાદ ફિલ્મોથી દુર હતા. વિશાલે તેમના જીવનમાં કુલ 11 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં ‘હમારા અધિકાર’ સિવાય ‘સા રે ગા મા પા’ (1972), ‘ટેક્સી ડ્રાઈવર’ (1973), ‘હિન્દુસ્તાન કી કસમ’ (1973), ‘ચલતે ચલતે’ (1976) અને ‘કિસ્મત’ (1980) સામેલ છે.

બપ્પી લાહિરીને મ્યુઝિક ડાયરેક્ટર તરીકે મોટો બ્રેક

image source

પરંતુ આટલા જ ફિલ્મો કર્યા છતાં તેનું નામ એક આદર સાથે લેવામાં આવતું હતુ. એક અહેવાલ મુજબ બપ્પી લાહિરીને મ્યુઝિક ડાયરેક્ટર તરીકે મોટો બ્રેક વિશાલ આનંદની ફિલ્મ ‘ચલતે ચલતે’થી જ મળ્યો હતો. જોકે, તેમણે તેના લગભગ ત્રણ વર્ષ પહેલાં ફિલ્મોમાં ડેબ્યુ કરી લીધું હતું જેની નોંધ લેવી. ત્યારે આ વાતથી ફિલ્મ જગતમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો હતો અને ફેન્સમાં પણ હતાશા અનુભવાઈ હતી.

દેવ આનંદ વિશે બે વાતો

image source

ભારતીય સિનેમાના સદાબહાર અભિનેતા દેવ આનંદનો 98મો જન્મ દિવસ હાલમાં જ 26 સપ્ટેમ્બરે ગયો છે. દેવ આનંદનો જન્મ અવિભાજિત ભારતના પંજાબમાં 26 સપ્ટેમ્બર, 1923ના રોજ થયો હતો. 2011માં લંડન ખાતે હૃદયરોગના હુમલામાં 88 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. પરંતુ આજે પણ દેવઆનંદ લોકોમાં એટલા જ લોકપ્રિય છે. દેવ આનંદે ખુદને આજીવન યુવાન જ ગણાવ્યા છે. તેઓ હંમેશાં યુવાન અંદાજમાં રહેતા હતા અને એક સ્ટાઈલ આઈકન પણ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત