જે ઝાડ નીચે ઐશ્વર્યા-અભિષેક બચ્ચને લીધા હતા સાત ફેરા, શું તમે જાણો છો આ વાત?

અભિનેતા અમિતાભ બચ્ચનના માતા – પિતા સ્વર્ગસ્થ હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચન દ્વારા ૪૩ વર્ષ જુનું ગુલમહોર વૃક્ષ વાવવામાં આવ્યું હતું, જે ગઈકાલે ૪ જુલાઈએ મુંબઇમાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. થોડાં દિવસ પહેલાં જ અમિતાબ બચ્ચનના ટ્વીટર પર ૪૩ મિલિયન કરતાં વધુ ફોલોઅર્સ થયાં છે.

Image Source

એવામાં અમિતાભ બચ્ચને તેમના લેટેસ્ટ બ્લોગમાં લખ્યું કે, તેમણે ભારે મને તે ઝાડને અલવિદા કહ્યું, જે પ્રતીક્ષા બંગલોમાં વર્ષોથી ઊભું હતું. આ બ્લોગમાં અમિતાભ બચ્ચને તેમના મા-બાપૂજી અને અભિષેક-એશ્વર્યા રાયના લગ્નના કિસ્સા પણ શેર કર્યા છે, જે તે ઘર અને ઝાડ સાથે જોડાયેલા હતાં. આ ઉપરાંત અમિતાભ બચ્ચને તેમના ઘર સાથે જોડાયેલી દરેક વાતો શેર કરી છે.

Image Source

અમિતાભ બચ્ચને લખ્યું કે, ‘બાળકોએ તેનાથી થોડાક જ ફૂટ દૂર લગ્ન કર્યા અને તે તેમના ઉપર અભિભાવક રીતે હતો. જ્યારે મા અને બાપુજીનું નિધન થયું ત્યારે તેની શાખાઓ દુ:ખથી જુકી ગઈ હતી. તેમની પ્રાર્થના સભા, ૧૩માં દિવસે શોકની છાયા હતી’. અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું કે, ‘આ ઝાડએ તેનો સેવાકાળ સમાપ્ત કર્યો અને હવે પડી ગયું. તે મૂળમાંથી તૂટીને અલગ પડી ગયું અને આ જ સાથે તેનો ૪૩ વર્ષ જૂનો ઇતિહાસ પણ પડી ગયો છે. તેની જિંદગી અને તે દરેક જેનું તે પ્રતિનિધિત્વ કરતો હતો.’

Image Source

અમિતાભ બચ્ચને જણાવ્યું કે, આ ઝાડ કેવી રીતે તેમના સુખ-દુખનો સાક્ષી બન્યું હતું. અમિતાભ બચ્ચને લખ્યું કે, ‘બાળકો તેની આસપાસ રમીને મોટાં થયાં, આ રીતે પૌત્ર-પૌત્રી પણ, તેમના જન્મદિવસ અને તહેવારોની ખુશી પણ આ ગુલમોહરના ઝાડ સાથે જોડાયેલી છે.’ અમિતાભ બચ્ચને વધુમાં લખ્યું કે, ‘આ ઝાડની શાખાઓ દુખ અને શોકના ભારથી જુકી ગઈ હતી, જ્યારે તેના વરિષ્ઠ મા અને બાપુજી જતા રહ્યા હતાં. તેમના ગયાના ૧૨માં અને ૧૩માં દિવસે તેમની પ્રાર્થના સભા દરમિયાન દરેક તેની છાયામાં ઊભા હતાં. જ્યારે હોળીના ઉત્સવના એક દિવસ પહેલાં દરેક ખરાબ શક્તિઓને સળગાવવામાં આવતી હતી, આ રીતે દીવાળીના દિવસે રોશની તેની શાખાઓને નિહારતી હતી, અને આજે તે દરેક દુખોથી ચૂપચાપ પડી ગયો, વગર કોઈ આત્માને નુકસાન પહોંચાડી…નીચે લપસ્યો અને તે અચેત થઈ ગયો…’.

Image Source

અમિતાભ બચ્ચને તેમના ઘરનું નામ ‘પ્રતીક્ષા’ રાખવાનું કારણ પણ જણાવ્યું. અમિતાભ બચ્ચને લખ્યું કે, ‘અમે બાપુજી અને માને અમારી સાથે રહેવાનું કહ્યું હતું. બાપુજીએ ઘરને જોયું અને તેનું નામ આપ્યું ‘પ્રતીક્ષા’. જે તેમની એક રચનાની પંક્તિથી આવ્યું હતું, ‘સ્વાગત સબકે લીયે યહાં પર, નહીં કિસી કે લીયે પ્રતીક્ષા.’ અમિતાભ બચ્ચને વધુમાં લખ્યું કે, ‘૧૯૭૬માં જે દિવસે અમે અમારા ઘરે પહેલીવાર આવ્યા હતા, જેને આ પેઢીએ ક્યારેક ખરીદીને બનાવ્યું હતું, અને તેને પોતાનું કહ્યું હતું. આ એક છોડની જેમ ઉગાડવામાં આવ્યું હતું, ત્યારે આ થોડાંક જ ઈંચ મોટું હતું… અને તેને લૉનની વચ્ચે ઉગાડવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત