Site icon News Gujarat

હડકંપ: ચીનના વુહાન લેબમાંથી ફેલાયો કોરોના? કોરોના ફેલાયો એ પહેલા બીમાર પડ્યા હતા વુહાન લેબના વૈજ્ઞાનિકો

દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો તેને દોઢ વર્ષ જેટલો સમય પસાર થયો છે. પરંતુ આ વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તે હજુ પણ રહસ્ય છે. આ વાતનો સાચો જવાબ આજ સુધી મળ્યો નથી ત્યાં વધુ એકવાર એવો રિપોર્ટ સામે આવ્યો છે જે ફરીથી શંકા વ્યક્ત કરે છે કે વાયરસ લેબમાંથી ફેલાયો છે. અમેરિકી ખુફિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો તેના એક મહિના પહેલા ચીનની ઈંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી, વુહાન લેબના સ્ટાફના 3 લોકો બીમાર પડ્યા હતા.

image source

અમેરિકી વોલ સ્ટ્રીટ જર્નલની ખબર અનુસાર, વુહાન ઈંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના ત્રણ રિસર્ચર્સ નવેમ્બર 2019માં બીમાર પડ્યા હતા. તેમની હાલત એવી હતી કે તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકા તરફથી આ ખુફિયા રિપોર્ટ ત્યારે સામે આવ્યો છે જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એક મહત્વની બેઠક કરવા જઈ રહ્યું છે. જેમાં કોરોના વાયરસની ઉત્પત્તિ બાબતમાં થયેલી તપાસની ચર્ચા કરવાનું અનુમાન છે.

image source

આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક ટીમ કોરોના વાયરસ સાથે જોડાયેલા તથ્યોને જાણવા વુહાન ગઈ હતી. આ દરમિયાન ટીમે વુહાન લેબની મુલાકાત પણ લીધી હતી. પરંતુ ત્યારબાદ સંગઠને કહ્યું હતું કે આ સાબિત કરવા પુરતા તથ્યો મળ્યા નથી કે કોરોના વાયરસ વુહાનની લેબમાંથી દુનિયાભરમાં ફેલાયો છે.

image source

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની પ્રવક્તાએ આ રિપોર્ટ પર કોઈ ટીપ્પણી કરી નથી. તેમણે કહ્યું છે કે જો બાઈડન પ્રશાસન પાસે ચીનમાં કોરોનાના પહેલા દર્દી મળ્યા અને આ માહામારીની શરુઆતના દિવસોને લઈ ગંભીર પ્રશ્નો છે. જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. તેમણે કહ્યું કે અમેરિકી સરકાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને અન્ય સભ્ય દેશો સાથે કોરોના મહામારીની ઉત્પત્તિ વિશે જાણવા પર કામ કરી રહ્યા છે. જે રાજનીતિક હસ્તક્ષેપથી મુક્ત છે.

image source

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે માર્ચમાં સંયુક્ત રાજ્ય અમેરિકા, નોર્વે, કેનેડા, બ્રિટન અને અન્ય દેશોએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નેતૃત્વવાળી કોવિડ 19 ઓરિજન સ્ટડીના વિષયમાં ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે અમેરિકાએ આ વાયરસ ફેલાવાને લઈ ચીન પર શંકા વ્યક્ત કરી હતી. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ કોરોના વાયરસને ચીની વાયરસ અને વુહાન વાયરસ કહી ચુક્યા હતા. ટ્રંપે ચીન પર તપાસમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમને સહયોગ ન કર્યાનો અને વુહાન લેબ સંબંધિત જાણકારી છુપાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. ચીનએ તેના પર આપત્તિ વ્યક્ત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version