જાણો તો ખરા શું છે ખરેખર ‘આ’, જેને KISS કરે તેનું મોત થઈ જતું’

એવી છોકરીઓને કિસ કરતા જ વ્યક્તિનો જીવ જતો રહેતો હતો.

પ્રાચીન ભારતના ઈતિહાસમાં આવી વિષકન્યાઓના ઉલ્લેખ મળી આવે છે, જે જાસુસી કરવાનું કામ કરતી હતી. એવા કેટલાક કિસ્સા પ્રાચીન સાહિત્યમાં મળે છે જયારે રાજા પોતાના દુશ્મનને છળપૂર્વક અંત કરવા માટે વિષકન્યાઓને મોકલતા હતા. આ વિષકન્યાઓ લોકોને કિસ કરતી હતી. આમ કરતા જ તે વ્યક્તિની મૃત્યુ થઈ જતી હતી.

શું હતી વિષકન્યા થવાની પહેલી શરત:

image source

વિષકન્યા બનવા માટે રૂપવાન હોવું પહેલી શરત હતી. આ ઉલ્લેખો મુજબ, આ વિષકન્યાઓને નાનપણથી જ થોડા- થોડા પ્રમાણમાં વિષ (ઝેર) આપીને મોટી કરવામાં આવતી હતી. તેમને ઝેરીલા વૃક્ષ અને ઝેરીલા પ્રાણીઓના સંપર્ક સાથે તેમને અભ્યસ્ત કરાવવામાં આવતી હતી. આની સાથે જ વિષકન્યાઓને સંગીત અને નૃત્યની શિક્ષા પણ આપવામાં આવતી હતી. આ ઉલ્લેખોમાં કહેવામાં આવ્યું છે કે, વિષકન્યાઇના શ્વાસોમાં જ ઝેર હોતું હતું. યુરોપમાં થતું હતું આવું.

image source

ધીરે ધીરે ઝેર આપીને ઝેર માટે પ્રતિરોધક ક્ષમતા વધારવાની ઘટનાનો ઉલ્લેખ યુરોપીય સાહિત્યમાં પણ મળે છે. આ પ્રક્રિયાને મિથ્રીડેટીજ્મ કહેવામાં આવે છે. આવું એટલા માટે કેમ કે, ઈસાની નજીક એક શતાબ્દી પહેલા પોન્ટસ સામ્રાજ્યના રાજા મિથ્રીડેટ્સ VI ના પણ આ વિધિના પ્રયોગ કરવાના કિસ્સા મળે છે.

વિષકન્યાઓ વિષે કેટલાક પુસ્તકોમાં લખવામાં આવ્યું છે.

બારમી સદીમાં રચવામાં આવેલ ‘કથાસરીત્સાગર’માં વિષકન્યાઓના અસ્તિત્વનું પ્રમાણ મળે છે. સાતમી સદીના નાટક ‘મુદ્રારાક્ષસ’ માં પણ વિષકન્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘શુભવાહુઉત્તરી કથા’ નામના સંસ્કૃત ગ્રંથમાં રાજકન્યા કામસુંદરી પણ એક વિષકન્યા જ છે.

image source

વિષકન્યાઓને સ્પર્શી લેવું પણ જીવલેણ થઈ જતું હતું.

હિંદુ ધાર્મિક ગ્રંથ કલ્કિ પુરાણમાં પણ વિષકન્યાઓનો ઉલ્લેખ મળી આવે છે. એમાં કહેવામાં આવ્યું છે કે, વિષકન્યાઓ કોઈ વ્યક્તિને સ્પર્શ કરીને પણ મારી શકતી હતી. આ ધર્મ ગ્રંથમાં ચિત્રગ્રીવા નામની એક ગંધર્વની પત્ની સુલોચનાનો ઉલ્લેખ પણ મળી આવે છે, જે વિષકન્યા હતી.

ચુંબન લઈને લઈ લેતી હતી જીવ.

એવો પણ ઉલ્લેખ મળી આવે છે કે, કેટલીક વાર વિષકન્યાએ શત્રુને ઝેરીલી દારૂ પીવડાવીને પણ મારી નાખતી હતી. દારૂને ઝેરીલી કરવા માટે તેઓ પહેલા તે જ પ્યાલા માંથી એક ઘૂંટ દારૂ પી લેતી હતી. પરંતુ વિષકન્યાઓનો સૌથી ચાલાક પદ્ધતિ ચુંબન દ્વારા લોકોને મારી નાખવાનું હતું.

image source

એવું કહેવામાં આવે છે કે, મગધના રાજા નંદના મંત્રી આમાત્ય રાક્ષસએ ચંદ્રગુપ્ત મૌર્યને મારી નાખવા માટે એક વિષકન્યાને મોકલી હતી. પરંતુ આ ષડ્યંત્ર વિષે ચાણક્યને શક થઈ ગયો હતો અને તેમણે ચંદ્રગુપ્ત મૌર્યને બચાવી લીધો હતો અને વિષકન્યા દ્વારા ખોટી વ્યક્તિને મરાવી દીધો હતો, જેનું નામ પર્વતક હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!