વિશ્વની આ 4 જગ્યાઓ પર દર વર્ષે પડે છે ધોધમાર વરસાદ, ગણાય છે સૌથી ભેજયુક્ત વાતાવરણવાળા વિસ્તાર

ગુજરાત સહીત દેશભરમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. સતત વરસાદને કારણે દેશના અનેક ભાગોમાં પરીસ્તીથી ગંભીર થઇ રહી છે અને લોકો પૂરની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેશના અનેક રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે અને ત્યાં ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે. ખાસ કરીને બિહાર અને અસમની હાલત ખરાબ છે ત્યાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. જો કે આ ક્ષેત્રોમાં દર વર્ષે વધારે જ વરસાદ પડે છે અને એ સિવાય પણ વિશ્વના અમુક એવા સ્થાનો પણ છે જ્યાં પણ વધુ માત્રામાં વરસાદ વરસે છે. તો ચાલો આજના આ આર્ટિકલમાં આપણે આ સ્થાનો વિષે જાણીએ.

1). માસિનરામ, મેઘાલય, ભારત

image source

ભારતના ઉત્તર પૂર્વમાં આવેલું રાજ્ય મેઘાલયમાં એક શહેર છે જે માસિનરામ તરીકે ઓળખાય છે. અહીં સર્વાધિક વરસાદ પડે છે અને તેના કારણે આ શહેરનું નામ વિશ્વના સૌથી ભેજયુક્ત શહેર તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ વિસ્તારમાં બંગાળની ખાડીને કારણે ઘણો ભેજ રહે છે અને 1491 મીટરની ઊંચાઈ ધરાવતા પહાડોને કારણે આ ભેજ સંગ્રહાયેલો જ રહે છે. માસિનરામમાં દર વર્ષે સરેરાશ 11,871 વરસાદ પડે છે. આ એટલો વરસાદ છે કે જો આટલો વરસાદ રિયો ડી જાનેરો શહેરમાં પડે તો ત્યાંની 30 મીટર ઊંચી ક્રાઈસ્ટની વિશાલ મૂર્તિના ગોઠણ સુધી પાણી ભરાઈ જાય.

2). પ્યુર્ટો લોપાઝ, ટુટેન્ડો, કોલંબિયા

image source

એન્ડિઝ પર્વતમાળાની શૃંખલાઓ વચ્ચે વસેલા દક્ષિણ અમેરિકાના કોલંબિયા શહેરના ટુટેન્ડો ખાતે આવેલું પ્યુર્ટો લોપાઝ પણ વિશ્વાની સૌથી ભેજયુક્ત જગ્યાઓ પૈકી એક ગણાય છે. અહીં વર્ષમાં બે વખત વરસાદની ઋતુ આવે છે. હવામાન ઇતિહાસકાર ક્રિસ્ટોફર સી બર્ટના કહેવા મુજબ કોલંબિયાના પ્યુર્ટો લોપાઝમાં સામાન્ય રીતે ભારતના માસિનરામથી વધુ વરસાદ પડે છે જો કે તેના ચોક્કસ આંકડાઓ અમારી પાસે ઉપલબ્ધ નથી પણ તેમ છતાં વિશ્વની સરખામણીએ અહીં 11,770 મીલીમીટરનો સરેરાશ વરસાદ પડે છે.

3). ક્રોપ રિવર, ન્યુઝીલેન્ડ

image source

ન્યુઝીલેન્ડમાં આ ક્રોપ નદી વાઇટકોમ્બ નદીમાં ભળ્યા પહેલા 9 કિલોમીટર સુધી વહે છે પરંતુ તેના પર પાણી અને હવાનું દબાણ એટલું રહે છે કે તેના કારણે અહીં ભારે વરસાદ પડે છે. આ નદીના આસપાસના વિસ્તારો સૌથી વધુ ભેજયુક્ત વાતાવરણ ધરાવતા વિસ્તારમાં શામેલ છે. અહીં સરેરાશ 11,516 મીલીમીટર વરસાદ પડે છે અહીં 12 થી 13 ડિસેમ્બર 1995 માં 1,049 મીલીમટર વરસાદ થયો હતો.

4). ડેબુંડસ્ચા, કેમરૂન, આફ્રિકા

image source

મધ્ય આફ્રિકામાં કેમરૂન રિપબ્લિકમાં માઉન્ટ કેમરૂન પર વસેલું ડેબુંડસ્ચા પહાડના સૌથી ઊંચા ભાગમાં આવેલું છે. તે એટલી ઊંચાઈએ સ્થિત છે કે અહીં પહાડને કારણે વરસાદી વાદળો રોકાઈ જાય છે જેથી અહીં ભારે વરસાદ પડે છે. અહીં સરેરાશ 10,299 મીલીમીટર જેટલો વરસાદ પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત