આ દેશમાં સૂર્ય ઉગે છે સૌથી પહેલા, જેનો જવાબ જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી, જાણો આવી ચકિત કરનારી અજાણી હકિકતો વિષે

શું તમે જાણો છો કે સૂર્ય સૌથી પહેલા કયા દેશમાં ઉગે છે – સાંભળીને રહી જશો ચકિત – જાણો આવી જ કેટલીક ચકિત કરનારી અજાણી હકિકતો વિષે

ઇન્ટરનેટના આવ્યા પછી લોકોને માહિતિઓનો એક મોટો મહાસાગર મળી ગયો છે. આજે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તમે તરત જ ગુગલ પર સર્ચ કરીને તેનો જવાબ મેળવી શકો છો. અને ઘણી બધી વેબસાઇટ્સ પણ તમને વિવિધ બાબતો સાથે જોડાયેલી સાવજ અજાણી અને ચકિત કરનારી માહિતી આપતી હોય છે. માણસનું મન હંમેશા કૂતુહલતાથી ભરેલું હોય છે, તે હંમેશા અનોખી વાતો વિષે જાણવા માગતું હોય છે. તો આજે અમે તમારા વિષે તેવી જ કેટલીક અનોખી વાતો લઈને આવ્યા છીએ.

– શું તમે જાણો છો કે હોર્મોન શબ્દની શોધ કોણે કરી હતી ? તે હતા બેલિસ અને સ્ટારલિંગ.

– તમે એ નહીં જાણતા હોવ કે VIBAX 2018 એક સૈન્ય અભ્યાસ છે જે ભારત અને વિયતનામ દેશ વચ્ચે થયો હતો.

image source

– ભારત તેની રેલ્વેલાઇન માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે ભારતના એક રાજ્યમાં રેલ્વે લાઇન છે જ નહીં. તો તમને જણાવી દઈએ કે આ રાજ્ય છે મેઘાલય.

– શું તમે એ જાણો છો કે સૂર્ય સૌથી પહેલાં કયા દેશમાં ઉગે છે ? જો ન જાણતા હોવ તો તમને જણાવી દઈએ કે સુર્ય સૌથી પહેલાં ન્યૂઝીલેન્ડ દેશમાં ઉગે છે.

image source

– તમે જો કોકાકોલાના શોખીન હોવ તો તમને જણાવી દઈએ કે વિશ્વના બે દેશ નોર્થ કોરિયા અને ક્યૂબા જ એવા દેશ છે જ્યાં તમે કોકા-કોલા નથી ખરીદી શકતા.

– અમેરિકાની વસ્તી ભલે દુનિયાના ઘણા બધા દેશો કરતાં ઓછી હોય પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકાના લોસ એન્જેલસમાં સમગ્ર વિશ્વની વસ્તી સમાઈ શકે તેમ છે. જો વિશ્વની દરેક વ્યક્તિ લોસ એન્જેલસમાં ઉભી રહે તો તે બધા જ લોસ એન્જેલસના 500 સ્ક્વેરમાઇલ્સના વિસ્તારમાં સમાઈ શકે તેમ છે.

– તમે હમણા કદાચ માર્ક કર્યું હશે કે તમારી આસપાસ ટ્વીન્સ ખૂબ જોવા મળતા હશે તો તમને જણાવી દઈએ કે હાલના સમયમાં દુનિયામા સૌથી વધારે ટ્વીન્સ છે.

image source

– જો તમને તીખું ખાવાનું ગમતું હોય તો તમને જણાવી દઈએ કે વિશ્વનું સૌથી તીખું મરચું એટલી હદે તીખું હોય છે કે તે તમને મારી શકે છે. જેને ડ્રેગન્સ બ્રીધ મરચું કહે છે.

– જો તમને એવું લાગતું હોય કે આજકાલ લોકો દુબઈની મુલાકાત બહુ લે છે તો તમને જણાવી દઈએ કે વિશ્વનમાં સૌથી વધારે મુલાકાત જો કોઈ દેશની લેવામાં આવતી હોય તો તે છે ફ્રાન્સ.

– ઇન્ડોનેશિયામાં વિશ્વના સૌથી વધારે ઠીંગણા લોકો રહે છે.

image source

– તમે જો સૌથી શાંત રૂમ વિષે સાંભળ્યું હોય કે જ્યાં જરા પણ અવાજ નથી હોતો તો તમને જણાવી દઈએ કે તે વોશિંગ્ટનમાં આવેલા માઇક્રોસોફ્ટના હેડક્વાર્ટ માં આવેલો છે.

– જો તમે વિશ્વની વધતી વસ્તીને લઈને ચિંતિત હોવ તો તમને જણાવી દઈએ કે દર એક સેકન્ડમાં 4 બાળકો જન્મે છે. જેનો અર્થ એ થાય કે દરરોજ 3.6 લાખ બાળકો જન્મે છે. અને આખા વર્ષની વાત કરીએ તો એક વર્ષમાં 13.14 કરોડ બાળકો જન્મ લે છે.

image source

– હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે અને લોકો ઠંડીથી ધ્રૂજી રહ્યા છે ત્યારે તેમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં પૃથ્વી પર સૌથી ઓછું તાપમાન કોઈ નોંધાયું હોય તો તે હતું -144 ડીગ્રી ફેરનહીટ

– હાલના સમયમાં જેટલા લોકો આ પૃથ્વી પર જીવીત છે તેઓ આ પૃથ્વી પર અગાઉ જન્મી ગયેલા લોકોના માત્ર 7 ટકા લોકો જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત