આવો તો કઈ મજાક હોતો હશે? વૃદ્ધ માટે રાહતસામગ્રી બની માથાનો દુખાવો.જાણો સમગ્ર ઘટના

આ દાદા માટે રાહતસામ્રગી બની મોટી આફત, રડી રડીને હાલત થઈ ગઈ છે ખરાબ, ધારાસભ્યે કરી એવી મજાક કે…. એક વૃદ્ધની કફોડી હાલત પર ધરાસભ્યનો આવો મજાક, વૃદ્ધની રડી રડીને હાલ થયા બેહાલ. આવો તો કઈ મજાક હોતો હશે? વૃદ્ધ માટે રાહતસામગ્રી બની માથાનો દુખાવો.જાણો સમગ્ર ઘટના

image source

વર્ષ 2020 ખરેખર આપના સૌ માટે ભારે રહ્યું છે. કોરોનાના પ્રકોપ વચ્ચે માણસ માંડ માંડ જીવી રહ્યો છે એવી પરિસ્થિતિમાં અન્ય કુદરતી તેમજ કૃત્રિમ હોનારતોએ માણસનું જીવવું વધારે કપરું બનાવી દીધું છે. ક્યારેક ગેસ લીક થઈ જાય તો ક્યારેક સાયકલોન આવી જાય, તો વળી ક્યારેક ભુસ્ખલનની વાતો સામે આવે. આટલું ઓછું હોય એમ હવે બિહારમાં પૂરના કારણે સમગ્ર વિસ્તારની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.

પૂરના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને પરિણામે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

image source

આવા સમયમાં જનતાની મદદ માટે સરકાર હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી લોકો સુધી પહોંચાડી રહી છે. પણ આ મદદની લ્હાયમાં એક દાદાનું તો આખું જીવન બરબાદ થઈ ગયું.

વાત જાણે એમ છે કે ફૂડ પેકેટ પહોંચાડવા આવેલા હેલિકોપ્ટરના કારણે એટલી બધી હવા આવતી હતી કે આ હવાના કારણે એક વૃદ્ધે પોતાની છાતીએ વળગાવી રાખેલા 25 હજાર રૂપિયા ભરેલુ પાકિટ હવામાં ઊડીને ક્યાંક પડી ગયું અને આ વૃદ્ધ વ્યક્તિની અત્યાર સુધીની તમામ બચત ક્યાંક ખોવાઈ ગઈ. આ ઘટના ગોપાલગંજના બરોલીના નેઉરી ગામનો છે.

image source

ગોપાલગંજના બરોલીના નેઉરી ગામમાં પૂર આવ્યું છે જેના કારણે ત્યાંના લોકો ગંડક નહેર પાસે શરણાર્થી તરીકે રહે છે. અને આ શરણાર્થીઓમાં શિવજી ચૌધરી નામના એક વૃદ્ધ પણ સામેલ છે. જે પોતાની અત્યારસુધીની બચતના પૈસાને એક થેલી ભરી અને આ થેલી છાતીએ લગાડીને બેઠા હતા. શિવજી ચૌધરી નામના આ દાદાએ આ પૈસા પોતાની ભેંસ વેચીને ભેગા કર્યા હતા.

image source

પુર પીડિત લોકોને રાહત સામગ્રી વહેંચવાઆવેલું હેલિકોપ્ટર તેમની એકદમ નજીક ઉપર જ હોવાથી હવાના કારણે શિવજીની પૈસાની પોટલી ક્યાંક ઊડી ગઈ. પોતાની જીવનભરની મૂડી આમ ક્યાંક ખોવાઈ જવાથી શિવજીના રડી-રડીને હાલ બેહાલ થયા હતા. એમની સાથે શરણાર્થી બનેલા લોકોએ તેમના પૈસાની પોટલી શોધવાનો પ્રયાસ કર્યો પણ સફળતા ના મળી.

image source

આ સમગ્ર ઘટના બાદ શિવજી ચૌધરી નામના આ વૃદ્ધ પાસે એક પણ પૈસો ન વધ્યો હોવાનું સાંભળી સ્થાનિક ધારાસભ્ય મોહમ્મદ નેમ્મતુલ્લાહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે શિવજી ચૌધરીને સાંત્વના પાઠવી અને મદદ પેટે 400 રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો. જોકે વૃદ્ધે પૈસા લેવાનો ઈન્કાર કર્યો અને ધારાસભ્યની કોઈ વાત સાંભળી નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત