વાજિદ ખાનના પરિવારની તસવીરો જોઇ લો તમે પણ, જેમાં છોકરાઓ છે સુપર સ્માર્ટ

બે માસૂમ બાળકોને મૂકીને ચાલ્યા ગયા વાજિદ, જુઓ પરિવારની તસ્વીરો

બોલીવુડની અનેક ફિલ્મોમાં જે જોડીનો કમાલ આપણે બધાય જોયો છે, એવી બોલિવૂડ મ્યુઝિક કમ્પોઝર-સિંગરની ફેમસ જોડી સાજિદ-વાજિદમાંથી વાજિદ ખાનનું હાલમાં જ 42 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થયું છે. મળતી માહિતી મુજબ, કિડનીની સમસ્યાથી ઝૂઝી રહેલા વાજિદના લંગ્સ કામ કરવાના બંધ થઇ ગયા અને પછી એમને અચાનક હાર્ટએટેક આવ્યો. જો કે ઉલ્લેખનીય છે કે હાલમાં જ એમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયું હતું.

image source

બોલીવુડ ખબરોની માનીએ તો કિડની અને ગળાના ઇન્ફેક્શનની સમસ્યાના કારણે છેલ્લા અઢી કે ત્રણ મહિનાથી તેઓ હોસ્પિટલમાં જ દાખલ રહ્યા હતા. જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી તેઓ વેન્ટિલેટર પર જ હતા અને એમની હાલત પણ ઘણી ગંભીર હતી.

આપને એ પણ જણાવી દઈએ કે વાજિદની તબિયત અચાનક બગડતા ૩૧ મેની બપોરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, અહેવાલો સૂચવે છે કે તે કોરોના પોઝિટિવ હતા અને છેલ્લા એક અઠવાડિયાથી તેનાથી ઝૂઝતા હતા. જો કે રીપોર્ટ મુજબ તો મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવાયુ છે.

image source

વાજિદ ખાનના ગુજરી ગયા પછી એમની પત્ની અને બાળકોને એકલા રહી ગયા છે. વાજિદ ખાને વર્ષ 2003માં યાસ્મિન સાથે લગ્ન કર્યા હતા. જો કે પરિવારમાં પત્ની યાસ્મિન સિવાય બે બાળકો પણ છે. આ બે બાળકોમાં એક દીકરો અને એક દીકરી છે. વાજીદના નિધનથી આખો પરિવાર અત્યારે શોકમાં છે. પરિવાર સાથે ચાહકો અને ઇન્ડસ્ટ્રીમાં પણ શોકની લહેર જોવા મળી રહી છે.

શું તમે જાણો છો કે વાજિદના દાદા એટલે કે ઉસ્તાદ અબ્દુલ લતીફ ખાન પણ સંગીતકાર જ હતા. તેમને પોતના યોગદાન બદલ પદ્મશ્રી પણ મળ્યો હતો. તેમના નાના એટલે કે ઉસ્તાદ ફૈયાઝ અહમદ ખાન સાહેબને પણ પદ્મશ્રી મળ્યો હતો. જ્યારે કાકા ઉસ્તાદ નિયાઝ અહમદ ખાન સાબને પ્રતિષ્ઠિત તાનસેન એવોર્ડ મળ્યો હતો. આમ જોતા સંગીત સાથે એમનો જુનો નાતો રહ્યો છે.

image source

સાજીદ-વાજિદે તો 7-8 વર્ષની વયે જ સંગીત શીખવાનું શરૂ કરી દીધું હતું. વાજિદ ખાનનો આખોય પરિવાર સંગીતની દુનિયા સાથે જ સંકળાયેલો છે. વાજીદના પિતા પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ શરાફત ખાન હતા. બંને ભાઈઓએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ પણ તેમના પિતા ઉસ્તાદ શરફાત ખાન પાસેથી જ મેળવ્યું હતું.

આપને જણાવી દઈએ કે સાજીદ-વાજિદ એ ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી છે. વાજિદ ખાને કારકિર્દીની શરૂઆત વર્ષ 1998માં સલમાન ખાનની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી કરી હતી. જો કે પછીથી એમણે બોલિવૂડમાં અનેકો સુંદર સંગીત આપ્યા છે.

image source

વાજીદ ખાનના નિધન પહેલા તાજેતરમાં જ સાજિદ-વાજિદે સલમાનનું નવું ગીત ભાઈ ભાઈ કમ્પોઝ કર્યું હતું. જો કે મ્યુઝીક કંપોઝર વાજીદ ખાને એક ગાયક તરીકે કારકિર્દીની શરૂઆત 2008માં ફિલ્મ પાર્ટનરથી કરી હતી. તેમણે હૂડ હૂડ દબંગ, જલવા, ચિંતા તા તા ચિતા ચિતા અને ફેવિકોલ સે જેવા ગીતો પણ ગાયા છે. આપને એ પણ જણાવી દઈએ કે તેમને લાંબા સમયથી કિડનીની સમસ્યા હતી જ અને થોડા સમય પહેલા જ એમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને એ પછીથી જ તેમની તબિયત ખરાબ રહેવા લાગી હતી.

image source

જો કે બોલીવુડમાં વાજિદ વિશે એવું પણ કહેવાય છે કે તેઓ એક ખૂબ જ સીધા અને હસમુખ વ્યક્તિ હતા. બોલિવૂડની તમામ હસ્તીઓ તેમની વર્તણૂક વિશે વાત કરી રહી છે. 2020માં એક-પછી-એક બોલિવૂડની ઘણી હસ્તીઓનું નિધન થયું છે. ઋષિ કપૂર અને ઇરફાન ખાનના અવસાન બાદ હવે વાજિદ ખાનના નિધનના સમાચાર આવ્યા. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત