Site icon News Gujarat

નવી સ્ટ્રેનનો કોરોના ફરી લોકડાઉન લાવશે? દુનિયાનાં આ દિગ્ગજ દેશમાં ફરી લાગ્યું 2 મહિનાનું લોકડાઉન

બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના લીધે હાહાકાર, PM બોરીસ જોનસનએ ફરી કરી લોકડાઉનની જાહેરાત.

COVID- 19 New Strain: પ્રધાનમંત્રી બોરીસ જોનસનએ ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે સોમવારના રોજ કહ્યું છે કે, ઇંગ્લેન્ડના લગભગ ૫૬ મિલિયન લોકો પૂર્ણ લોકડાઉનમાં પાછા ફરશે.

image source

બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન દ્વારા બ્રિટનમાં ફરીથી લોકડાઉન લાગુ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે આવું એટલા માટે કેમ કે, બ્રિટનમાં કોરોના વાયરસ સંક્રમણનો નવો સ્ટ્રેન ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એના લીધે થઈને બ્રિટનના PM બોરીસ જોનસન દ્વારા દેશમાં ફરીથી પૂર્ણ રીતે લોકડાઉન લાગુ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

image source

પ્રધાનમંત્રી બોરીસ જોનસનએ બ્રિટનમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે સોમવારના રોજ કહ્યું છે કે, ઈંગ્લેન્ડના લગભગ ૫૬ મિલિયન લોકો લોકડાઉનમાં પરત ફરશે. આ લોકડાઉન સંભવતઃ ફેબ્રુઆરી મહિનાના મધ્ય ભાગ સુધી લાગુ રહેશે. જેથી કરીને ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસના નવા સ્ટ્રેનને અટકાવી શકાય. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું છે કે, બ્રિટનમાં લોકડાઉન બુધવારના દિવસથી લાગુ કરી દેવામાં આવશે. એના ચાલતા બુધવારના દિવસથી તમામ સ્કુલ પણ બંધ થઈ જશે. તેમના તરફથી ઘોષણા સ્કોટલૅન્ડની તરફથી થયેલ ઘોષણા પછી સામે આવ્યા છે.

image source

બ્રિટનમાં કોરોના વાયરસ સૌથી વધારે મૃત્યુદરના લીધે આબાદીના ૩/૪ લોકો એટલે કે, ૪૪ મિલિયન, પહેલેથી જ સખ્ત પ્રતિબંધોને સહન કરી રહ્યા છે. જોનસનનું કહેવું છે કે, સોમવારના રોજ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓ અંદાજીત ૨૭ હજાર લોકો હોસ્પિટલમાં હતા. જે ગયા વર્ષે એપ્રિલમાં પ્રકોપની પહેલી લેહેરની ચરમ સીમાથી પણ ૪૦% વધારે છે. ગયા મંગળવારના રોજ ૮૦ હજાર કરતા વધારે લોકો ફક્ત ૨૪ કલાકમાં જ સંક્રમિત મળી આવ્યા હતા.

image source

તેમણે કહ્યું છે કે, દેશના મોટાભાગના ભાગોમાં પહેલેથી જ પ્રતિબંધોમાં છે, આ સ્પષ્ટ છે કે, અમે આ નવા સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે હજી વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. આ સાથે જ આ સાથે જ કહ્યું છે કે, આ લોકડાઉન પણ પાછલી વાર રવામાં આવેલ લોકડાઉનની જ્મ જ છે. જેવું માર્ચ, ૨૦૨૦ના અંતથી લઈને જુન, ૨૦૨૦ સુધી લાગુ કરવામાં આવ્યું હતું.

image source

જો કે, તેમણે એવું પણ કહ્યું છે કે, લોકો જરૂરી કામ માટે ઘરની બહાર નીકળી શકે છે. જેમ કે, જરૂરી સામાન, ઓફીસ જવા માટે, જો વર્કફ્રોમ હોમ નથી કરી શકતા તો એકસરસાઈઝ માટે, મેડીકલ સહાયતા માટે અને ઘરેલું હિંસાથી બચવા માટે બહાર નીકળી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version