વિશ્વભરમાં સૌથી વધુ વેક્સિનનો પ્રી-ઓર્ડર આપવામાં ભારત પ્રથમ નંબરે, અમેરિકા અને યુરોપિયન સંઘને છોડ્યા પાછળ

વિશ્વભરમાં કોરોના સામે લડવા વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે તો બીજી તરફ રશિયમાં રસીકરણની શરૂઆત પણ થઈ ગઈ છે, વિશ્વભરમાં અમિર દેશો વેક્સિનના મોટા ઓર્ડર આપી રહ્યા છે. જેમા ભારતનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ કોરોના વાયરસ વિરૂદ્ધ જંગમાં ચીને 4, રશિયાએ 2 અને UKએ 1 વેક્સિનને ઈમરજન્સી એપ્રુવલ આપી દીધી છે. ભારતમાં ભલે વેક્સિનને એપ્રુવલ ન મળ્યું હોય, પ્રી-ઓર્ડરમાં તેઓ સૌથી આગળ છે.

ભારતે 160 કરોડ ડોઝ સિક્યોર કરી લીધા

image source

તાજેતરમાં જ એક ગ્લોબલ એનાલિસિસ મુજબ ભારતે 160 કરોડ ડોઝ સિક્યોર કરી લીધા છે. એક્સપર્ટ કહી રહ્યાં છે કે આ 80 કરોડ લોકોને કવર કરશે એટલે કે આપણાં દેશની 60% વસ્તીને. આ હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરવા માટે પુરતું છે. જેથી ભારતમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકશે અને લોકોને મોટી રાહત મળશે. દર બે સપ્તાહે અપડેટ થનારા લોન્ચ એન્ડ સ્કેલ સ્પીડોમીટર એનાલિસિસ મુજબ ભારતે 30 નવેમ્બર સુધી આ ત્રણ વેક્સિનના 160 કરોડ ડોઝ સિક્યોર કરવામાં આવ્યા છે. જ્યારે ભારત પછી યુરોપિયન સંઘના 158 કરોડ અને અમેરિકાના 100 કરોડથી થોડાં વધુ ડોઝ સિક્યોર કરાયા છે.

વેક્સિનના વિતરણ માટે પૂર જોશમાં તૈયારી

image source

તો બીજી તરફ અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટી ગ્લોબલ હેલ્થ ઈનોવેસન સેન્ટર મુજબ ભારતે ઓક્સફોર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાજેનેકાની કોવીશીલ્ડ વેક્સિનના 50 કરોડ ડોઝ ખરીદવાનો કરાર કર્યો છે. આ ઉપરાંત અમેરિકી કંપની નોવોવેક્સના 100 કરોડ ડોઝ અને રશિયાના ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્પૂતનિક V વેક્સિનના 10 કરોડ ડોઝ પણ દેશને મળવાના છે. જ્યારે ડ્યૂક રિસર્ચર્સે એનાલિસિસમાં કહ્યું કે ભારત અને બ્રાઝીલ જેવી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાવાળા દેશોએ મુખ્ય વેક્સિન કેન્ડિડેટ્સથી મોટી સંખ્યામાં માર્કેટ કમિટમેન્ટ પ્રાપ્ત કર્યા છે. તે પણ આ કેન્ડિડેટ્સના વેક્સિઝ માર્કેટમાં આવે તે પહેલાં જ. ભારત સરકારે વેક્સિનના વિતરણ માટે પૂર જોશમાં તૈયારી શરૂ કરી દીધી છે. સૌ પ્રથમ ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા હેલ્થ વિભાગના કર્મચારીઓને રસી અપાશે. જેમા ડોક્ટરથી લઈને તમામ સ્વાસ્થ્ય કર્મચારીનો સમાવેશ થાય છે.

ભારતમાં 60% વસ્તી સુધી જ વેક્સિન પહોંચશે

image source

ગ્લોબલ રિસર્ચર્સના એનાલિસિસ મુજબ અનેક દેશોએ પોતાની વસ્તીથી વધુ વેક્સિન માટે પ્રી-ઓર્ડર બુક કરાવ્યા છે. કેનેડાએ પોતાની વસ્તીથી 527% વધુ વેક્સિન બુક કરાવ્યા છે, તો UKએ 288%, ઓસ્ટ્રેલિયાએ 266%, ચિલીએ 223%, યુરોપિયન સંઘે 199%, USAએ 169% અને જાપાને 115% વેક્સિન પ્રી-બુક કરાવી છે. આવું કારણ એ છે કે જો કોઈ વેક્સિન નિષ્ફળ રહી અને એપ્રુવલ સ્ટેજ સુધી ન પહોંચી શકી તો પણ વસ્તી વેક્સિનથી વંચિત ન રહી જાય. તો ભારતમાં 60% વસ્તી સુધી જ વેક્સિન પહોંચશે તેવું દેખાય રહ્યું છે.

20% વસ્તી સંપૂર્ણપણ કોવેક્સ પર નિર્ભર

image source

તો બીજી તરફ નાના દેશો કે જેમની આર્થિર પરિસ્થિતિ નબળી છે તેઓ WHO પર આધાર રાખી રહ્યા છે. આ અંગે ડ્યૂક યુનિવર્સિટીના રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ હાઈ ઈનકમ દેશોએ 380 કરોડ ડોઝ સિક્યોર કર્યા છે. અપર મિડલ ઈનકમ દેશોએ 82.9 કરોડ ડોઝ સિક્યોર કર્યા છે અને લોવર મિડલ ઈનકમવાળા દેશોએ 170 કરોડ ડોઝ પ્રાપ્ત કર્યા છે. રિસર્ચર્સનું કહેવું છે કે લો ઈનકમ દેશોએ કોઈ ડાયરેક્ટ ડીલ નથી કરી. એટલે કે 20% વસ્તી સંપૂર્ણપણ કોવેક્સ પર નિર્ભર છે.

શું છે COVAX

કોવેક્સ (COVAX) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, કોલિશન ફોર એન્ડેમિક પ્રિપેયર્ડનેસ ઈનોવેશન્સ (CEPI) અને ઈન્ટરનેશનલ વેક્સિન એલાયન્સ ઓર્ગેનાઈઝેશન ગાવીની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય સરકારો અને વેક્સિન મેન્યુફેક્ચર્સની સાથે તમામ દેશો માટે કોવિડ-19 વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો છે.
પબ્લિક હેલ્થના ક્ષેત્રે કામ કરનારા એક્સપર્ટસે વિશ્વભરના લીડર્સને આગ્રહ કર્યો છે કે કોવિડ-19ની સાથે-સાથે ભવિષ્યમાં આવનારી બીમારીઓ માટે પણ જવાબદારીને સમજવામાં આવે. કે જેથી કોવિડ-19ના ઉપચાર કે વેક્સિનનો અધિકાર માત્ર કેટલાંક પસંદ થયેલા સમૃદ્ધ દેશોની પાસે ન રહી જાય.

70% વેક્સિન પર તો અમીર દેશોએ પોતાનો અધિકાર વ્યક્ત કર્યો

image source

તો બીજી તરફ જ્યોર્જ ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ ઈન ઈન્ડિયાના નેતૃત્વમાં 400 અન્ય ઈન્સ્ટિટ્યૂશન્સે મળીને આ આગ્રહ વેશ્વિક નેતાઓને કર્યો છે. જેમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પબ્લિક હેલ્થ અને સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પણ સામેલ છે. PGIMS રોહતકમાં એનેસ્થેશિયોલોજી એન્ડ ક્રિટિકલ કેરમાં MD કામના કકક્ડે કહ્યું કે ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ 70% વેક્સિન પર તો અમીર દેશોએ પોતાનો અધિકાર વ્યક્ત કર્યો છે. દરેક દેશ પોતાની વસ્તી માટે વધુમાં વધુ વેક્સિન મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે. એવામાં તે દેશોનું શું થશે, જે વેક્સિન એફોર્ડ નથી કરી શકતા. આવા દેશોની સંખ્યા પણ વિશ્વમાં ઘણી વધુ છે.

GMR હૈદરાબાદ એર કાર્ગો ભારતનું પહેલું ફાર્મા ઝોન

image source

ભારતના દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટના એર કાર્ગો સર્વિસિઝ વેક્સિન ડિસ્ટ્રિબ્યૂશન માટે સંપૂર્ણપણે તૈયાર છે. દિલ્હી એરપોર્ટમાં બે કાર્ગો ટર્મિનલ છે. ત્યાં સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ટાઈમ એન્ડ ટેમ્પરેચર-સેન્સેટિવ ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ વેક્સિન માટે ડિસ્ટ્રિબ્યૂશનમાં ખાસ ભૂમિકા ભજવશે. દિલ્હી એરપોર્ટ 1.5 લાખ મેટ્રિક ટન કાર્ગો દર વર્ષે હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાં -20 ડિગ્રીથી 25 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પેરેચર-કંટ્રોલ્ડ ઝોન છે. GMR હૈદરાબાદ એર કાર્ગો માત્ર દેશ જ નહીં પરંતુ ગ્લોબલ વેક્સિન લોજિસ્ટિક્સમાં વિશેષ સ્થાન ધરાવે છે. હૈદરાબાદ એરપોર્ટના એક પ્રવક્તાએ કહ્યું કે GMR હૈદરાબાદ એર કાર્ગો ભારતનું પહેલું ફાર્મા ઝોન છે જ્યાં GDP- સર્ટિફાઈડ ટેમ્પરેચર કંટ્રોલ્ડ ફેસિલિટી છે.

થોડા દિવસ પહેલા જ પીએમ મોદીએ વેક્સિન સેન્ટરોની લીધી હતી મુલાકાત

image source

નોંધનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ પુણેના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ), હૈદરાબાદના ભારત બાયોટેક અને અમદાવાદની કેડિલા હેલ્થકેરમાં બની રહેલી વેક્સિનનો અંદાજ મેળવવા ત્રણેય શહેરોની મુલાકાત લીધી હતી. એના થોડા જ દિવસો પછી તેમણે ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ, જેનોવા ફાર્માસ્યુટિકલ્સ અને બાયોલોજિકલ Eના વૈજ્ઞાનિકો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી. આ ત્રણેય સ્થાને વિદેશમાં બનેલી વેક્સિનના પ્રારંભિક ગાળાની ટ્રાયલ્સ ચાલી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત