વિશ્વના આ રહસ્યમય ખાડાઓ જેની વિશેષતા જાણીને નવાઈ લાગશે.

વિશ્વમાં ઘણા સ્થાનો એવા આવેલા છે જેના વિષે જાણીને આપણને આશ્ચર્ય થયા વિના ન રહે અને તેનું કારણ જે તે સ્થાનની વિશેષતા હોય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના પાંચ એવા સ્થાનો વિષે જણાવવાના છીએ જે આમ તો વિશાળ ખાડાઓ છે પરંતુ તેની તસવીરો અને વિશેષતા તમારા માટે જ્ઞાનપ્રદ બની રહેશે.

image source

મધ્ય અમેરિકાના પૂર્વી કિનારે બેલાઈઝ નામનો ખાડી વિસ્તાર આવેલો છે. અહીં બેરીયર રીફ રિઝર્વ સિસ્ટમને ” ધ ગ્રેટ બ્લુ હોલ ” પણ કહેવામાં આવે છે. એવું મનાય છે કે આ સ્થાનને વિશ્વના સૌથી મોટા નદીમાં આવેલા ખાડા પૈકી પ્રથમ સ્થાન મળેલ છે. આ ખાડો 125 મીટર ઊંડો અને ત્રણસો મીટર પહોળો છે. કહેવાય છે કે 65000 વર્ષો પહેલા સમુદ્ર તળ વધવાને કારણે આ ખાડો અસ્તિત્વમાં આવ્યો હતો.

image source

આ છે કેનેડાની દિયાવિક માઇન (હીરાની ખાણ). આ ખાણ પણ દેખાવમાં વિશાળ ખાડા જેવી જ દેખાય છે. આ ખાણ વિષે એવું કહેવાય છે કે વિશ્વની આ એવી ખાણ છે જ્યાંથી દર વર્ષે સાત મિલિયન કેરેટ એટલે કે લગભગ 1400 કિલો હીરા કાઢવામાં આવે છે. અહીં એક એરપોર્ટ પણ આવેલું છે.

image source

તસ્વીરમાં દેખાતો આ ખાડો કેલિફોર્નિયાના મનીટીસેલો ડેમના ગ્લોરી હોલથી ઓળખાય છે. તેનો ઉપયોઉંગ બંધના અતિપ્રવાહને રોકવા માટે કરવામાં આવી રહ્યો છે. પાણી વધી જાય ત્યારે આ ખાડો બંધમાંથી વહેતા વધારાના પાણીને પોતાની અંદર સમાવી લે છે અને બાદમાં તે પાણી લગભગ 700 ફૂટ સુધી આગળ સામાન્ય પ્રવાહની જેમ નિયમિત વહેવા લાગે છે.

image source

આ છે અમેરિકાના ઉથાહ ખાતે આવેલ કેનિયન માઇન. સ્થાનિક લોકો આ માઇનને કોપર માઇનના નામથી પણ ઓળખે છે. આ માઇન એટલે કે ખાણ વિશ્વની તાંબાની સૌથી મોટી ખાણ છે. અહીંનો આ વિશાળ ખાડો પણ જોવામાં નવીન અને ધ્યાન આકર્ષક લાગે છે.

image source

આ અમેરિકાના વ્યોમિંગનો મોર્નિંગ ગ્લોરી હોલ કહેવાય છે. દેખાવમાં કોઈ ફુલની જેમ જ દેખાતો હોવાને કારણે જ તેને મોર્નિંગ ગ્લોરી કહેવામાં આવે છે. આ અસલમાં ગરમ પાણીનું એક કુંડ જ છે અને તેની આસપાસ અલગ અલગ રંગની લિલ અને શેવાળને કારણે તેનો રંગ અત્યંત ધ્યાનાકર્ષક લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત