Site icon News Gujarat

આ છે વિશ્વનો સૌથી તાકાતવર વ્યક્તિ, તેના કારનામા જોઈને આંખો થઈ જશે પહોળી

તમે અત્યાર સુધીમાં એવા ઘણા લોકો વિશે સાંભળ્યું જ હશે. જેનામાં કઈક અલગ પ્રકારની ખુબીઓ હોય છે. જેના કારણે તેઓ દુનિયાભરમાં જાણીતા બને છે. આવા લોકોમાં એક વિચિત્ર પ્રકારની શક્તિ હોય છે. દરેક વ્યક્તિ તેમના વિશે જાણીને ચોંકી જાય છે. કારણ કે તે દેખાવમાં સામાન્ય વ્યક્તિની જેમ જ છે, પરંતુ જ્યારે આ લોકોની શક્તિ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે.

image source

તમે ઘણા લોકોને ઘોડા પર બેસીને માર્ગમાં સવાર કરતા જોયા હશે, પરંતુ તમે ક્યાંક જોયું છે કે માણસ જ ઘોડાને પોતાના ખભા પર ઉંચકીને ચાલતો હોય. તમને આ વાત થોડી વિચિત્ર જરૂર લાગતી હશે પરંતુ આ વાત સો ટકા સાચી છે. આજે, અમે તમને એક વ્યક્તિ વિશે જણાવીશું, જેના કાર્યોને જોઈને લોકો આશ્ચર્ચચકિત થઈ જાય છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાસ્તવમાં યુક્રેનમાં રહેતો દિમિત્રી ખલાદજી તેના આશ્ચર્યજનક પરાક્રમોને કારણે લોકોમાં ભારે ચર્ચામાં રહે છે. તેઓ વિશ્વના સૌથી શક્તિશાળી લોકોમાં ગણાય છે. દિમિત્રી એક સાથે 6 લોકોને પણ ઉપાડી શકે છે. ઘોડાના ખભા પર ઉચકીને ચાલતો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે, દિમિત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના સાહસિક વિડિયો અને ફોટાથી ભરેલું છે. આ વ્યક્તિનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે અને તે એક કે બે વાર નહીં પણ 60 વાર બન્યું છે.

એક જ હાથથી 150 કિલોથી વધુ વજન ઉઠાવી લે છે

આ પહેલા દિમિત્રી સર્કસમાં કામ કરતો હતો. તેઓ લોખંડના સળિયાને દાંતથી વાળી દે છે. આટલું જ નહીં, દિમિત્રી ફક્ત એક જ હાથથી 150 કિલોથી વધુ વજન ઉઠાવી લે છે. દરેક વ્યક્તિ તેમના સાહસો જોઈને ચોંકી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, યાત્રીઓ ભરેલી એસયુવી દિમિત્રીના શરીર ઉપરથી પસાર થઈ જાય છે અને તે આરામથી સૂતો રહે છે.

image source

દિમિત્રી આવા ઘણા અનોખા કામ કરતો રહે છે, જેના પર લોકોને વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ લાગે છે. જણાવી દઈએ કે, દિમિત્રી ખલાદજી ફક્ત ઘોડા જ નહીં પરંતુ ઉંટ અને અન્ય ભારે વજનવાળા પ્રાણીઓ પણ પોતાના ખભ્બા પર ઉંચકીને ચાલી શકે છે. હાલમાં દિમિત્રીના આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યા છે. લોકો તેમના કામનામાં જોઈને તેમને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version