SBIએ વૃદ્ધો માટે આ સ્કીમની છેલ્લી તારીખ વધારી, જાણી લો આ વિશે A TO Z માહિતી

SBIએ સિનિયર સિટીઝન માટે Wecare Deposit સ્કીમ શરૂ કરી, FD પર 0.50%વધારે વ્યાજ મળશે

ભારતીય સ્ટેટ બેંકએ સિનિયર સિટીઝન ગ્રાહકો માટે SBI we care senior citizen નામથી રિટેલ ટર્મ ડિપોઝિટ સેગમેન્ટમાં નવી ડિપોઝિટ સ્કીમ રજૂ કરી છે. આ સ્કીમમાં સિનિયર સિટીઝનને 5 વર્ષ અથવા તેથી વધુની ફિક્સ ડિપોઝિટ પર વધારે વ્યાજ આપવામાં આવશે.

આ સ્કીમ શું છે?

SBIની આ નવી સ્કીમમાં 5 વર્ષ કે તેથી વધુ સમયગાળાની ડિપોઝિટ (FD) પર 30 બેસિસ પોઇન્ટનું એક્સ્ટ્રા પ્રીમિયમ ઇન્ટરેસ્ટ મળશે. આ સ્કીમ ફક્ત 30 સપ્ટેમ્બર 2020 સુધી લાગુ રહેશે. આ સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન કરાવનારા ગ્રાહકોને જ લાભ મળશે. વૃદ્ધોના હિતમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)એ ગયા વર્ષે મેં મહિનામાં ‘વી કેર સિનિયર સીટીઝન’સ્કીમની શરૂઆત કરી હતી, એ સમયે આ યોજનાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે એસબીઆઇએ આ યોજનાને આગળ વધારી દીધી છે.

30 જૂન સુધી વધારવામાં આવી હતી સ્કીમ

We care senior citizen યોજનાની અંતિમ તારીખ પહેલા પણ ઘણી વધારવામાં આવી ચુકી હતી. યોજનાની લોન્ચિંગના સમયે સપ્ટેમ્બર 2020 સુધી રાખવામાં આવી હતી. પરંતુ ત્યાર પછી 2020 સુધી અને પછી માર્ચ 2021 સુધી હવે 30 જૂન 2021 સુધી કરી દેવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આ સ્કીમમાં વૃદ્ધોને ખુબ ખ્યાલ રાખવામાં આવ્યો છે. બેન્ક સામાન્ય રીતે 5 વર્ષના ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.4%નું વ્યાજ આપે છે. પરંતુ We care senior citizen યોજના પર 6.20% વ્યાજ મળી રહ્યું છે. બેન્ક સામાન્ય નાગરિકને 7 દિવસથી 10 વર્ષ સુધી ફિક્સ્ડ ડિપોઝિટ પર 2.9%થી 5.4% સુધી વ્યાજ આપે છે. જયારે વડીલોને લગભગ 1% વધુ 6.20% વ્યાજ આપવામાં આવ્યું હતું.

Doorstep Banking નો લેવો લાભ

SBI Doorstep Banking દ્વારા તમે 10થી વધુ સેવા ઘર બેઠા મેળવી શકો છો. કેસ જમા અને ઉપાડ, ચેક જમા કરવાથી લઇ તમામ સુવિધા ઘરે બેઠા મળશે. જેવી કે કેસ પીકઅપ, કેસ રોકાણ, ચેક પીકઅપ, ચેક બુક માટે આવેદન, ડ્રાફ્ટની હોમ ડિલિવરી, ટર્મ ડિપોઝીટ માટે ઘરે બેઠા સલાહ, KYCનું ઘરે બેઠા અપડેશન, કોઈ પણ લોન માટે ઘરે બેઠા સલાહ, ઇનકમ ટેક્સ ચલણ, પેન્શનર્સ માટે ઘરે બેઠા લાઈફ સર્ટિફિકેટ.

Doorstep Banking માટે રજીસ્ટ્રેશન જરૂરી

જો તમે SBIની Doorstep Bankingનો ફાયદો લેવા માંગો છો તો સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એના માટે ટોલ ફ્રી નંબર 1800-1037-188 અને 1800-1213-721 પર કોલ કરી શકો છો. ફોન પર તમારી પાસે બેઝિક જાણકારી લેવામાં આવશે ત્યાર પછી Doorstep Banking માટે રજીસ્ટર કરવામાં આવશે. તમે DSB મોબાઈલ એપ પરથી પણ રજીસ્ટર કરી શકો છો. તેમજ www.psbdsb.in પર પણ વિઝીટ કરી શકો છો.

સિનિયર સિટીઝન માટે ટર્મ ડિપોઝિટ પર વ્યાજ

સિનિયર સિટીઝનને 5 વર્ષથી ઓછી વયના રિટેલ ટર્મ ડિપોઝિટ પર સામાન્ય લોકો કરતા 0.50% વધુ વ્યાજ મળશે. વધારાના 0.30% સહિત 5 વર્ષથી વધુના રિટેલ ટર્મ ડિપોઝિટ પર 0.80% વ્યાજ આપવામાં આવશે. જો કે, મેચ્યોરિટી પહેલા ઉપાડ પર કોઈ વધારાના વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.

લોનના વ્યાજ દરમાં ઘટાડો

દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે લોન પરના વ્યાજના દરમાં 0.15%નો ઘટાડો કર્યો છે. હવે વ્યાજ દર 7.40%થી ઘટીને 7.25% થયો છે. આ સાથે જ બેંકે ગ્રાહકોની ડિપોઝટિ પર પણ વ્યાજ દરમાં 0.20%નો ઘટાડો કરી દીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!