Site icon News Gujarat

આજ દિન સુધી કોઇ નથી વાંચી શક્યુ 600 વર્ષ જૂના આ પુસ્તકને, શું તમે જાણો છો આ રહસ્યમયી પુસ્તક વિશે?

દુનિયામાં અનેક પ્રકારના રહસ્યો છે જે પૈકી કેટલાક રહસ્યોને ઉકેલવામાં સંશોધનકારોને સફળતા મળી છે જયારે હજુ પણ કેટલાય એવા રહસ્યો છે જેનો ભેદ ઉકેલવાનો બાકી છે અને તેનો ભેદ કદાચ ક્યારેય ન ખુલે તેવું પણ બની શકે. આવું જ એક રહસ્ય છે 240 પાનાનું એક પુસ્તક. જેના વિષે એવું કહેવાય છે કે આ પુસ્તકને વાંચી શકે તેવો કોઈ વ્યક્તિ હજુ સુધી સામે નથી આવ્યો.

image source

ઇતિહાસકારોના મતે આ રહસ્યમયી પુસ્તક લગભગ 600 વર્ષ જૂની છે. પ્રાચીન વસ્તુની પ્રાચીનતા જાણવા માટે વાપરવામાં આવતી કાર્બન ડેટિંગની મદદથી સંશોધન કરતા માલુમ પડ્યું હતું કે આ પુસ્તક લગભગ 15 મી સદીમાં લખવામાં આવ્યું હશે અને તેને હાથો વડે જ લખવામાં આવ્યું હશે. પરંતુ પુતક કઈ ભાષામાં લખાયેલું છે અને તેમાં શું લખવામાં આવ્યું છે ? તે હજુ સુધી કોઈ સમજી નથી શક્યું.

image source

આ પુસ્તક એક વણ ઉકેલાયેલા કોયડા સમાન જ છે. સંશોધનકારોએ આ પુસ્તકને ” વોયનિક મેનુસ્ક્રિપ્ટ ” એવું નામ આપ્યું છે. આ પુસ્તકમાં માણસોથી લઈને વૃક્ષ વનસ્પતિ સુધી અનેક ચિત્રો બનાવેલા છે. પરંતુ સૌથી નવાઈની વાત તો એ છે કે આ પુસ્તકમાં અમુક એવા વૃક્ષ વનસ્પતિના ચિત્રો દોરેલા છે જે ધરતી પર આવેલા કોઈપણ વૃક્ષ વનસ્પતિ સાથે સામ્યતા નથી ધરાવતા.

image source

વળી, સંશોધનકારોએ આ પુસ્તકને જે નામ એટલે કે ” વોયનિક મેનુસ્ક્રિપ્ટ ” આપ્યું છે તેના વિશેનું રોચક કારણ એ છે કે તે ઈટાલીના એક પુસ્તક ડીલર વિલ્ફ્રીડ વોયનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિલ્ફ્રીડ વોયનિકે આ રહસ્યમયી પુસ્તકને વર્ષ 1912 માં ક્યાંકથી ખરીદ્યું હોવાનું મનાય છે.

image source

કહેવાય છે કે આ રહસ્યમયી પુસ્તકમાં અનેક પાનાઓ હતા પરંતુ સમય જતા તેના કેટલાક પાનાઓ ખરાબ થઇ ગયા અને હવે આ પુસ્તકમાં ફક્ત 240 પાનાઓ જ બચ્યા છે. આ પુસ્તક વિષે કોઈ ખાસ માહિતી તો ઉપલબ્ધ નથી પરંતુ એટલું જાણવા મળ્યું છે કે આ પુસ્તકમાં લખવામાં આવેલા શબ્દો પૈકી અમુક શબ્દો લેટિન અને જર્મન ભાષાના છે.

image source

ઘણા લોકોનું એવું પણ માનવું છે કે આ પુસ્તકને એવી રીતે લખવામાં આવ્યું છે કે તેનું રહસ્ય અકબંધ રહે. હવે એ રહસ્ય શું છે ? એ તો આ પુસ્તકનો લેખક જ જાણે. અને કદાચ ક્યારેક કોઈ સમયે આ પુસ્તક વાંચી શકે તેવો વ્યક્તિ સામે આવે ત્યારે જ ખબર પડશે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version