વિશ્વના સૌથી ખતરનાક અને ઘાતક ફાઈટર જેટ વિશે જાણો તમે પણ…

૨૯ જુલાઈનો દિવસ ભારત અને ભારતીય વાયુસેના માટે સૌથી મહત્વનો રહ્યો છે. હાલમાં જ ભારતીય વાયુસેનામાં 5 રાફેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિણામે હવે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. સામાન્ય રીતે આવા પ્રકારના ફાઈટર જેટ્સ એ કોઈ પણ દેશની સૈન્ય તાકાતમાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. હાલમાં વિશ્વભરમાં થયેલા મિલિટ્રી ઓપરેશન્સમાં ફાઈટર જેટ્સનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવ્યો છે. વર્તમાન સમયના આધુનિક સમયે વિશ્વના તમામ દેશ પોતાની સૈન્ય ક્ષમતા વધારવા માટે ફાઈટર જેટ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. આજે અમે તમારી સમક્ષ વિશ્વના આવા જ 10 સૌથી આધુનિક અને ઘાતક ફાઈટર જેટ્સ વિશેની માહિતી લઈને આવ્યા છીએ.

રાફેલ ફાઈટર પ્લેન | ફ્રાન્સ

image source

હાલમાં જ ભારતમાં પાંચ રાફેલ જેટ આવ્યા છે. રાફેલ જેટ પણ વિશ્વના આધુનિક ફાઈટર જેટ્સમાં સામેલ છે. રાફેલ જેટ પોતાના આધુનિક કક્ષાના નેવિગેશન સિસ્ટમથી લાંબા અંતરના ટાર્ગેટ પર પણ અચૂક નિશાન લગાવવાની ક્ષમતા ધરાવે છે. આ ટાર્ગેટની ઓળખ માટે રાફેલ ઈન્ફ્રારેડ સર્ચ અને ટ્રેક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. રફેલ વિમાન એ ૩૦૦ કિલોમીટરની ઊંચાઈથી પણ હવામાં રહીને જમીન પરના લક્ષ્યનું અચૂક ભેદન કરી શકે છે. રાફેલ જેટ એ ૧૯૦૦ કિલોમીટર પ્રતિકલાકની ગતિએ હવામાં સફર કરી શકે છે. રાફેલ જેટ હથિયારો પહોંચાડવા સહિતના તમામ મિશનોને પાર પાડવા સક્ષમ છે.

એફ-15 ઈ સ્ટ્રાઈક ઈગલ | અમેરિકા

image source

એફ-15 ઈ સ્ટ્રાઈક ઈગલ એ એક આધુનિક પ્રકારનું મલ્ટીરોલ સ્ટ્રાઈક ફાઈટર પ્લેન છે. આ વિમાન એના અવાજની ગતિથી બમણી સ્પીડમાં ઉડી શકે છે. અત્યાધુનિક એવિઓનિક્સ સિસ્ટમથી સજ્જ કરવામાં આવેલું આ વિમાન દિવસ અને રાતે એમ કોઈ પણ સમય દરમિયાન હમલો કરવા સક્ષમ ગણાય છે. તેમજ આ જેટ એ ગમે તેવા ખરાબ વાતાવરણમાં પણ હવાથી હવામાં અને હવાથી જમીન પર મિશનનું સંચાલન કરવામાં સક્ષમ છે. F-15 ઈ સ્ટ્રાઈક ઇગલમાં 23,000lb સુધીનું પેલોડ વહન કરવાની ક્ષમતા છે. જેમાં જોઈન્ટ ડિરેક્ટ એટેક મ્યૂનિશન, AGM-130 સ્ટેન્ડઓફ વેપન સિસ્ટમ, AIM-120 એડવાન્સ્ડ મીડિયમ રેન્જ એર-ટૂ-એર મિસાઈલ, AIM-9X જેવી સુવિધાઓ પણ સામેલ છે.

એફ-35 લાઈટનિંગ | અમેરિકા

image source

યુએસ મરીન કૉર્પ્સનું આ લૉકહીડ માર્ટિન એફ-35 લાઈટનિંગ એ વિશ્વનું એકમાત્ર 5th જનરેશન મલ્ટીરોલ ફાઈટર પ્લેન ગણવામાં આવે છે. ટાર્ગેટેડ સેન્સર અને આધુનિક હથિયારોથી સજ્જ રહેતું આ ફાઈટર જેટ પોતાના ટાર્ગેટ પર એકદમ અચૂક પ્રકારે નિશાન તાકવા માટે સક્ષમ ગણાય છે. આમ અચૂક નિશાન પર વાર કરવાની સજ્જડ ક્ષમતા આ વિમાનને અન્ય ફાઈટર જેટની તુલનામાં ચડિયાતું બનાવે છે. આ ફાઈટર જેટ સાઈડવિંડર અને સ્ટૉર્મ શેડોની સાથે જોઈન્ટ ડિરેક્ટ અટેક મ્યૂનિશન જેવા હથિયાર સિસ્ટમથી પણ અપગ્રેડેડ રહે છે.

એફ-22 રેપ્ટર / લૉકહીડ માર્ટિન & બોઈંગ | અમેરિકા

image source

એફ 22 રેપ્ટર એ લૉકહીડ માર્ટિન અને બોઈંગ કંપની દ્વારા નિર્મિત એક સિંગલ-સીટર પ્લેન છે. એફ ૨૨ એ ડબલ એન્જીન ધરાવતું 5th જનરેશનનું જાનદાર ફાઈટર જેટ છે. આ પ્લેનમાં રહેલા ઈન્ટિગ્રેટેડ એવિયોનિક્સ સિસ્ટમ એફ-22ને એક સુપર ફાઈટર જેટ બનાવે છે. અમેરિકાની વાયુ સેનામાં સામેલ એફ ૨૨ એ એક વિશેષ પ્રકારનું યુદ્ધ વિમાન છે. આ પ્રકારના જેટનો ઉપયોગ વિશેષ પ્રકારના મિશન પાર પાડવા માટે કરવામાં આવે છે. આ ફાઈટર જેટ આકાશ અને ધરતી એમ બંને પ્રકારે વાર કરવા માટે સક્ષમ ગણાય છે. આ જેટનો ઉપયોગ પેટ્રોલિંગ, અટેક, સિગ્નલ ઈન્ટેલિજન્સ માટે કરવામાં આવે છે.

એફ સુપર હૉર્નેટ / બોઈંગ એફ / એ-18 ઈ | અમેરિકા

image source

એફ સુપર હૉર્નેટ એ એક પ્રકારનું વિશેષ સ્ટ્રાઈકર જેટ છે. આ સ્ટ્રાઈકર એ આધુનિક ફાઈટર જેટની ક્ષમતાઓથી પણ સજ્જ છે. આ જેટમાં ૧૧ વેપન સ્ટેશન પર હવાથી હવામાં અને હવાથી જમીન પર ઑર્ડનેન્સની સાથે લેજર ગાઈડેડ બોમ્બ વરસાવવા સહિતના વિવિધ પ્રકારના સ્માર્ટ હથિયારોનું મિશ્રણ ધરાવે છે. આ સિવાય આ જેટમાં ઈન્ટિગ્રેટેડ નેટવર્ક સિસ્ટમથી જમીન પર રહેલા સૈનિકો સાથે પણ સારી રીતે સંવાદ સ્થાપી શકવાની મજબુત ક્ષમતા સામેલ છે.

સુખોઈ SU 35 | રશિયા

image source

સુખોઈ SU 35 એ સામાન્ય રીતે SU 27 ફાઈટર જેટનું જ વિક્સિત વર્ઝન માનવામાં આવે છે. SU 35 એ 5th જનરેશનની ટેકનોલોજી અને ટેકનીક સાથે 4++ જનરેશનનું વિમાન છે. આ ફાઈટર જેટ અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ ગણવામાં આવે છે અને સુખોઈ ફાઈટર જેટના અન્ય વિમાનો કરતા આ ચઢિયાતું પણ ગણાય છે. આ જેટમાં 14 હાર્ડ પોઈન્ટની સાથે સાથે મહત્તમ 8 ટન જેટલા હથિયારો વહન કરવાની ક્ષમતા પણ છે. આ સિવાય આ જેટ લાંબા અને નાના અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ, બોમ્બ તથા રોકેટથી પણ સજ્જ છે.

સુ-30 એમકેઆઈ/ફ્લેંકર-એચ | રશિયા

image source

SU 30MKI ફ્લેંકર એચ એ ભારતીય વાયુ સેના સાથે સેવામાં એક ટૂ સીટર અને લાંબા અંતરનું મલ્ટી રોલ ફાઈટર જેટ છે. આ જેટને પણ રશિયાની કંપની સુખોઈ દ્વારા બનાવવામાં આવ્યું છે. SU 30MKI એ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ સાથે હવાથી હવામાં અને હવાથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલની એક આખી સીરીજને લઇ જઈ શકે છે. એમાં 30 મીમીની જીએસએચ ૩૦-૧ ગન અને અનેક પ્રકારની બોમ્બ વહન ક્ષમતા સામેલ છે. SU 30MKIમાં મલ્ટી નેશનલ એવિયોનીક્સ અને સબસિસ્ટમથી ચાલતી સુવિધા પણ ઉપલબ્ધ છે.

સુખોઈ SU 57 | રશિયા

image source

SU 57 પણ સુખોઈ દ્વારા નિર્મિત વિમાન છે. આ જેટ 5th જનરેશનનું સિંગલ-સીટર અને ડબલ એન્જીન ધરાવતું મલ્ટી રોલ ફાઈટર જેટ છે. આ જેટને યુનાઈટેડ એર ક્રાફ્ટની સહાયક કંપની સુખોઈ દ્વારા બનાવવામાં આવે છે. આ પહેલા આ જેટ PAK FA અને T-50 ના નામે ઓળખવામાં આવતું હતું. આ જેટને રશિયન વાયુ સેના અને રશિયન નેવીના ખાસ મિશન માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ જેટ દુશ્મન સામે જમીન, આકાશ તેમજ પાણીમાં પણ બચાવ કરવા માટે સક્ષમ છે. આ પ્રકારના જેટનો ઉપયોગ સામાન્ય રીતે હવાઈ વિસ્તારના પેટ્રોલિંગ માટે કરવામાં આવે છે. 10 ટન વજન સાથે આ જેટ ઓછા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી તેમજ હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલોને લઈ જવા માટે સક્ષમ ગણાય છે.

ચેંગદૂ જે-20 | ચીન

image source

ચેંગદૂ જે 20 એ પણ 5th જનરેશનનું સિંગલ-સીટર અને ડબલ એન્જિન સ્ટીલ્થ ફાઈટર જેટ છે. આ પ્લેનને ખાસ કરીને પીપુલ્સ લિબરેશન આર્મી એરફોર્સ માટે વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે. આ જેટનું નિર્માણ ચેંગદૂ એરક્રાફ્ટ ઈન્ડસ્ટ્રી ગ્રૂપ (CAIG) દ્વારા કરવામાં આવ્યું છે. આ જેટમાં આઠ જેટલા હાર્ડપોઈન્ટ અને એક ઈન્ટરનલ વેપન લોબી પણ છે. આ ફાઈટર જેટ દ્વારા મિસાઈલ, લેજર-ગાઈડેડ બોમ્બ અને રેડિએશન-રોધી મિસાઈલ્સથી પણ હમલો કરી શકાય છે. આ જેટની મદદથી જમીન અને આકાશ એમ બંને સરફેસ પર આક્રમણ કરી શકાય છે.

યૂરોફાઈટર ટાઈફૂન | બ્રિટન

image source

યૂરોફાઈટર ટાઈફૂન એ પણ આધુનિક અને મલ્ટીરોલ ફાઈટર જેટ છે. આ જેટને વર્તમાન સમયે વિશ્વના સૌથી શ્રેષ્ઠ જેટમાંથી એક માનવામાં આવે છે. આ એક પ્રકારનું ડેલ્ટા વિગ જેટ છે, જે આધુનિક એવિયોનિક્સ અને સેન્સરથી લેસ છે. આ ફાઈટર જેટ ડીએએસએસ સિસ્ટમથી પણ સજ્જ છે. આ સિવાય આ જેટ મૌસર બીકે-27, 27 એમએમ કેનન, હવાથી હવા અને હવાથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલથી પણ સજ્જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત