આ ધરતીની સૌથી ફિટ મહિલા છે, જાણો તેના લોખંડી શરીર પાછળનું ગૂઢ રહસ્ય

ફીટ રહેવું એ વ્યક્તિ માટે સૌથી મહત્વ ની બાબત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી થઈ હતી. તે પછી પીએમએ દેશવાસીઓ ને ફીટ ઈન્ડિયાનો મંત્ર આપ્યો. ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ ની શરૂઆત બે વર્ષ પહેલા ૨૦૧૯મા થઈ હતી.

આવી સ્થિતિમાં જ્યારે ફીટનેસ ની વાત ચાલી રહી છે, ત્યારે શું તમે વિશ્વ ની ફીટેસ્ટ વુમન વિશે જાણો છો કે નહી.. દુનિયાની સૌથી ફીટ મહિલાનું નામ ટિયા ક્લેર ટુમી છે, જેણે અત્યાર સુધી ‘ક્રોસફિટ ગેમ્સ’ માં ચાર વખત પોતાની ક્ષમતા સાબિત કરી છે.

image source

ટિયા ક્લેર ટૂમી વિશ્વ ની સૌથી ફીટ મહિલા છે. તમને જણાવી દઈએ કે ટિયા ‘ક્રોસફિટ્સ ગેમ્સ’ માં ચાર વખત પોતાના નામનો ડંકો વગાડી ચુકી છે. જો ટિયા આ વર્ષે ૨૦૨૧ ક્રોસફિટ રમતોમાં આ ખિતાબ જીતવામાં સફળ થઇ તો તે મેટ ફ્રેઝર દ્વારા પુરૂષો ની કેટેગરીમાં સ્થાપિત વર્લ્ડ રેકોર્ડ ની બરાબરી કરશે, જેણે પાંચ વખત આ ખિતાબ જીત્યો છે.

ટિયા સોશિયલ મીડિયા પરના કોઈ સુપરસ્ટારથી કમ નથી. યુટ્યુબ પર તેના ચાહકોની સંખ્યા પણ ઘણી છે. હંમેશાં ફિટનેસ ને લઈને જાગૃત રહેતી ટીઆએ તેની ચેનલ પર ડાયટ ચાર્ટ પણ જાહેર કર્યો છે. આ વખતની ક્રોસફિટ ગેમ્સમાં ટિયાની બાજુમાં કોને સ્થાન મળશે તે અંગે પણ અટકળો ચાલી રહી છે. મેનશેલ્થ પર પ્રકાશિત અહેવાલ મુજબ ટિયા ક્રોસફિટ ગેમ્સ પહેલા તેના આહાર પર ધ્યાન આપી રહી છે. તે બે વખત તેનો નાસ્તો પૂર્ણ કરે છે. તેના પહેલા નાસ્તામાં ટિયા એક કપ ઓટમિલ, બ્લુબેરી, એક કેળા અને એક ચમચી મધ લે છે.

image source

સવારના કાર્ડિયો એક્સરસાઇઝ સત્ર સમાપ્ત થયા પછી, તેણી પોતા નો બીજો નાસ્તો શરૂ કરે છે. જેમાં તે ઘઉંના લોટ થી બનેલી બ્રેડ ને સ્વીટ અને નમકીન સ્વાદ સાથે લે છે. તેમના નાસ્તામાં બાફેલા ઇંડા અને બ્લેકબેરી જામ જેવી વસ્તુઓ શામેલ છે. ટિયાના ચાર્ટમાં ડોકટરો દ્વારા પ્રમાણિત દવાઓ પણ શામેલ છે.

ટિયા કહે છે કે બે બેગલ, એવોકાડો, કેળું અને ઈંડા મારા બીજા બ્રેકફાસ્ટ માટે પૂરતાં નથી. એટલે હું થોડું પીનટ બટર અને જામ લઉં છું. જેથી મારું પેટ ખાલી ન રહે. મોર્નિંગ ડાયેટમાં આ બધી વસ્તુ લેવાથી મારી બોડીને ઘણી એનર્જી મળી જાય છે. ઈંડું બોડીને પ્રોટીન આપે છે. એવોકાડો ગુડ ફેટ માટે સારું છે, અને કેળાંથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.

image source

બપોરે લંચ પહેલાં ટિયા પાણીમાં બનેલ વીગન પ્રોટીન શેક પીએ છે. જે તેના સ્નાયુઓ માટે જરૂરી છે. તે સિવાય પ્રોટીન માટે સ્મૂધીઝ નું સેવન કરે છે. તેની ક્વોન્ટિટી ટિયાની ભૂખ પર નિર્ભર કરે છે. તે ટિયા ની બોડીને એકસ્ટ્રા એનર્જી આપવાનું કામ કરે છે.

લંચમાં ટિયા કેટલીક જરૂરી વસ્તુઓ ને જ સામેલ કરે છે. બપોરના સમયે તે રાજમા, ફળદાર શાકભાજી, ગાજર અને બાસમતી ચોખા ની સાથે થોડી આમલી ખાય છે. ટિયા કહે છે કે આ બધી વસ્તુઓ તેની બોડીને નવસો પચાસ કેલરી આપે છે. અને તેનાથી તેને ઘણી એનર્જી મળે છે.

image source

ટિયાની ડિનર થાળીમાં પ્રોટીનના અલગ-અલગ સોર્સ જોવા મળે છે. ડિનરમાં તે રેડ મીટ કે વ્હાઈટ મીટ કે સાલ્મમ ફિશ ખાય છે. તેની સાથે તે ભાત અને લીલી શાકભાજી ખાવાનું પસંદ કરે છે. ટિયા કહે છે કે તેના ડિનરમાં પ્રોટીનયુક્ત વસ્તુ વધારે ખાય છે. જ્યારે દિવસની થાળી કાર્બોહાઈડ્રેટ થી ભરેલી હોય છે.

ડિનરમાં તે લગભગ પાંચસો અઠાણું કેલરી લે છે. ટિયા ટ્રેનિંગવાળા દિવસે લગભગ બે હજાર નવસો કેલરીનું સેવન કરે છે. તેમાં તેનું ખાવાનું, સ્નેક્સ અને સપ્લીમેન્ટ નો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ ખાવાથી તેના શરીરને દમદાર ટ્રેનિંગ કરવાની તાકાત મળે છે.

ટિયાએ જબરદસ્ત ટ્રેનિંગ થી તેના શરીર ને મજબૂત બનાવ્યું છે. તેના બાઈસેપ્સ, એબ્સ, શોલ્ડર, બેક અને ફોર આર્મ્સ જોઈને તેની તાકાતનો અંદાજ લગાવી શકાય છે. સત્તયાવીસ જુલાઈ થી શરૂ થનારી ક્રોસફિટ ગેમ્સ એક ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં તે ગોલ્ડ મેડલ જીતશે તો એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.