ગંભીર બીમારી અને વૃદ્ધો માટે બીજા તબક્કાનું વેક્સીનેશન થશે શરૂ, જાણો કોના માટે કઈ શરતો લાગૂ રહેશે

આવતીકાલથી દેશમાં બાજી તબક્કાનું વેક્સીનેશન થઈ રહ્યું છે. તો આ સમયે 60 વર્ષથી ઉપરના વૃદ્ધો અને સાથે 45 વર્ષથી ઉપરના ગંભીર બીમારીથી પીડાતા લોકોને વેક્સીનના અનેક વિકલ્પ મળશે. આ સાથે કોવિન પ્લેટફોર્મ પર તેઓએ પોતે નામ રજિસ્ટર કરાવવાનું રહે છે. પહેલા જેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓ નજીકના કેન્દ્ર પર જઈને નામ નોંધાવી શકે છે. આ સિવાય આશા કાર્યકર્તા પણ સ્વાસ્થ્ય કર્મીને પોતાના વિસ્તારમાં રહેતા વૃદ્ધોની શોધ કરીને તેમને વેક્સીન લગાવવાની જવાબદારી લઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યું આશંકાનું સમાધાન

image source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યના સ્વાસ્થ્ય સચિવ અને નેશનલ હેલ્થ મિશનના પ્રમુખને 1 માર્ચથી શરૂ થનારા કોરોનનાને મોટા પાયા પર વેક્સીનેશનની રીતને વિશે કહ્યું છે અને સાથે તેમની આશંકાનું સમાધાન પણ કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર સરકારી વેક્સીને સેન્ટર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો, સહયોગી સ્વાસ્થ્ય કેન્દ્રો, આયુષ્માન ભારતના આઘારે આવનારી હેલ્થ અને વેલનેસ સેન્ટર, સબ ડિવિઝનલ અને જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજમાં હોસ્પિટલ ખોલી શકાય છે.

કોરોના ગાઈડલાઈનનું કરાશે પાલન

image source

આ રીતે ખાનગી વેક્સીન સેન્ટર અને આયુષ્માન ભારતના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના માન્યતા પ્રાપ્ત કેન્દ્રોની સાથે સાથે રાજ્યોના સ્વાસ્થ્ય વીમા યોજનાના આધારે પંજીકૃત હોસ્પિટલોમાં ખોલી શકાશે. રાજ્ય સરકારો પહેલી વાર ખાનગી હોસ્પિટલોમાં શરૂ કરનારા વેક્સીનેશનને સમયે કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તેનું ધ્યાન રાખવાના આદેશ આપી ચૂકી છે.

આ ડોક્યૂમેન્ટ લાવવાના રહેશે

રાજ્યોને કહેવાયુ છે કે વ્યક્તિની ઉંમરની ચકાસણી કરવા માટે આધાર કાર્ડ, મતદાન કાર્ડ સિવાય અન્ય ફોટો ઓળખ પત્ર લાવવાનું રહેશે જેમાં જન્મતારીખ લખી હોય.

image source

ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિ માટે છે આ શરત

કોઈ ગંભીર બીમારીથી પીડિત છે અને તેની ઉંમર 45-60 વર્ષની વચ્ચે છે તો લાભાર્થીને આ સિવાય ડોક્ટરનું સર્ટિફિકેટ લઈને આવવવાનું રહેશે. જ્યારે તેમને વેક્સીન અપાશે ત્યારે બીમારીની જાણકરારી ડેટામાં એન્ટર કરાશે અને પછી જ તેમને વેક્સીન અપાશે.

ઓળખપત્ર જરૂરી

image source

હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને માટે અધિકારીની તરફથી જાહેર ફોટો સહિતનું ઓળખપત્ર કે સર્ટિફિકેટ આપવાનું જરૂરી રહે છે. કોવિન પ્લેટફોર્મ પર તેને માન્ય કર્યા બાદ જ તેમને વેક્સીન અપાશે. આ સાથે તેને માટે ક્યૂઆર કોડ જાહેર થશે અને અસ્થાયી સર્ટિફિકેટ અને બીજા ડોઝ માટેનું સર્ટિફિકેટ પણ અપાશે. લાભાર્થીના મોબાઈલ પર આ સર્ટિફિકેટની લિંક મોકલી દેવાશે. જેને ડાઉનલોડ કરી શકાય છે. વેક્સીનેશન સેન્ટર પર પણ પ્રિન્ટ આઉટ લેવાની સુવિધા અપાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!