Site icon News Gujarat

અમેરિકન કંપની વિસ્ટા ઈક્વિટીએ 11,000 કરોડથી વધુનું કર્યું જિયોમાં રોકાણ, 2.32 ટકાનો હિસ્સો ખરીદ્યો

ફેસબુક બાદ વધુ એક કંપનીએ જીયોમાં રોકાણ કર્યું છે. આ ત્રીજી કંપની છે જેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેક ક્ષેત્રમાં રોકાણ કર્યું છે.

image source

ખાસ વાતએ છે કે ફેસબુક અને અન્ય એક કંપની બાદ આ ત્રીજી અમેરિકાની કંપની છે જેણે જીયોમાં રોકાણ કર્યું છે. અમેરિકા સ્થિત ખાનગી કંપની વિસ્ટા ઈકિવટી પાર્ટનર્સ 11, 367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ સાથે તેણે જિયોમાં 2.32 ટકાનો હિસ્સો ખરીદ્યો છે.

આ નવી કંપનીના રોકાણ સાથે જ જિયો પ્લેટફોમે 1 મહિનાથી ઓછા સમયમાં વૈશ્વિક સ્તરે ટોચની કંપનીઓના રોકાણકારો પાસેથી 60, 569, 37 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

image source

વિસ્ટા ઈકિવટી પાર્ટનર્સના રોકોણની કીમત 4.91 લાખ કરોડ થાય છે, જ્યારે એન્ટરપ્રાઇઝ રકમ 5.16 લાખ કરોડ થાય છે. આ કરાર થયાના થોડા દિવસો પહેલા જિયો પ્લેટફોર્મની 1.15 ટકા ભાગીદારી માટે યુએસ સ્થિત ખાનગી ઈકિવટી કંપની સિલ્વર લેકે ખરીદી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ફેસબુક પછી વિસ્ટા જિયો પ્લેટફોર્મમાં ત્રીજા નંબરની સૌથી મોટી રોકાણકાર કંપની છે.

આ કરાર અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝન લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ‘ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત એવી ટેક રોકાણકાર કંપની વિસ્ટાને જિયો પરીવારમાં આવકારતાં આનંદ થાય છે, અમારા અન્ય સાથીઓની જેમ વિસ્ટા પણ સમાન વિઝન સાથે ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમના વિસ્તાર અને વિકાસમાં અમારી સાથે જોડાશે જેનો લાભ દરેક ભારતીયને મળશે ‘.

image source

તેમણે ઉમેર્યુ હતું કે ‘ વિસ્ટાના બંને લિડર રોબર્ટ અને બ્રાયનમાં ઉતકૃષ્ટ્ર ટેકનોલોજી લીડરની ઝલક જોવા મળે છે. તેમનો પરિવાર પણ ગુજરાતનો છે અને તેઓ ભારતની ડિજીટલ સોસાયટીના આમુલ પરિવર્તન કરવાની વાતમાં વિશ્વાસ ધરાવે છે. જિયો તેમની સાથે કાર્ય કરવા ઉત્સાહિત છે ‘.

અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્ટા વૈશ્વિકસ્તરની કંપની છે જે મુખ્યત્વે સોફ્ટ વેર, ડેટા, ટેકનોલોજી કંપનીઓમાં જ રોકાણ કરે છે. વિસ્ટા 57 બિલિયન ડોલર કરતા વધારેની મૂડી છે અને તેની વૈશ્વિક નેટવર્ક કંપનીઓ વિશ્વની પાંચમી સૌથી મોટી એન્ટરપ્રાઇઝ સોટવેર કંપનીનું સામૂહિક પ્રતિનિધિત્વ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Exit mobile version