વોમિટીંગની તકલીફમાં અસરકારક રહેશે આ ઘરેલૂ ઉપાયો, તરત જ કરી લો ટ્રાય

વર્ટિગો એક એવી જીવલેણ અને ખતરનાક સમસ્યા છે કે, જેમા વ્યક્તિને ખુબ જ વધુ પડતા ચક્કર આવે છે અને વોમિટિંગ જેવું પણ ફિલ થાય છે. જો તમે આ સમસ્યા સામે રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો આ ઘરેલૂ ઉપાય તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. માઇગ્રેન, માથામાં ઇજા થવી, નર્વસ સિસ્ટમ અને મગજમાં પરેશાની થવી, દવાઓની આડઅસર જેવા અનેક કારણો આ સમસ્યા માટે જવાબદાર છે. તો ચાલો આ સમસ્યામા રાહત મેળવવા માટેના અમુક ઘરેલું નુસ્ખાઓ જાણીશુ.

લવિંગ :

image source

જો તમને એકાએક ચક્કર આવવા લાગે તો તુરંત જ અડધા ગ્લાસ પાણીમાં બે લવિંગ નાખીને તેને ઉકાળી લો અને ત્યારબાદ તે પાણીને તુરંત પી જાવ. આ પાણી પીવાથી તમને અનેક પ્રકારના લાભ મળી શકે છે.

એલચી :

image source

આ વસ્તુમા પણ વર્ટિગોની સમસ્યાને ઠીક કરવાના ગુણતત્વો સમાવિષ્ટ છે. જો તમે ૨ ચમચી તલનું તેલ ગરમ કરી તેમા અડધી ચમચી એલચી અને તજનો પાવડર મિક્સ કરી તેને ગરમ કરો અને ત્યારબાદ તે તેલથી માથા અને ગરદન પર માલિશ કરી આખી રાત માટે રહેવા દો તો તમને આ સમસ્યામા રાહત મળશે.

આદુ :

image source

આ વસ્તુનું સેવન તમારા મગજમાં તાત્કાલિક બ્લડ સર્ક્યુલેશન વધારી દે છે, જેનાથી મોશન સિકનેસ અને માઇગ્રેન જેવી સમસ્યાઓ સામે તમને રાહત મળે છે. જો તમે આદુને પાણીમાં ઉકાળીને ત્યારબાદ તેમાં મધ મિક્સ કરીને ચા ની માફક થોડા સમય સુધી સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આખા ધાણા :

image source

ધાણા પણ વર્ટિગોની સમસ્યાને દૂર કરવા માટેની એક પ્રાચીન અને આયુર્વેદિક ઔષધી છે. જો તમે એક કપ પાણીમાં એક ચમચી ધાણા અને એક ચમચી આમળાનો પાવડર આખી રાત પલાળીને રાખી મૂકો અને ત્યારબાદ બીજા દિવસે સવારે તેને ગાળીને તેમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરશો તો તમને તુરંત જ આરામ મળશે.

મસાજ થેરાપી :

image source

જો તમે તમારી બોડીની સરખી રીતે માલિશ કરો તો તેનાથી તમારી બોડીનુ બ્લડ સર્ક્યુલેશન વધે છે અને તમારા સ્નાયુઓને પણ રાહત મળે છે. આ ઉપરાંત ચક્કર આવવા અને વોમિટિંગ જેવી સમસ્યાઓથી પણ તમને રાહત મળે છે. આ તેલની જો તમે માથા અને ગરદનની આજુબાજુ સર્ક્યુલેશન મોશનમાં માલિશ કરો તો તમને રાહત મળે છે.