આગામી સમયમાં VPN સર્વિસ બંધ થવાની શકયતા, સ્ટેન્ડિંગ કમિટીએ કેન્દ્રને કરી ભલામણ

અહીં આ આર્ટિકલ વાંચનારા પૈકી ઘણા ખરા લોકો પોતાના લેપટોપ કે સ્માર્ટફોનમાં વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPN નો ઉપયોગ કરતા હશે. પરંતુ સાયબર ક્રાઈમ કરનારાઓ તેનો ખોટા રસ્તે ઉપયોગ કરી શકે છે અને આ જ કારણ છે કે ભારતમાં હવે આ સર્વિસ બંધ કરવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલી સ્ટેન્ડિંગ કમિટીએ VPN સર્વિસ બંધ કરવા કેન્દ્ર સરકારમાં ભલામણ કરી છે. કારણ કે તેના દ્વારા સાયબર ક્રાઈમ વધવાનું જોખમ છે.

image source

અહેવાલ અનુસાર VPN દ્વારા સાયબર ક્રાઈમ ક્રિમિનલ ગુપ્ત રીતે ઓનલાઈન રહે છે જેના કારણે તેનું લોકેશન ક્યાં છે તે બાબતે તપાસ કરવી પણ મુશ્કેલ બની જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને સંસદીય સમિતિ તરફથી એવી ભલામણ કરવામાં આવી છે કે ઈન્ટરનેશનલ એજન્સીઓની મદદથી એવું કોઈક મિકેનિઝમ અપનાવવામાં આવે જેથી આ VPN સર્વિસને સંપૂર્ણ રીતે બંધ કરી શકાય. હાલ આ બાબતને લઈને કોઈ તારીખ નક્કી કરવામાં નથી આવી પરંતુ ભલામણ બાદ એવું માની શકાય કે સરકાર ટૂંક સમયમાં ક આ દિશામાં કોઈ પગલું ભરી શકે છે.

VPN એટલે શું ?

image source

VPN એક એવી સર્વિસ છે જેના દ્વારા કોઈ યુઝર પોતાના પ્રાઇવેટ નેટવર્ક થકી પબ્લિક ઈન્ટરનેટ કનેક્શન સાથે લિંક થઈ શકે છે. VPN દ્વારા યુઝર તેના મોબાઈલ કે સ્માર્ટફોનને અન્ય VPN સર્વર સાથે જોડી શકે છે. આ દરમિયાન જ્યારે તમે કઇંક સર્ચ કરો તો તે તમારી વિઝીટ કરેલી સાઇટ્સને તમારા ફોન કે લેપટોપના સર્વરની જેમ જ જુએ છે.

image source

આ સર્વિસ દ્વારા જોખમ એ છે કે તમે ખુદના આઈપી એડ્રેસ સાથે નથી આવતા પરંતુ VPN સર્વર દ્વારા નેટવર્કમાં એન્ટર થાવ છો. તેના કારણે તમારા લોકેશનની માહિતી મેળવવી મુશ્કેલ બની જાય છે અને તમે લોકેશન બદલી શકો છો.

VPN બંધ કરવાથી શું અસર થશે ?

image soucre

કોરોનાકાળમાં મોટાભાગની કંપનીઓ વર્ક ફ્રોમ હોમ મોડમાં ચાલી ગઈ હતી અને કર્મચારીઓ ઘરે બેસીને કંપની માટે કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘરમાં બેસેલા વર્કર સતત કામ કરવાની સાથે સાથે કંપનીના VPN સર્વર સાથે કનેક્ટ રહે છે અને આ સર્વિસ તેના કામને સરળ બનાવી દે છે. આ જ કારણ છે કે આ વર્ષે VPN સર્વિસના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષ એટલે કે 2021 ના પ્રથમ છ માસમાં 600 ટકાનો વધારો નોંધાયો હતો.

image soucre

કંપનીઓ VPN સર્વિસ દ્વારા તેના કર્મચારીઓ સાથે પોતાનો સેન્સેટિવ ડેટા શેયર કરે છે. આવી સ્થિતિમાં કોરોના કાળમાં કંપનીઓને VPN સર્વિસને કારણે ઘણોખરો કહી શકાય એવો લાભ થયો છે. જો કે આ સર્વિસ દ્વારા સાઇબર ક્રાઈમ અંતર્ગત ગેરકાયદેસર ગતિવિધિઓને પણ કરવામાં આવે છે. સાથે જ હેકિંગ અનવ સાયબર ક્રાઇમના કેસો પણ સામે આવ્યા છે. હવે જો આ તબક્કે VPN સર્વિસ બંધ કરવામાં આવે તો તેનાથી સાયબર ક્રાઈમ પર અંકુશ આવવાની સાથે સાથે વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓ અને કંપનીઓને પણ નુકશાન વેઠવું પડશે.