લૉકડાઉનમાં વિવેક ઓબેરોય કરવા જઈ રહ્યા છે આ સારું કાર્ય, જાણીને ખુશ થઈ જશો.

કોરોના વાઈરસ વિરુદ્ધ ભારત દેશ અને તેમના દેશવાસીઓ લડી રહ્યા છે. આમાં દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાનું યોગદાન આપી રહ્યા છે.

image source

હાલમાં જ બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયે થોડા સમય પહેલા કોરોના સંકટમાં ફંસાયેલા બાર પરિવારના ભોજનની જવાબદારી લીધી, પણ જ્યારે તેમને ખબર પડી કે આવા અનેક પરિવાર છે કે જે ભોજનથી વંચિત રહે છે તો તેમણે મદદનો વિસ્તાર વધારી દીધો. અત્યાર સુધી વિવેક ઓબેરોયે પાંચ હજાર પરિવારની મદદ કરી છે.

કોરોના વાઈરસના પ્રકોપને કારણે લોકોની રોજીરોંટી પર પણ અસર થવા લાગી છે. બોલિવુડના અનેક કલાકારો મદદ માટે આગળ આવ્યા છે. વિવેક ઓબેરોયે કોરોના સંકટમાં ફંસાયેલા લોકોની મદદ કરવાની પહેલ કરી છે. તેમણે પહેલા બાર પરિવારના ભોજનની જવાબદારી લીધી. પણ જ્યારે તેમને ખબર પડી કે આવા અનેક પરિવાર પોતાના ભોજનની વ્યવસ્થા કરી શકે તેમ નથી. ત્યારે મદદ કરવાનો વિસ્તાર વધારી દીધો.

image source

વિવેક ઓબેરોયે જણાવ્યું કે તે પ્રવાસી મજદૂરોને ભોજન અને આર્થિક રીતે મદદ કરવાની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધી પાંચ હજાર પરિવારની મદદ કરી છે. આ માટે તેમણે સોશીયલ મિડીયામાં ‘સાથ’ કેમ્પેઈન શરૂ કર્યું છે. આ અભિયાન સોશીયલ મિડીયાથી આગળ વધારાશે. આનાથી લોકોની સીધી મદદ થઈ શકશે.

image source

એવું નથી કે વિવેક ઓબેરોયે આ પહેલીવાર મદદ માટે આગળ પગલા ભર્યા છે. આ પહેલા પણ અનેક સામાજીક કાર્યોમાં તેમણે અગ્ર રહીને કામ કર્યું છે. ત્સુનામી પીડિતો, કેન્સર પીડિતો અને માનસિક રીતે નબળા વ્યક્તિઓની મદદે આવ્યા છે.