વિસનગરની જુડવા બહેનોને 95-95 ટકા, નાનપણથી જ માર્કસ લાવવાની બાબતમાં એકબીજા સાથે કરે છે કમ્પીટીશન
જોડિયા બેહનો SSC બોર્ડમાં લાવી જોડિયા પર્સેન્ટેજ – ગર્વથી માતાપિતાનું મસ્તક ઉંચુ કર્યું

આ ઉપલબ્ધી પ્રાપ્ત કરનાર જોડિયા બહેનો વિસનગરની રહેવાસી છે. વિસરનગરના ગુંદીખાડ વિસ્તારમાં જ્વેલર્સમાં સેલ્સમેનનું કામ કરતા બ્રહ્મભટ્ટ દીલીપકુમાર વ્રજલાલને જોડિયા દીકરીઓ છે જેમાંની એકનું નામ બિરવા છે જ્યારે બીજીનું નામ બંસરી છે. બિરવાએ ધોરણ દસની બોર્ડની પરિક્ષામાં 600 માર્ક્સમાંથી 573 મેળવ્યા છે જ્યારે બંસરીએ 600માંથી 572 માર્ક્સ મેળવ્યા છે. આમ આ બન્નેના માર્ક્સમાં માત્ર એક જ માર્ક્સનો ફરક છે પણ તેમને પર્સન્ટેજ એક સરખા એટલે કે 95% મેળવ્યા છે.

આ જોડિયા બહેનોને પ્રેરણા માટે બીજા કોઈની જરૂર નથી પડતી. તેઓ હંમેશથી એકબીજામાંથી જ શીખતી આવી છે અને હંમેશા એકબીજા સાથે જ કમ્પીટીશન કરતી રહે છે. શાળા હોય કે ટ્યુશન ક્લાસિસ તેઓ હંમેશા એકબીજાથી વધારે માર્ક્સ લાવવામાં એકબીજા સાથે જ પ્રતિસ્પર્ધા કરે છે.
એવું નથી કે માત્ર દસમાં ધોરણની પરિક્ષામાં જ તેમની વચ્ચે એક માર્કનું અંતર રહ્યું હોય. પણ ધોરણ 1થી 10 સુધીમા તે બન્ને વચ્ચે હંમેશા માત્ર – 1-2 ગુણનો જ ફેર રહ્યો છે. આ બન્ને બહેનોએ આ સિદ્ધિ મેળવવા માટે ખૂબ મહેનત કરી છે તેઓ સતત 6 કલાક અભ્યાસ કરતી હતી. તેમની ઇચ્છા પણ એક જ ફિલ્ડમાં આગળ વધવાની છે અને તે છે 12 સાયન્સમાં સારા માર્ક્સે ઉતિર્ણ થયા બાદ એન્જિનિયરિંગ માટે આઈઆઈટીમાં એડમિશન મેળવવાની. જેના માટે આપણે તેમને ખૂબ સારી શુભેચ્છા પાઠવીએ છીએ.

તમને જણાવી દઈ કે કૂલ વિદ્યાર્થીઓમાંથી 60.64 ટકા વિદ્યાર્થીઓ એસએસસીમાં ઉતિર્ણ થયા છે. આ પરિણામ 2019ની સરખામણીએ 6.33% ઓછું આવ્યું છે. તેમજ આ વર્ષે જે વિદ્યાર્થીઓએ 90% કરતાં વધારે માર્ક્સ મેળવ્યા છે તેમની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે માત્ર 1,671 વિદ્યાર્થીઓના 90% ઉપર માર્ક્સ આવ્યા છે.
ગયા વર્ષની સરખામણીએ આ આંકડામાં 3303 વિદ્યાર્થીઓનો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ ઉતિર્ણ થવા માટે ઓછામાં ઓછો D ગ્રેડ લાવવો પડે છે. પણ જો તેમને કોઈ પણ સબ્જેક્ટમાં E આવે તો તેમણે તે વિષયની પરિક્ષા ફરીવાર આપવાની રહે છે. આ પરિક્ષા જૂલાઈ મહિનામાં લેવામાં આવતી હોય છે.

આ વર્ષે 10.83 લાખ વિદ્યાર્થીઓએ એસએસસીની પરિક્ષા આપી હતી. તમને જણાવી દઈએ કે બોર્ડની પરિક્ષા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તેના પહેલાં પહેલાં જ પૂરી થઈ હતી. ગયા વર્ષે પણ આગલા વર્ષની એટલે કે 2018ની સરખામણીએ પરિણામમાં 0.53 % નો ઘટાડો જોવા મળ્યો હતો. ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓની સરખામણીએ ઇંગ્લીશ મિડિયમના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. લોકડાઉન દરમિયાન જ પેપર તપાસણી શરૂ કરવામા આવી હતી પણ પાછળથી સરકારના માર્ગદર્શનથી તેમણે તપાસણી બંધ કરવી પડી હતી

જો કે ત્યાર બાદ 26 એપ્રિલે ફરી પેપર ચેક કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં પેપર તપાસવા માટે કૂલ 15000 શીક્ષકોને રોકવામાં આવ્યા હતા. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે પરિણામ 15 દિવસ મોડું આવ્યું હતું.
source : timesofindia
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત